તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્નની તૈયારી:ઘરમાં થનારા લગ્નની તૈયારીઓ આ રીતે કરો, લિસ્ટ બનાવી દરેક કામ સમયસર પૂરું કરો

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

લગ્ન એક પવિત્ર બંધન છે. તેની રાહ દરેક વ્યક્તિ જુએ છે. ભલે લગ્ન પોતાના હોય અથવા ઘરમાં અન્ય કોઈના, તૈયારીઓને લઈ દરેક ચિંતામાં રહે છે. લગ્ન નક્કી થયા પછી મોટા ભાગના લોકો સમજી નથી શકતા કે કેવી રીતે તૈયારીઓ શરૂ કરવી, તેથી અમે તમને જણાવી રહ્યા છીએ કે તમારા ઘરમાં થનારા લગ્નની તૈયારીઓ કેવી રીતે કરવી જોઈએ.

ફંક્શન કેટલા દિવસના હશે
લગ્ન નક્કી થયા પછી એ નક્કી કરી લો કે તમારે કેવા રીતિરિવાજ પ્રમાણે લગ્ન કરવા છે, જેમ કે હિન્દુ રીતિરિવાજમાં ઘણાં બધાં ફંક્શન હોય છે, જેમ કે પીઠી, મેહંદી, સંગીત, માતા પૂજન વગેરે. તેવામાં દરેક રિવાજ માટે સમય અને દિવસ નક્કી કરી લો, તેથી આખું ફંક્શન કુલ કેટલા દિવસમાં પૂરું થશે એ જાણી શકાય.

હોટલ અથવા ગાર્ડન બુક કરો
ત્યાર બાદ સૌથી પહેલા હોટલ અથવા ગાર્ડન બુક કરાવો. આમ તો તેના માટે પ્રી-બુકિંગ હોય છે. એ લગ્નના અનેક મહિના પહેલાં કરવામાં આવે છે. તેવામાં લગ્નની તારીખ નક્કી થઈ હોય તો પહેલા હોટેલ અથવા ગાર્ડન બુક કરાવી લો.

બજેટનું ધ્યાન રાખો
લગ્નનું બજેટ બનાવવું પણ મહત્ત્વનું છે. લગ્ન ભારતમાં એક ઉત્સવની જેમ કરવામાં આવે છે, જેમાં ખર્ચાનું ધ્યાન રહેતું નથી, પરંતુ જો લગ્ન પહેલાં બજેટ બનાવી લેવામાં આવે તો સારું રહેશે. બજેટ સાથે જ મહેમાનોનું લિસ્ટ પણ બનાવી લો, કારણ કે આ પણ બજેટ સંબંધિત વસ્તુ છે.

બસ, ટ્રેનની ટિકિટ બુક કરાવી લો
જો તમે ડેસ્ટિનેશન વેડિંગ કરવાના છો અથવા અન્ય કોઈ શહેરમાં જઈ લગ્ન કરવાના છો તો એના માટે પહેલા ટ્રેન અથવા ફ્લાઈટની ટિકિટ બુક કરાવી લો, કારણ કે અંતિમ સમયમાં તમને તમારી મરજી પ્રમાણે સીટ અને બુકિંગ નહિ મળે.

શૉપિંગ અને મેનુ પણ જરૂરી
લગ્નમાં શૉપિંગ ખૂબ અગત્યનું કામ છે. શૉપિંગ એક એવું કામ છે જે અંતિમ દિવસ સુધી ચાલુ જ રહે છે. તેવામાં જો પહેલાંથી લિસ્ટ તૈયાર કરી શૉપિંગ શરૂ કરવા લાગો તો તમને સરળતા રહે છે. સૌપ્રથમ દુલ્હા-દુલ્હનનું શૉપિંગ પૂરું કરો. આ સિવાય ભોજનનું મેનુ પણ પહેલાંથી સેટ કરી લો. કેટલા દિવસ સુધી ભોજન બનશે, કેટલા મહેમાન કેટલા દિવસ સુધી રોકાશે એની પણ નોંધ લો.

આ વાતોનું પણ ધ્યાન રાખો
લગ્નના સમયે દરેક ફંક્શન સંબંધિત તમામ જરૂરી વાતોનું ધ્યાન રાખો, જેમ કે મહિલા સંગીત દરમિયાન DJની વ્યવસ્થા, સોન્ગ્સનું લિસ્ટ વગેરે. દુલ્હા-દુલ્હનના સામાનનું પણ ધ્યાન રાખો, સાથે જ લગ્નમાં આવેલા મહેમાનોની વ્યવસ્થા માટે પણ વાત કરતા રહો અને તેમને આપવાના વ્યવહારની તૈયારી કરી લો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો