સિદ્ધિ / મોટરસ્પોર્ટ્સ ક્ષેત્રે અનોખી સિદ્ધિ, મોટરસ્પોર્ટ રેસર ગૌરવ ગિલને અર્જુન અવોર્ડ એનાયત થયો

Gaurav Gill was awarded the Arjuna Award for his unique achievement in the field of motorsports
Gaurav Gill was awarded the Arjuna Award for his unique achievement in the field of motorsports

Divyabhaskar.com

Sep 06, 2019, 04:39 PM IST

યૂથ ઝોન ડેસ્કઃ અર્જુન અવોર્ડ મેળવવો એ દરેક ખેલાડીનું સપનું હોય છે. ખેલ રત્ન ભલે આ ક્ષેત્રનો સૌથી મોટો અવોર્ડ ગણાતો હોય. પરંતુ અર્જુન અવોર્ડને પણ કોઇપણ રીતે ઓછો ન આંકી શકાય. તાજેતરમાં જ મેજર ધ્યાનચંદના જન્મદિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ખેલાડીઓને રાષ્ટ્રીય રમત પુરસ્કાર આપવામાં આવ્યા હતા. જેમાં એક રેસરને પણ અર્જુન અવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ રેસરનું નામ ગૌરવ ગિલ છે. ગૌરવ ગિલ મોટરસ્પોર્ટ પર્સન છે અને તેણે આ પુરસ્કાર પ્રાપ્ત કરીને ઇતિહાસ રચી દીધો છે. મોટરસ્પોર્ટ ક્ષેત્રે રેલી ડ્રાઇવર ગૌરવ એવો પ્રથમ રેસર બન્યો છે, જેને અર્જુન અવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

ગૌરવ બાળપણમાં ટેનિસ ખેલાડી હતો. તેની માતાને ટેનિસ ગમતું હોવાથી તે આ જ ક્ષેત્રમાં આગળ વધવા માગતો હતો. લગભગ તે AITA (ઓલ ઈન્ડિયા ટેનિસ ઓર્ગેનાઇઝેશન) સ્તરે પહોંચી જ ગયો હતો. પરંતુ પછી તે રેસિંગમાં અને રેલિંગમાં જતો રહ્યો. ગૌરવના કાકા ટોચની ટીમો સાથે રેલી કરતાં હતાં અને તેઓ ઘણા વર્ષોથી MRF ડ્રાઇવર પણ હતા. તેથી, ગૌરવના ઘરે રેલી કાર, સુપર બાઇક પડેલાં રહેતાં હતાં. જેને જોઇને ગૌરવને રેસિંગમાં રસ જાગ્યો અને તેણે ટીન એજમાં જ મોટરસ્પોર્ટ રેસિંગ મોટરબાઈક્સમાં ક્ષેત્રમાં એન્ટ્રી લઈ લીધી.

વર્ષ 1999માં નેશનલ મોટોક્રોસ ચેમ્પિયનશીપમાં ભાગ લીધો. થોડા સમય પછી ગૌરવે 4-વ્હીલ રેસિંગમાં જવાનો નિર્ણય લીધો અને તેણે કાર રેલી અને ઇન્ડ્યૂઅરન્સ રેસમાં ભાગ લેવાનું શરૂ કર્યું. શરૂઆતમાં ગૌરવે રેસિંગની પ્રેક્ટિસ સલૂન કારથી શરૂ કરી અને પછી ફોર્મ્યુલા મારુતિ અને 2005-06માં ફોર્મ્યુલા રોલોન ચલાવી. તેણે વર્ષ 2000માં રેડ-ધ-હિમાલય માટે રેસિંગ શરૂ કર્યું હતું. જો કે, આ રેસિંગ તેના જીવનનો કડવો અનુભવ રહ્યો હતો. આ રેસિંગમાં તેની કાર ક્રેશ થઈ ગઈ હતી. બહુ પ્રયત્નો કર્યા હોવા છતાં તેને આગળ રેસિંગ કરવાની મંજૂરી મળી નહોતી અને તેણે પરત ફરવું પડ્યું હતું.

37 વર્ષીય ગૌરવ ગિલ ત્રણ વખત એશિયા પેસિફિક રેલી ચેમ્પિયન (APRC) રહી ચૂક્યો છે. કોઈ ભારતીયે પહેલીવાર આવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ગૌરવ 6 વખત ભારતીય રાષ્ટ્રીય રેલી ચેમ્પિયનશીપ (INRC) પણ જીતી ચૂક્યો છે. તેણે વર્ષ 2013, 2016 અને 2017માં MRF Skoda ટીમ સાથે ટાઇટલ જીત્યું હતું. આ ઉપરાંત, તેણે વર્ષ 2018માં જ પોતાનું છઠ્ઠું નેશનલ ટાઇટલ હાંસલ કર્યું હતું.

આ વર્ષે ગૌરવ ગિલ ઈન્ડિન નેશનલ રેલી ચેમ્પિયનશિપ માટે સ્પર્ધા કરવા જઈ રહ્યો છે. આ વખતે તે ટીમ મહિન્દ્રા એડવેન્ચર સુપર XUV300 R2 ચલાવશે અને પોતાનું ટાઇટલ બચાવવા શક્ય એટલો પ્રયાસ કરશે. તેણે જે.કે.ટાયર સાથે પણ હાથ મિલાવ્યો છે અને WRC2 કેટેગરીના ત્રણ રાઉન્ડ્સ (રેલી તુર્કી, વેલ્સ રેલી જીબી અને રેલી ઓસ્ટ્રેલિયા)માં પણ ભાગ લેશે.

X
Gaurav Gill was awarded the Arjuna Award for his unique achievement in the field of motorsports
Gaurav Gill was awarded the Arjuna Award for his unique achievement in the field of motorsports
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી