તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરાની એલિશા ક્રિશે MSUમાં ‌BBA કર્યું પણ સ્વપ્ન હોલિવુડનું હતું, 9 ફિલ્મોમાં કામ કર્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એલિશા ક્રિશ - Divya Bhaskar
એલિશા ક્રિશ
  • ગુજરાતમાં જ્ન્મ્યાનો ગર્વ છે, કારણ કે અહીં પબ-ક્લબ કલ્ચર નથી
  • 13 વર્ષની ઉંમરમાં વિચારી લીધું હતું કે હું હોલીવૂડ સ્ટાર બનીશ
  • મહિલા-વિદ્યાર્થીઓના સશક્તિકરણ માટે એલિશા ફ્રીમાં વર્કશોપ્સ કરે છે
વડોદરા: 2011થી 2014 સુધીમાં મુંબઈની સૌથી છેવાડાની ગલીમાં આવેલ પ્રોડક્શન અને ડિરેક્ટર હાઉસમાં ઓડિશન આપી 6 મુવી મળી, પણ બોલીવુડમાં કોઈની ગર્લફ્રેન્ડ ન હોવાના કારણે એવી માંગોને મારે પુરી કરવાની હતી જે મારી નીતિ બહારની હતી. માટે ટોકન એમાઉન્ટ પાછી આપી હોલિવુડ તરફ વળી. જ્યાં ટેલેન્ટને આધારે 2014માં હંસેલ વિ.ગ્રેટેલ મુવીમાં સપોર્ટિંગ રોલ વડોદરાની હોલિવુડ સ્ટાર એલિશા ક્રિસને મળ્યો હતો. 

8 વર્ષની હતી ત્યારે મને રીયલાઈઝ થયું કે જીવન ઘણું નાનું છે. નાના જીવનમાં લોકોને એન્ટરટેન કરીને ઇન્સ્પાયર કરવા છે. માતા-પિતા બન્ને જજ હતા જેથી ઘરે હું અને મારી બહેન એકલા જ ઘરે હોઈએ, જેના કારણે બચપનથી જ અંગ્રેજી મુવી જોવાનો શોખ જાગ્યો હતો. હું અને મારી બહેન શાંતિથી અંગ્રેજી ફિલ્મ જોતા અને હું તે જ પ્રમાણે બોલવાનો પ્રયત્ન કરતી. જેના કારણે 13 વર્ષની ઉંમરથી જ ફોરેન એસન્ટ મારી અંગ્રેજીમાં આવી ગયું. તે જ સમયે મેં વિચારી લીધું કે હું હોલિવુડ સ્ટાર બનીશ. હું પહેલા લોકોને જોઈને ઘણી ગભરાતી પણ 17 વર્ષની ઉંમરે પહેલીવાર બ્યુટી સ્પર્ધામાં ભાગ લીધો અને સ્પર્ધા જીતીને હજારો લોકોને સંબોદ્યા ત્યારપછી કેમેરા સાથે મારી મિત્રતા થઇ ગઈ. 2010માં એમએસયુનિ બીબીએ ફેકલ્ટીમાં હું અભ્યાસ કરતી હતી, તે સમયે મમ્મીને કહ્યું કે, મારે ફિલ્મ ક્ષેત્રે કારકિર્દી બનાવી છે, ત્યારે તેમણે કહ્યું બીબીએમાં ડિસ્ટિંક્શન લાવીશ તો જરૂર ફિલ્મ ક્ષેત્રે જવા દઈશ અને મારા નસીબે મને સાથ આપ્યો ડિસ્ટિંક્શન આવ્યું. હું મુંબઈ જવાની હતી તેના થોડા સમય પહેલા મમ્મીના કહેવાથી દૂર-દૂરના સબંધીઓના ફોન આવવા લાગ્યા કે બેટા આ ફિલ્ડ આપણા જેવા લોકો માટે નથી. આપણે જે ભણ્યા છે તે ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ. મેં તેમનું સાંભળ્યું પણ મારા મને જે કીધું તે મેં કર્યું. જેને કારણે આજે હોલિવુડની 9થી વધુ ફિલ્મમાં અભિનય કરીને બચપણમાં કરેલ વિચારને સાકાર કર્યો છે. બોલીવુડના 80% અભિનેતાઓનો એટિટ્યૂટ ફિલ્ડ પર મોડા આવવાનો છે. જેને કારણે ઇન્ડસ્ટ્રી પણ પાછળ ચાલી રહી છે. તેમ વડોદરાની હોલિવુડ સ્ટાર એલિશા ક્રિસે ઉર્ફે એલિશા પટેલે જણાવ્યું હતું. 

ગુજરાતમાં જન્મી હોવાનો ગર્વ ગુજરાતમાં જન્મી હોવાનો ગર્વ લેતી એલિશા પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં પબ અને ક્લબનું કલ્ચર નથી તેથી લોકો ક્રિએટિવ ઘણા છે. વિદેશમાં જયારે હું કોઈ ગુજરાતીને મળું ત્યારે મને એવું થાય કે કોઈ પરિવારનું સદસ્ય મને મળ્યું છે. નાના કપડાં પહેરી કે રાત્રે ફરવાથી આનંદ મળે તે વાત ખોટી છે. હોલિવુડમાં મારા બનાવેલા વિવિધ પ્રકારના થેપલા અને અથાણું ખાવા રીતસરની પડાપડી થાય, જે જોઈને ઘણો આનંદ થાય છે. મુંબઈમાં હું 3.5 વર્ષ રહી તે દરમ્યાન મેં ટ્રાવેલ શો કર્યો હતો અને રેન્ટનાં 7 ઘર બદલ્યા હતા જે ઘણો કડવો અનુભવ હતો.

મારા ન્યૂમરોલોજિસ્ટ મિત્રે કહ્યું કે તું અંગ્રેજીનાં પાંચ અક્ષરનું કંઈક નવું નામ બનાવ અને તારા નામ સાથે જોડી દે તને ઘણી સફળતા પ્રાપ્ત થશે. શ્રીમદ્દ ભગવદ ગીતા ઘણી વાર વાંચી હતી જેનાથી હું પ્રભાવિત હતી તેથી કૃષ્ણનો પહેલો શબ્દ ક્રિ અને જિસસનો છેલ્લો શબ્દ સ લઈને મેં ક્રિસ નામ બનાવ્યું અને એલિશાની સાથે લગાવી દીધુ જેનાથી ઘણી સફળતા મળી. એનો મતલબ એવો નથી કે નામમાં થોડો બદલાવ કરવાથી સફળતા મળી જશે, અથાક મહેનત તો જોઈશે જ. યુવા, વોકાર્ડ ફાઉન્ડેશન, પ્રેમ સદન, સ્વામી વિવેકાનંદ મિશન ફોર યુથ જેવા સામાજિક પ્લેટફોર્મ્સ અને વિશ્વભરમાં મહિલા અને વિદ્યાર્થીઓના સશક્તિકરણ માટે ફ્રીમાં વર્કશોપ્સ કરીને સમાજ પ્રત્યેનું ઋણ એલિશા ક્રિસે અદા કરે છે.

હોલિવુડ મુવીમાં જેટલા ગીત આવે છે તે સ્ટોરીને આગળ વધારે તેવા નથી હોતા, તે મનોરંજન માટે જ હોય છે. જેને કારણે દર્શકો ક્યારેક કંટાળી જાય છે. હોલિવુડ મુવી ટૂંકી અને સીધા સ્ટોરી ફ્લો વાળી હોય છે, તેમાં સોન્ગને આવશ્યકતા પ્રમાણે એડ કરે છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક દ્વારા સ્ટોરી લાઇન આગળ વધે છે. ગુજરાતી મુવીની વાત કરીએ તો તમે છેલ્લા ઘણા સમયથી સ્ટોરી હીરોની ભૂમિકા અદા કરી રહી છે. 

અન્ય સમાચારો પણ છે...