• Home
  • Youth Zone
  • Achievement
  • Dikshi, who has been away from home for the past 6 years, was selected for the International Judo Competition at the age of 17

સુરત / છેલ્લા 6 વર્ષથી ઘરથી દૂર રહેનાર દિક્ષી 17 વર્ષની ઉંમરે ઇન્ટરનેશનલ જુડો સ્પર્ધા માટે સિલેક્ટ થઈ

Dikshi, who has been away from home for the past 6 years, was selected for the International Judo Competition at the age of 17

  • તેની પ્રથમ મેચ 28મી સપ્ટેમ્બરના રોજ ઇંગ્લેન્ડમાં થશે

Divyabhaskar.com

Sep 26, 2019, 10:55 AM IST

યૂથ ઝોન્ડ ડેસ્ક: 25 થી 29 સપ્ટેમ્બર સુધી ઇંગ્લેન્ડમાં કોમનવેલ્થ જુડો ચેમ્પિયનશિપનું આયોજન કરવામા આવ્યું છે જેમાં 32 દેશના ખેલાડીઓ ભાગ લેશે. આ સ્પર્ધા માટે શહેરની દિક્ષી સેલરની પસંદગી કેડેટ કેટેગરીમાં 48 કિલોના વજન ગ્રુપમાં કરવામાં આવી છે. દિક્ષીની પસંદગી ભોપાલ ખાતે યોજાયેલી પસંદગી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ બાદ કરવામાં આવી હતી. હાલ તે ઇંગ્લેન્ડ માટ રવાના થઈ છે. તેની પ્રથમ મેચ 28મી સપ્ટેમ્બરના રોજ યોજાશે.

દિક્ષીની મમ્મી હેમાક્ષી સેલરે કહ્યું કે, તે છઠ્ઠા ધોરણમાં હતી ત્યારથી જુડોની ગેમ રહી છે. એની જુડોની શરૂઆત સુરતથી થઈ હતી જ્યાં તે પ્રભાકર નિગમ પાસે ટ્રેનિંગ લેતી હતી. એક વર્ષ સુધી સુરતમાં પ્રેક્ટિસ કરી અને એસજીએફઆઈ નેશનલ રમી તેમજ ખેલ મહાકુંભમાં બ્રોન્ઝ મેડલ મેળ‌વ્યો પણ સુવિધાઓના અભાવને લીધે એનું પરફોર્મન્સ ડાઉન થયું હતું એટલે એને રાજકોટ સ્પોર્ટ્સ સ્કૂલમાં મોકલી આપી. થોડાંક જ દિવસમાં એને પાછો બોલાવી લીધો હતો કેમ કે, એના વગર અમારો મન લાગતો ન હતો.અમને હતું કે, 11 વર્ષની ઉંમરમાં દીકરી કઈ રીતે ત્યાં એકલી રહી શકશે. અમે એને સુરત લાવ્યા બાદ એક વર્ષમાં એનું પરફોર્મન્સ ખૂબ જ ખરાબ રહ્યું હતું અને એ એકપણ મેડલ જીતી શકી નહીં. ત્યારે એને મને કહ્યું કે ‘જો તમે ખરેખર ઇચ્છો છો કે હું સ્પોર્ટ્સમાં કેરિયર બનાવું તો મને બહાર જવા દો.’ત્યારબાદ અમે રાજી થયા અને એને બહાર જવાની હા પાડી.

15 દિવસે એક વાર તેના માતા-પિતાને મળે છે
વધુમાં હેમાંક્ષીએ કહ્યું કે, હાલ એ 17 વર્ષની છે અને છેલ્લા 6 વર્ષથી ઘરથી બહાર જ રહીને પ્રેક્ટિસ કરે છે. વર્ષમાં 4-5 દિવસ માટે જ ઘરે આવે છે. રાજકોટમાં વ્રજભૂષણ ઠાકુર અને નડિયાદ એકેડેમીમાં ઘનશ્યામ ઠાકુર પાસે ટ્રેનિંગ લીધી છે. મારા દીકરાએ ગયા વર્ષે જયપુર ખાતે રમાયેલી પ્રિ-કેડેટ જુડો ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મે‌ળવ્યો હતો. અમે 15 દિવસમાં મળવા જઇએ છે એ પણ ફક્ત એક દિવસ માટે. હું પણ એક એથ્લિટ કોચ છું એટલે મને પણ ઇચ્છા છે કે મારા દિકરાઓ દેશ માટે મેડલ મેળવે અને એના માટે જે પણ સંઘર્ષ કરવું પડશે હું કરીશ.

X
Dikshi, who has been away from home for the past 6 years, was selected for the International Judo Competition at the age of 17
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી