તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Women
 • Utsav parv
 • Holi Hair Care Latest Tips In Hindi; How To Protect Your Baal This Holi Festival | How Can You Protect Hair From Holi Colour And Rang Gulal?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધુળેટીના દિવસે વાળનું ખાસ ધ્યાન રાખો:ધુળેટીના દિવસે વાળ ખરાબ થવાની બીક રહેતી હોય તો અપનાવો આ સરળ ટિપ્સ

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

ધુળેટીનો તહેવાર આ વખતે માર્ચ મહિનાની 29 તારીખે આવી રહ્યો છે. ધુળેટીને લઈને હંમેશાંંથી જ લોકોની વચ્ચે ઘણો ઉલ્લાસ અને ઉમંગ રહે છે. આ પર્વ માટે ખાસ તૈયારીઓ પણ કરવામાં આવે છે, પરંતુ આ તહેવારમાં રંગ-ગુલાલથી વાળને પહોંચતા નુકસાન અંગે પણ બધા લોકો જાણે જ છે. એવામાં અનેક લોકો ડરી-ડરીને આ તહેવાર ઊજવે છે. જોકે લોકો માટે આ જાણવું પણ ખૂબ જ જરૂરી છે કે દરેક વ્યક્તિના વાળનું એક ટેક્સ્ચર હોય છે. એના પ્રમાણે જ તમારે વાળનું ધ્યાન રાખવાનું હોય છે. તો આ ધુળેટીની સીઝનમાં અમે તમને થોડી એવી સરળ ટિપ્સ જણાવી રહ્યા છીએ, એનાથી તમારા વાળ ધુળેટી પછી પણ સુંદર રહેશે....

સિલ્કી અને સ્ટ્રેટ વાળનું આ રીતે ધ્યાન રાખવુંઃ-
હોળી રમવા માટે ઉત્સાહિત તો બધા જ લોકો રહે છે, પરંતુ એની સાઇડ ઇફેક્ટ્સથી બધા લોકો ડરે છે. ખાસ કરીને વાળ માટે યુવતીઓ વધારે પરેશાન રહે છે. એવામાં જેમના પણ વાળ સિલ્કી અને સ્ટ્રેટ હોય છે તેમણે હોળી રમતાં પહેલાં પોતાના વાળમાં એલોવેરા કે જાસ્મિનવાળું નારિયેળ તેલ સરખી રીતે લગાવી લેવું. નારિયેળ તેલ 90 ટકા સુધી વાળને નુકસાન પહોંચાડતું નથી.

વાકળિયા વાળનું આ રીતે ધ્યાન રાખવુંઃ-
વાકળિયા વાળ માટે સમસ્યા એવી રહે છે કે તેમના વાળ ડ્રાય હોવાને કારણે જલદી જ ગૂંચવાઇ જાય છે. એવામાં હોળી રમવા જતાં પહેલાં તમે તમારા વાળમાં નારિયેળનું તેલ લગાવી લો. તેલ થોડું વધારે માત્રામાં લગાવી લેવું જેનાથી હોળીના રંગ વાળને વધારે નુકસાન પહોંચાડે નહીં. આવું કરવાથી વાળને પોષણ પણ મળશે અને એને સાચવવા પણ સરળ રહેશે.

કલર કરેલા વાળનું આ રીતે ધ્યાન રાખવુંઃ-
જો તમે વાળમાં પહેલાંથી જ કલર કરેલો છે તો એવામાં તમારે તમારા વાળનું ખાસ ધ્યાન રાખવું જોઇએ, કેમ કે તમારા વાળમાં પહેલાંથી જ કેમિકલ રહેલું હોય છે, જેને કારણે વાળને પહેલાંથી જ નુકસાન પહોંચી ગયું છે. આવા વાળમાં હોળી રમતાં પહેલાં નવસેકું નારિયેળ તેલ લગાવવું. ખાસ કરીને વાળના જડમાં એને લગાવો. આવું કરવાથી વાળ સુરક્ષિત રહેશે અને એનો રંગ પણ ખરાબ થશે નહીં.

હોળી રમી લીધા પછી આ રીતે વાળની દેખરેખ કરોઃ-
હોળી રમી લીધા પછી વાળની સ્થિતિ જોઇને તમે ચોક્કસ પરેશાન થઇ જશો, પરંતુ તમારે એવું પણ ધ્યાન રાખવું પડશે કે હોળી રમી લીધા પછી વાળને વધારે પોષણની જરૂરિયાત રહે છે. વાળમાંથી રંગને સંપૂર્ણપણે દૂર કરવા માટે તમારે અનેકવાર શેમ્પૂનો ઉપયોગ કરવો પડશે. એવામાં ધ્યાન રાખો કે વાળમાં માઇલ્ડ શેમ્પૂનો જ ઉપયોગ કરો. વાળને ધોયા પછી નવસેકું નારિયેળ તેલ લગાવવું જોઇએ, એનાથી વાળને પોષણ મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો