સિલેક્શન / અમેરિકાની RAAM સાયકલ સ્પર્ધામાં અમદાવાદના CA વિવેક શાહનું સિલેક્શન થયું

Ahmedabad's CA Vivek Shah selected in the US RAAM Cycle Competition

  • વિવેકે ગોવામાં 30 કલાકની અલ્ટ્રા સ્પાઈસ રેસ 29 કલાકમાં પૂરી કરી 600 કિમી સાયકલ ચલાવી હતી
  • RAAM સાયકલ સ્પર્ધામાં વિવેક 4,800 કિલોમીટર સાયકલ ચલાવશે

Divyabhaskar.com

Nov 28, 2019, 04:34 PM IST

યૂથ ઝોન ડેસ્ક: અમેરિકામાં યોજાનારી RAAM (રેસ અક્રોસ અમેરિકા) સાયકલિંગ રેસમાં શહેરના સીએ વિવેક શાહનું સિલેક્શન થયું છે. વિવેક જૂન 2020માં 4,800 કિલોમીટર સાયકલ ચલાવશે. પ્રેક્ટિસના ભાગરૂપે વિવેક 6 દિવસમાં 2,420 કિ.મી. સાયકલિંગ કરશે. તેના માટે 30 નવેમ્બરના રોજ અમદાવાદથી નાગપુર, દિલ્હી, વાઘા બોર્ડર થઈ પરત ફરશે.

પ્રેક્ટિસ માટે છેલ્લા દોઢ વર્ષથી વીકમાં 700 કિ.મી સાયકલિંગ, જિમ, યોગા કરે છે
વિવેક રેસ અક્રોસ અમેરિકા સ્પર્ધા માટે છેલ્લા દોઢ વર્ષથી અઠવાડિયામાં 600થી 700 કિલોમીટરનું સાયકલિંગ કરે છે. સાથે જ ફિટ રહેવા માટે રોજ વેઈટ લિફ્ટિંગ અને ફ્લેક્સિબિલિટી માટે અઠવાડિયામાં ત્રણ દિવસ યોગા કરે છે.

600 કિમીની સાયકલિંગમાં ફર્સ્ટ આવતા સિલેક્શન થયું
વિવેકે ગોવામાં 30 કલાકની અલ્ટ્રા સ્પાઈસ રેસ 29 કલાકમાં પૂરી કરી 600 કિમી સાયકલ ચલાવી હતી. તેમાં ઓપન કેટેગરીમાં તેઓ ફર્સ્ટ આવ્યા હતા. આ ક્વોલિફિકેશન બદલ તેમનું સિલેક્શન અમેરિકાની RAAM માટે કરવામાં આવ્યું છે.

X
Ahmedabad's CA Vivek Shah selected in the US RAAM Cycle Competition

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી