તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધુળેટીના દિવસે આવાં કપડાં પહેરો:ધુળેટીના દિવસે જૂનાં કપડાં પહેરીને કંટાળી ગયા હોવ તો આ વખતે ટ્રાય કરો કંઈક નવું અને અલગ

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવતીઓએ પોતાના માટે અનારકલી સૂટ અને ચૂડીદાર સલવાર પસંદ કરવા જોઈએ
  • કંઈક અલગ કરવા માટે શોર્ટ કુરતી સાથે પલાઝો પહેરો

રંગોનો તહેવાર ધુળેટી દેશભરમાં ખૂબ જ ધૂમધામ અને હર્ષોલ્લાસ સાથે ઊજવવામાં આવે છે. ધુળેટીના દિવસે રંગ-ગુલાલથી લોકોને રંગવામાં આવે છે. એવામાં સૌથી મોટી ચિંતા ધુળેટીના દિવસે કપડાં ખરાબ થઇ જવાની રહે છે, જેને કારણે આ દિવસે લોકો જૂનાં કપડાં પહેરે છે, પરંતુ બદલાતા સમયગાળા સાથે જૂનાં કપડાં પહેરવાનો ટ્રેન્ડ પણ જૂનો થઇ ગયો છે. યંગસ્ટર્સને હવે ધુળેટી માટે કંઈક નવું કરવું છે. એવામાં અમે તમને એવી ટિપ્સ જણાવીશું, જેને અપનાવીને ધુળેટીના દિવસે તમે સ્ટાઇલિશમાં જોવા મળશો.

સફેદ રંગને બાય-બાય કહોઃ-
ધુળેટીના અવસરે મોટા ભાગના લોકો સફેદ રંગનાં કપડાં પહેરે છે, પરંતુ હવે એ કોન્સેપ્ટ જૂનો થઇ ગયો છે. ધુળેટીના દિવસે સફેદ રંગને બાય-બાય કરો અને રંગ-બેરંગી કપડાં પહેરો. એનાથી ફાયદો એ થશે કે કપડાં ઉપર રંગ લાગશે તોપણ ખબર પડશે નહીં, સાથે જ ધુળેટીના દિવસ પછી કપડાં પરના રંગને સાફ કરવામાં પણ સરળતા રહેશે.

આરામદાયક કપડાં પસંદ કરોઃ-
ધુળેટીના દિવસ માટે કપડાં પસંદ કરતી સમયે આ વાતનું ધ્યાન રાખો કે તમે જે પણ કપડાં પહેરશો એને સમજીવિચારીને પસંદ કરો. એવાં કપડાં પહેરો, જે આરામદાયક હોય,. કેમ કે ધુળેટીના તહેવારમાં રંગ લગાવતા સમયે ભાગદોડ પણ થઈ જાય છે. એવામાં આરામદાયક કપડાં પસંદ કરવા શ્રેષ્ઠ રહે છે.

ગર્લ્સ કંઈક અલગ ટ્રાય કરી શકે છેઃ-​​​
ફિલ્મો અને ટેલિવિઝનની ધુળેટી તો બધાએ જોઇ જ હશે. એવામાં અનેક યંગસ્ટર્સ તહેવારના અવસરમાં તેમની જેવી જ સ્ટાઇલિંગ કરવા ઇચ્છે છે. એના માટે યુવતીઓએ પોતાના માટે અનારકલી સૂટ અને ચૂડીદાર સલવાર પસંદ કરવા જોઇએ. કંઈક અલગ કરવા માટે શોર્ટ કુર્તી સાથે પલાઝો પહેરે. આવું કરવાથી લુક થોડો સ્ટાઇલિશ થશે અને તમને પણ સેલિબ્રિટી જેવી ફીલિંગ આવશે.

યુવકોએ પણ આ વખતે કંઈક અલગ કરવું-
યુવકો જો કુરતો-પાયજામાથી અલગ કંઈક પહેરવા ઇચ્છે છે તો તેમના માટે પણ અનેક વિકલ્પ છે. તમે ઇચ્છો તો ફુલસ્લીવ્સ પ્લેન શર્ટ સાથે ટ્રાઉઝર પહેરો. આ સિવાય આ અવસરે તમે એક કમ્ફર્ટેબલ લુક ઇચ્છો છો તો ટી-શર્ટ સાથે પાયજામો કે ટ્રેકપેન્ટ પહેરી શકો છો.

ઘરેણાં અને ફૂટવેર પણ ખાસ હોઈ શકે છે
ધુળેટીના દિવસે સ્ટાઇલિંગ કરતી સમયે તમારે તમારાં ઘરેણાં અને ફૂટવેર પર પણ ધ્યાન આપવું જોઇએ. ધુળેટીના દિવસ માટે તમે હળવાં ઘરેણાં જ પસંદ કરો. ભારે ઘરેણાંમાં તમને હોળી રમતી વખતે પરેશાની થઇ શકે છે. ત્યાં જ ફૂટવેર પણ કમ્ફર્ટેબલ હોવા જોઈએ. ધુળેટીના અવસરે હાઈ હીલ્સ પહેરશો નહીં. આ અવસરે તમે શૂઝ, સ્નિકર્સ, બેલી, સ્લિપર, લોફર વગેરે પહેરી શકો છો. ધ્યાન રહે કે જે પણ ફૂટવેર તમે પસંદ કરો એ લપસી જવાય એવા હોવા જોઈએ નહીં.

અન્ય સમાચારો પણ છે...