તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાશિવરાત્રિએ મહાદેવને પ્રસન્ન કરો:મહાશિવરાત્રિ પર આ રીતે મહાદેવને પ્રસન્ન કરો, આ ઉપાય તમને મનપસંદ વર મેળવવામાં મદદ કરશે

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહાશિવરાત્રિનો તહેવાર હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. ભગવાન મહાદેવ એ બધાના દેવતા છે. ખાસ કરીને કુંવારી છોકરીઓ આ ઉત્સવની આતુરતાથી રાહ જોઈ રહી છે. એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રિના દિવસે જે કોઈ કુંવારી યુવતી મહાદેવની પૂજા કરે છે તેને ઇચ્છિત વર મળે છે. આવી સ્થિતિમાં લોકો આ વિશે પણ આતુરતાથી મહાશિવરાત્રિની રાહ જોઈ રહ્યા છે. ફાગણ મહિનાની ચતુર્થીએ મહાશિવરાત્રિનો તહેવાર ઊજવવામાં આવે છે. આ વર્ષે આ તારીખ 11 માર્ચ પર આવી રહી છે. આવી સ્થિતિમાં તમે મહાશિવરાત્રિના પ્રસંગે મહાદેવને પ્રસન્ન કરવાના કેટલાક વિશેષ ઉપાયો જાણો…
 • ભગવાન શિવને ભોલેનાથ પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે ભોલેનાથ પણ તેમના નામ પ્રમાણે ભોળા છે. તેમને ખુશ કરવા પણ ખૂબ જ સરળ છે. મહાશિવરાત્રિના દિવસે વ્રત કરવામાં આવે છે તેમજ ભગવાન ભોલેનાથની પૂજા કરવામાં આવે છે. આ વ્રતથી કુંવારી યુવતીઓને તો વર મળે જ છે, પણ સાથે તેઓ જીવનમાં આવતી મુશ્કેલીઓથી મુક્ત થાય છે.
 • મહાશિવરાત્રિના દિવસે વહેલી સવારે સ્નાન કરીને વ્રત રાખવામાં આવે છે. ત્યાર બાદ ઘરમાં અથવા મંદિરે જઇને ભગવાન શિવની પૂજા કરવી જોઇએ.
 • આ દિવસે, ખાસ કરીને ભગવાન શિવના શિવલિંગ પર જળ અને દૂધથી અભિષેક કરતી વખતે 'ઓમ નમ: શિવાય' નો જાપ કરો.
 • મહાશિવરાત્રિના દિવસે ઉપવાસ કરતી વખતે હંમેશાં સત્યચરણ, સંયમ વર્તન અને નરમ ભાષાનો ઉપયોગ કરો.
 • ભગવાન શિવની આરાધના કરવા માટે રુદ્રાભિષેક, મહારુદ્રાભિષેક કરો, મહામૃત્યુંજયનો જાપ કરો અને ભજન-કીર્તન કરો.
 • શિવને પ્રસન્ન કરવા માટે શિવલિંગ પર ગંગાજળ, પાણી, દૂધ, દહીં, બેલપત્ર, નાળિયેર, મધ વગેરેથી અભિષેક કરો. ભગવાન શિવને પ્રસન્ન કરવા 'ઓમ નમ: શિવાય' જાપ કરીને શિવલિંગ પર ત્રણ પાંદડાંવાળા બીલીપત્ર અર્પણ કરો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો