તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
'હે પત્ની! હું જ્ઞાનવાન છું તુ જ્ઞાનવતી છે, હું સામવેદ છું તું ઋગ્વેદ છે'
'સભા અને સમિતિમાં સ્ત્રીઓ ભાગ લે અને પોતાના વિચારો પ્રગટ કરે.'
અથર્વવેદમાં અપાયેલા આ બે શ્લોક વેદકાલિન એટલે કે આજથી ત્રણ હજાર વર્ષ પહેલાંના સમાજમાં નારીનું સ્થાન શું હતું તેનો અણસાર આપે છે. ચારેય વેદમાં મહિલાઓ વિશે ઘણા બધા શ્લોકો આપેલા છે. ઋગ્વેદમાં 24 અને યજુર્વેદમાં 5 વિદુષીઓનો ઉલ્લેખ છે. એ જ રીતે ઋગ્વેદમાં નારી વિષયમાં 422 મંત્રો છે. વૈદિક ગ્રંથોથી ખ્યાલ આવે છે કે તે વખતે મહિલાઓને સમાજમાં ઊંચું સ્થાન પ્રાપ્ત હતું. અહીં આપણે જોઈએ કે વેદકાલિન ભારતમાં સ્ત્રીઓના અભ્યાસ, લગ્ન, છુટ્ટાછેડા અને દેહવેપાર વિશે કેવા નિયમો હતા.
વૈદિક કાળમાં પુત્રીઓનો અભ્યાસ
વૈદિક કાળમાં પુત્રીનો જન્મ શુભ માનવામાં આવતો હતો. મહાનિર્વાણ તંત્ર અનુસાર 'છોકરીને પણ પૂરી મહેનત અને દેખભાઈ સાથે ભણાવવી જોઈએ અને પાલનપોષણ કરવું જોઈએ'. આજે જનોઈ ભલે માત્ર પુરુષો લેતા હોય, વૈદિક યુગમાં છોકરીઓ પણ જનોઈ પહેરી શકતી હતી. તે યુગમાં ગાર્ગી, ખોના, રોમાસા અને અંભર્ની જેવી વિદૂષીઓ થઈ હતી. તેમણે વૈદિક પાઠનો માર્ગ પસંદ કર્યો હતો અને બ્રહ્મવાદિની કહેવાઈ હતી. લગ્ન થાય અને ભણવાનું છોડી દેવું પડે તેને સદ્યોવધૂ કહેવાતી. તે વખતે છોકરા છોકરીઓ સાથે ભણતા હતા.
વૈદિક કાળમાં સ્ત્રીઓના લગ્ન
વૈદિક કાળમાં આઠ પ્રકારના લગ્ન પ્રચલિત હતા. તેમાં ચાર મુખ્ય હતા - બ્રહ્મ, દૈવ, અર્સ અને પ્રજાત્ય. વૈદિક કાળમાં કન્યાવિવાહ અને પ્રૌઢવિવાહ બનેનું ચલણ હતું. તે સિવાય સ્વંયવરનો પણ રિવાજ હતો, જેમાં રાજકુંવરીઓ પોતાની રીતે પતિ પસંદ કરતી હતી. લગ્ન પછી છોકરીને ગૃહિણી કહેવાતી હતી. દરેક પ્રકારના ધાર્મિક અનુષ્ઠાનમાં પત્નીને સમાન અધિકાર હતો.
વૈદિક કાળમાં વિધવાવિવાહ, લગ્નવિચ્છેદ અને પુનર્લગ્ન
વૈદિક કાળમાં સ્ત્રીઓને લગ્નવિચ્છેદ અને બીજા લગ્ન કરવાનો અધિકાર વિશેષ પરિસ્થિતિઓમાં જ મળતો હતો. પતિનો દેહાંત થાય ત્યારે જબરદસ્તી મુંડન કરાવાતું નહોતું કે પતિની ચિતામાં ચડી જવાની પણ જરૂર નહોતી. પતિના મૃત્યુ બાદ સ્ત્રી ઇચ્છે તો સન્યાસિની તરીકે જીવન ગુજારી શકતી હતી.
વૈદિક કાળમાં દેહવ્યાપાર
વૈદિક સમાજમાં વેશ્યાઓનો પણ સમાવેશ થતો હતો. તેને પોતાની રીતે જીવિકા ચલાવવાનો અધિકાર હતો. જોકે તે માટે કેટલાક નિયમો હતા. આવી સ્ત્રીના લગ્ન કોઈ મંદિરના દેવતા સાથે કરી દેવાતા હતા. તેને દેવદાસી કહેવામાં આવતી હતી. દેવદાસીએ પોતાનું પૂરું જીવન સમાજમાં પુરુષોની સેવામાં વિતાવવાનું રહેતું હતું.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.