તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છોટાઉદેપુરનો 19 વર્ષનો રવિ નર્ક જેવી ગણાતી મેરેથોનમાં 50 કિમી 8 કલાકમાં દોડ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્રમાં યોજાયેલ મેરેથોનમાં રવિ રાઠવાએે 50 કિમીની દોડ 10ના બદલે 8 કલાકમાં પૂરી કરી

છોટાઉદેપુર: છોટાઉદેપુરના રવિએ મહારાષ્ટ્રમાં વિશ્વાસ સિંધુ સંસ્થા દ્વારા તા.17 ફેબ્રુઆરીના યોજાયેલી મેરેથોનમાં ભાગ લીધો હતો. 19 વર્ષીય રાઠવા રવિકુમાર કિરીટભાઈ ઓનલાઇન માહિતીના આધારે મેરેથોન માટે પહોંચી ગયો હતો. આ મેરેથોન જુદા જુદા ડુંગરો ઓળંગીને પૂરી કરવાની હોય છે. 


આ મેરેથોન 20થી 75 કિલોમીટર સુધીની હોય છે એ પૈકી રવિ રાઠવાએ 50 કિલોમીટર દોડ પસંદ કરી હતી.આ મેરેથોન 10 કલાકમાં પૂરી કરવાની હતી એની જગ્યાએ તેણે માત્ર 8 કલાકમાં જ રેસ પૂરી કરી હતી. જે 22 સ્પર્ધકો પૈકી માત્ર 9 યુવાનો જ પૂરી કરી શક્યા હતા. 

 

હેલ રેસ મેરેથોન મહારાષ્ટ્રના નાસિક પાસે આવેલ ભંદરધારા ગામથી શરૂ થઈ હતી. આ રેસના રૂટમાં મહારાષ્ટ્રનો એવરેસ્ટ ગણાતો કલસૂબાઈ નામનો પહાડ પણ ચઢવાનો હતો, જે ખૂબ જ અઘરો ગણવામાં આવે છે. આ પહાડ પસાર કરી બીજા પહાડ ઉપર જવાનું હતું. આ રેસને ત્યાંની વ્યક્તિઓ નર્કની રેસ ગણે છે. બપોરના સમયે સીધા તાપમાં દોડવું ઘણું કઠિન છે. આટલી બધી મુશ્કેલીઓ સહન કરી ગુજરાતનો આ યુવાન રવિ રાઠવા છઠા ક્રમે આવ્યો હતો જે પૈકી એને રેસ મેડલ મળ્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો