બેંગ્લુરુ / 29 વર્ષીય બસ કન્ડકટરે 8 કલાક નોકરીની સાથે રોજ 5 કલાક વાંચી UPSC પરીક્ષા પાસ કરી

Bus conductor passed UPSC examination after studying for 8 hours and 5 hours without coaching

  • પ્રિ અને મેન્સ પરીક્ષા પાસ કર્યા બાદ મધુ 25 માર્ચે ઇન્ટરવ્યૂ આપશે
  • વર્ષ 2014 અને 2018માં મધુ પરીક્ષા પાસ કરી શક્યો નહોતો
  • પ્રિ-પરીક્ષા તેણે કન્નડ ભાષામાં આપી હતી પણ મેન્સ પરીક્ષા અંગ્રેજીમાં આપી હતી

Divyabhaskar.com

Jan 29, 2020, 12:37 PM IST

યૂથ ઝોન ડેસ્ક: બેંગ્લુરુના બસ કન્ડકટરે નોકરી સાથોસાથ રોજ 5 કલાક નોકરી કરીને યુપીએસસી(યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) પરીક્ષા પાસ કરી છે. 29 વર્ષીય મધુ એનટી બીએમસીટી(બેંગ્લુરુ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન)માં બસ કન્ડકટર છે. તેણે યુપીએસસીની પ્રિ અને મેન્સ પરીક્ષા પાસ કરી દીધી છે અને 25 માર્ચે ઇન્ટરવ્યૂ આપશે.

રોજ 5 કલાક ભણતો
મધુના પરિવારમાં માતા-પિતા અને ભાઈ-ભાભી છે. મધુની માતાને યુપીએસસી પરીક્ષા એટલે શું તેની ખબર નથી પણ પોતાનો દીકરો પાસ થઈ ગયો તે જોઈને ઘણા ખુશ છે. વર્ષ 2014 અને 2018માં મધુ પરીક્ષામાં ફેલ થયો હતો, પણ તેણે કોઈ દિવસ હિંમત ન માની અને રોજ 5 કલાક ભણવાનું ચાલુ રાખ્યું.

હાલ મધુ ઈન્ટરવ્યૂ માટે પ્રેક્ટિસ કરી રહ્યો છે
8 કલાક બસ કન્ડકટરની નોકરી કરવાની સાથોસાથ અભ્યાસ કરવો આ રસ્તો મધુ માટે સરળ રહ્યો નહોતો. મધુએ જણાવ્યું કે, ઇન્ટરવ્યૂ ક્લિયર કરીને હું મારા હાલના બોસ એટલે કે બેંગ્લુરુ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર IAS બી, શીખ જેવું બનવા માગું છું. તેઓ માટી ઘણી મદદ કરે છે. મેન્સની પરીક્ષા આપ્યા પહેલાં તે રોજ મને 2 કલાક ભણાવતી હતી. હાલ તે મને ઇન્ટરવ્યૂ માટે પ્રેક્ટિસ કરાવી રહ્યા છે.

મધુએ મેન્સ પરીક્ષા અંગ્રેજીમાં આપી
ગયા વર્ષે પ્રિ-પરીક્ષાનું પરિણામ આવતા પછી મધુએ મેન્સની પરીક્ષા પાસ કરવાની તૈયારી શરૂ કરી દીધી હતી. મેન્સ પરીક્ષા માટે મધુએ પોલિટિકલ સાયન્સ, ઇન્ટરનેશનલ રિલેશન્સ, એથિક્સ અને લેન્ગવેજની સાથે અન્ય ઘણા સબ્જકેટ પાછળ મહેનત કરી હતી. તેણે મેન્સ પરીક્ષા માટે વૈકલ્પિક વિષયમાં પોલિટિકલ સાયન્સ અને ઇન્ટરનેશનલ રિલેશન સિલેક્ટ કર્યો હતો. પ્રિ-પરીક્ષા તેણે કન્નડ ભાષામાં આપી હતી પણ મેન્સ પરીક્ષા અંગ્રેજીમાં આપી.

X
Bus conductor passed UPSC examination after studying for 8 hours and 5 hours without coaching
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી