તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

12 હજારની વોચમેનની નોકરી કરી દીકરીને ભણાવી, એમએસસીમાં ગોલ્ડ મેળવી પિતાને ગર્વ અપાવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 50મો પદવીદાન સમારોહ: રાજ્યપાલ ઓ.પી.કોહલીએ વિદ્યાર્થીઓને પદવી આપી

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 50માં પદવીદાન સમારોહમાં પૂજા લોહારને એમએસસીમાં વધુ માર્ક લાવવા બદલ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો. પૂજાના પિતા જગદીશભાઇ વોચમેન તરીકે નોકરી કરતા હતાં અને ગોડાદરા વિસ્તારમાં ભાડે રહે છે. માતા ઘરે જ સાડીનું કામ કરે છે. પરિવારનું નામ રોશન કરવા માટે પૂજાએ માત્ર અભ્યાસ પર જ ફોકસ કર્યું. જો કે પિતાના આવક માસિક 12 હજાર હોવાથી પૂજાને આર્થિક રીતે મુશ્કેલીઓને સામનો કરવો પડ્યો હતો.' 

 

'દેશમાં 75 ટકા વિદ્યાર્થીઓ કોઇને કોઇ કારણોસર ઉચ્ચ અભ્યાસ કરી શકતા નથી'

પદવીદાન સમારોહમાં રાજ્યકક્ષાના માનવ સંશાધન વિકાસ મંત્રી સત્યપાલ સિંઘે જણાવ્યું હતું કે, દેશમાં 75 ટકા વિદ્યાર્થીઓ કોઇને કોઇ કારણોસર ઉચ્ચ અભ્યાસ કરી શકતા નથી તે આપણા સમાજની વરવી વાસ્તવિકતા છે. જ્યારે દેશમાં 17 ટકા ઇજનેરોને જ યોગ્ય નોકરી મળે છે. રાજ્યકક્ષાના કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી સત્યપાલ સિંઘ, રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે વિવિધ વિદ્યાશાખાના મેડલ અને પારિતોષિક મે‌ળનારા 156 વિદ્યાર્થીઓને પદક અને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. જ્યારે સ્નાતક અને અનુસ્નાતકના 32102 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. 

 

રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી હતી 

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ભારતની 65 ટકા વસ્તી એવરેજ 35 વર્ષની ઉંમરની છે. હાલ ચાલી રહેલી વૈશ્વિક હરિફાઇમાં ગુજરાતનો યુવાન ટકી શકે તેવો સક્ષમ બનાવવા માટે સરકાર કટિબધ્ધ છે. રાજ્યપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું હતું કે, પહેલાં કોલેજ અને યુનિવર્સિટી વચ્ચે સ્પર્ધા રહેતી હતી. હાલમાં વૈશ્વિક સ્તરે સ્પર્ધા છે. યુનિવર્સિટીએ હવે રિસર્ચની ક્વોલિટી સુધારવી જોઇએ.રિસર્ચ એવું હોવું જોઇએ કે, દેશને કામ આવે. યુનિવર્સિટીએ સામાજિક જવાબદારી નિભાવવાનો સમય આવી ગયો છે. કુલપતિ ડો.શિવેન્દ્ર ગુપ્તાએ પણ વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો