ગૌરવ / ન્યૂ યોર્કમાં ગેટ્સ ફાઉન્ડેશને પીએમ મોદી ઉપરાંત રાજસ્થાનની પાયલને પણ ચેન્જમેકર અવોર્ડ આપ્યો

Gates Foundation in New York has given 'Changemaker Award' to PM Modi from Rajasthan besides PM Modi

  • પાયલ બાળ વિવાહ અને બાળ મજૂરી વિરુદ્ધ અભિયાન ચલાવે છે
  • પીએમ નરેન્દ્ર મોદીને સ્વચ્છ ભારત અભિયાન માટે ગોલકીપર્સ ગ્લોબલ ગોલ્સ અવોર્ડ મળ્યો
  • પાયલને નોબલ પ્રાઈઝ વિજેતા કૈલાશ સત્યાર્થીએ  ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા છે

Divyabhaskar.com

Sep 25, 2019, 03:54 PM IST

યૂથ ઝોન ડેસ્ક: બુધવારે ન્યૂ યોર્કમાં બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને બે ભારતીયોને સમાજમાં બદલાવ લાવવા બદલ અવોર્ડ આપ્યા છે, જેમાં પીએમ મોદી અને રાજસ્થાનની ટીનેજર પાયલ જાંગિડનો સમાવેશ થાય છે. પાયલને બાળ વિવાહ અને બાળ મજૂરી વિરુદ્ધ અભિયાન ચલાવવા બદલ ચેન્જમેકર અવોર્ડ​​​​​​ મળ્યો છે. આ ઇવેન્ટમાં પીએમ મોદીને ગોલકીપર્સ ગ્લોબલ ગોલ્સ અવોર્ડ મળ્યો છે.

એક સમયે પાયલના પણ બાળ વિવાહ થવાના હતાં
પાયલ મૂળ રાજસ્થાનના હિંસલા ગામની રહેવાસી છે. તેના ગામમાં તે બાળ પંચાયતની હેડ છે. પાયલનાના અભિયાનને લીધે છેલ્લા 8 વર્ષથી તેના ગામમાં કોઈ બાળવિવાહ થયા નથી. પાયલે કહ્યું કે, મારા માતા-પિતા પણ બાળપણમાં મારા લગ્ન કરાવવા માગતા હતા, પરંતુ મેં ઝઘડો કરીને લગ્ન માટે ના પાડી દીધી. મેં જોયું કે આ વાત ખાલી મારા ઘર પૂરતી સીમિત નથી, ગામમાં બીજા પણ ઘણા એવા લોકો છે જેઓ બાળ વિવાહ કરાવે છે. તે બધાને સમજાઇને મેં બાળ વિવાહ થતા અટકાવ્યા. તે ગામના લોકોને બાળકોને ભણાવવા માટે સમજાવે છે

ગેટ્સ ફાઉન્ડેશને શેર કર્યો વીડિયો

ભવિષ્યમાં પાયલ બાળ વિવાહ અને બાળ મજૂરીને અટકાવવાનું અભિયન દુનિયાભરમાં ચલાવવા માગે છે. ગેટ્સ ફાઉન્ડેશનના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પાયલના કામ પર 2:15 સેકન્ડનો વીડિયો બનાવ્યો છે, જેમાં પાયલના અભિયાનની ઝલક બતાવી છે.

ભવિષ્યનો પ્લાન
ન્યૂ યોર્કમાં ગેટ્સ ફાઉન્ડેશનની ઇવેન્ટમાં અવોર્ડ લીધા બાદ પાયલે કહ્યું કે, હું ઘણી ખુશ છું. આ ઇવેન્ટમાં પીએમ નરેન્દ્ર મોદીને પણ અવોર્ડ મળ્યો છે. મેં જે રીતે મારા ગામની સમસ્યા દૂર કરી છે તેમ હું આ કામ ગ્લોબલી પણ કરવા માગું છું.

નોબલ પ્રાઈઝ વિનરે પાયલના વખાણ કર્યા

પાયલની આ સિદ્ધિ પર નોબલ પ્રાઈઝ વિજેતા કૈલાશ સત્યાર્થીએ પણ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા છે. તેમણે લખ્યું છે કે, પાયલ આપણ દેશનું ગૌરવ છે. પાયલે પોતે બાળ વિવાહ ન કર્યા અને તેના ગામની પણ કોઈ છોકરીઓ કે છોકરાઓના ન થવા દીધા. માત્ર પોતાના ગામ જ નહીં પણ આજુબાજુના ગામોમાં પણ પાયલ બાળ વિવાહ વિરુદ્ધ અભિયાન ચલાવે છે. ન્યૂ યોર્કમાં બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને આપણી દીકરીને ચેન્જમેકર અવોર્ડ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ ઇવેન્ટમાં પીએમ નરેન્દ્ર મોદીને સ્વચ્છ ભારત અભિયાન માટે ગોલકીપર્સ ગ્લોબલ ગોલ્સ અવોર્ડ એનાયત થયો છે.

X
Gates Foundation in New York has given 'Changemaker Award' to PM Modi from Rajasthan besides PM Modi
Gates Foundation in New York has given 'Changemaker Award' to PM Modi from Rajasthan besides PM Modi
Gates Foundation in New York has given 'Changemaker Award' to PM Modi from Rajasthan besides PM Modi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી