અચિવમેન્ટ / લંડનની 9 વર્ષીય બ્લેક બેલ્ટ ધરાવતી અકાઇઆ સેમ્પસન નનચક્સમાં વર્લ્ડ ચેમ્પિયન છે

9-year-old Eccaia Sampson is nunchuck master
9-year-old Eccaia Sampson is nunchuck master
9-year-old Eccaia Sampson is nunchuck master
9-year-old Eccaia Sampson is nunchuck master

Divyabhaskar.com

Nov 11, 2019, 12:25 PM IST

યૂથ ઝોન ડેસ્ક: માર્શલ આર્ટ્સ કરતા તમે નાના મોટા સૌ કોઈને જોયા હશે.માર્શલ આર્ટ્સમાં ઘણા વેપન યુઝ થાય છે જેમાંનું એક છે નનચક્સ (nunchucks). સામાન્ય ભાષામાં તેને કરાટે સ્ટિક્સ પણ કહેવામાં આવે છે. નનચક્સને nunchaku, chainsticks, chuka sticks પણ કહેવામાં આવે છે. લંડનની 9 વર્ષીય અકાઇઆ સેમ્પસન નનચક્સમાં વર્લ્ડ ચેમ્પિયન છે. અકાઇઆ બ્લેક બેલ્ટ ધરાવે છે અને તે ત્રણ વખત કેનેડિયન નેશનલ ચેમ્પિયન બનેલી છે.

બાળપણથી શરૂઆત
માત્ર 6 જ વર્ષની ઉંમરે અકાઇઆ સેમ્પસને નનચક્સ પર હાથ અજમાવ્યાં હતાં. પહેલીવાર જ્યારે તે ગઈ ત્યારે તેને સ્ટ્રેસ ફીલ થયો હતો પરંતુ જે ઘડીએ તેણે નનચક્સ પોતાના હાથમાં લીધા ત્યારથી તેને ખબર હતી કે તે આ શીખીને જ રહેશે. તેની માતા તેને માર્શલ આર્ટ્સ શીખવા માટે લઇ જતી હતી. ભણવા સમયે તે ભણવા પર ધ્યાન આપતી અને જ્યારે તે ફ્લોર પર હોય ત્યારે ફક્ત માર્શલ આર્ટ્સ પર ધ્યાન આપતી.

ચેમ્પિયન
અકાઇઆ ત્રણ વખત કેનેડિયન નેશનલ ચેમ્પિયન બનેલી છે. તેની ઉંમરના બાળકોની વાત કરીએ તો તેમાં તે નનચક્સમાં ત્રીજા નંબર પર આવે છે. તે માત્ર કરાટે સ્ટિક્સ ચાલવતા જ જાણે છે એવું નથી પણ તેને પાંચ અલગ-અલગ પ્રકારના વેપન્સ ચાલવતા પણ આવડે છે, જેમાં eskrima, kamas, nunchucks, katana વગેરે સામેલ છે.

મારી મર્યાદા એ જ છે જે મેં મારી જાત પર મૂકી છે
અકાઇઆએ જણાવ્યું હતું કે, મને નનચક્સ એટલે ગમે છે કારણકે તે એકદમ ફ્રી હોય છે. તમારે માત્ર તેની મુવમેન્ટ સમજવાની હોય છે પછી તો એ એટલા ફ્રી હોય છે કે તમે તેની સાથે કંઈપણ કરી શકો છો. તે જણાવે છે કે મારી મર્યાદા માત્ર એ જ છે જે હું મારી જાત પર મુકું છું. અકાઇઆએ pledge pink projectની શરૂઆત કરી છે.

સ્કોટિશ સિંગરના વીડિયોમાં ફીચર થઇ હતી
આટલી ઉંમરે આટલી સિદ્ધિ હાંસલ કરનાર અકાઇઆ સ્કોટિશ સિંગર કેટી ટનસ્ટોલ (KT Tunstall)ની નજરમાં આવી ગઈ. કેટી ટનસ્ટોલના મ્યુઝિક વીડિયો ‘હ્યુમન બીઇંગ’માં અકાઇઆએ તેના નનચક્સ મૂવ્સ બતાવ્યા હતા.

X
9-year-old Eccaia Sampson is nunchuck master
9-year-old Eccaia Sampson is nunchuck master
9-year-old Eccaia Sampson is nunchuck master
9-year-old Eccaia Sampson is nunchuck master

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી