તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • College Student Made The Longest Gift On The Theme Of 'Incredible India' And Made It To India Book Of Records.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલેજ વિદ્યાર્થિનીએ 'અતુલ્ય ભારત'ની થીમ પર સૌથી લાંબી ગિફ્ટ બનાવીને 'ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ'માં સ્થાન બનાવ્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • અપેક્ષા કોટ્ટારીની ગિફ્ટ આઈટમની થીમ અતુલ્ય ભારત પર આધારિત છે
 • ગિફ્ટની સાઈઝ 25x25 સેમી છે, તેની લંબાઈ 10 મીટર છે
 • અપેક્ષા 35 પ્રકારની ગિફ્ટ આઈટમ બનાવી ચૂકી છે

યૂથ ઝોન ડેસ્ક. કર્ણાટકના મેંગ્લોરમાં એક વિદ્યાર્થિનીએ અતુલ્ય ભારતની થીમ પર અનોખી ગિફ્ટ આઇટમ બનાવીને પોતાનું નામ ‘ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ’ (India Book of Records)માં નામ નોંધાવ્યું છે. તેની ખાસિયત એ છે કે આ થીમ પર બનાવવામાં આવેલ અત્યાર સુધી દેશનું સૌથી લાંબું એક્સપ્લોઝન બોક્સ છે. કર્ણાટકની અપેક્ષા કોટ્ટારીએ સૌથી લાંબી ગિફ્ટ આઈટેમ ડિઝાઈન કરી છે. ગિફ્ટની સાઈઝ 25x25 સેન્ટિમીટર છે. તેની લંબાઈ 10 મીટર છે. તેના પર દેશનાં તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોની મહાન હસ્તીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓનાં નામોની જાણકારી તેમના ફોટા સાથે આપવામાં આવી છે.
વિદ્યાર્થિની અપેક્ષા કોટ્ટારી બેસેન્ટ ઈવનિંગ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહી છે અને પોતાનાં ઘરે બાળકોને ટ્યૂશન પણ કરાવે છે. અપેક્ષાએ કહ્યું છે કે તે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ માટે પણ અરજી કરશે. આ યૂનિક ગિફ્ટની થીમ અતુલ્ય ભારત પર આધારિત છે. અત્યાર સુધીમાં તે 35 પ્રકારની યૂનિક ગિફ્ટ આઈટમ તૈયાર કરી ચૂકી છે. અપેક્ષાએ કહ્યું કે, હું મેંગ્લોરની રહેવાસી છું. બાળપણથી જ મને ક્રાફ્ટ આઈટેમ્સ બનાવવાનો શોખ છે. 'હું મારા મિત્રો અને સંબંધીઓ માટે તેમના જન્મદિવસ અને વર્ષગાંઠ પર ગિફ્ટ બનાવું છું.'  

અપેક્ષાએ કહ્યું કે, ધીમે ધીમે હું યૂટ્યૂબ પર વીડિયો જોઈને ગિફ્ટ બોક્સ સહિત અન્ય આઈટમ બનાવવાનું શીખી. આ પહેલાં પણ મારું નામ 'એક્સક્લુઝિવ વર્લ્ડ રેકોર્ડ્સ'માં નોંધાયેલું છે.

વર્ષ 2002માં અતુલ્ય ભારત અભિયાન શરૂ થયું હતું
ભારતીય પ્રવાસન વિભાગે સપ્ટેમ્બર 2002માં અતુલ્ય ભારત અભિયાન શરૂ કર્યું હતું. તેનો હેતુ દેશમાં પર્યટનને પ્રોત્સાહિત કરવાનો હતો. જેના હેઠળ હિમાલય, વન્ય જીવ, યોગ અને આયુર્વેદ પર આંતરરાષ્ટ્રીય સમૂહનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો