તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આધ્યાત્મિક પ્રવૃત્તિઓ:વ્યસ્ત જીવનમાં આધ્યાત્મિકતા સાથે જોડો આ 5 ક્રિયા, મળે છે શરીર અને મનને લાભ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાર્થના એક પ્રકારનો આધ્યાત્મિક પુલ છે, જે આપણને સીધા જ પરમાત્મા સાથે જોડે છે
  • જાપ ધ્વનિની ઊર્જાથી આપણને સીધા બ્રહ્માંડની અનંત શક્તિ સાથે જોડાવાની તક મળે છે

આધ્યાત્મ આપણા જીવનના દરેક પાસામાં હાજર છે. આ દોડધામવાળી જિંદગીમાં આધ્યાત્મ દરેક માટે શાંતિ મેળવવાનો આધાર બન્યું છે. આધ્યાત્મને અનેક લોકો પૂજાપાઠ અને દાન કરીને જ સમજે છે. તો અનેક લોકો તેનો અભ્યાસ ન કરવા અંગે ઈચ્છાશક્તિનો અભાવથી લઈને સમય ન મળતો હોવાનાં બહાનાં કાઢે છે, આથી અમે અહીં તમને જણાવી રહ્યા છીએ 5 સૌથી આસાન અને શક્તિશાળી આધ્યાત્મિક ક્રિયાઓ જેમને રોજિંદા જીવનમાં અપનાવીને પોતાનું જીવન સફળ અને સંતુષ્ટ બનાવી શકો છો.

લાભ:

  • આત્મશાંતિ
  • આત્મસંતુષ્ટિ
  • આંતરિક ખુશી
  • પરમાત્મા સાથે સીધો સંપર્ક
  • યોગ્ય-અયોગ્યની ઓળખમાં આસાની
  • તણાવથી લડવાની શક્તિ
  • આ ક્રિયાઓમાંથી પોતાની ઈચ્છા અનુસાર ઓછામાં ઓછી એક ક્રિયાને આદત બનાવો અને ખુદ એના લાભોનો અનુભવ કરો.

1. પ્રાર્થના
આ એક પ્રકારનો આધ્યાત્મિક પુલ છે, જે આપણને સીધા જ પરમાત્મા સાથે જોડે છે. પરમાત્મા જે તમામ ચીજોનું કેન્દ્ર છે, જે તમામ ચીજોમાં અને તેના માધ્યમથી જીવિત છે. રોજની એક પ્રાર્થના આપણને પ્રેમ, સ્નેહ, જીવન, શાંતિ, શક્તિ, સુંદરતા અને આનંદના ભાવોનો અહેસાસ કરાવે છે.

2. ધ્યાન
ધ્યાન શરીર માટે આધ્યાત્મિક દવાની જેમ કામ કરે છે. દિવસમાં માત્ર 15 મિનિટનું ધ્યાન મગજની શાંતિની સાથે આરોગ્ય માટે લાભદાયી છે. પ્રકૃતિની નજીક રહીને ધ્યાન લગાવવાથી શારીરિક અને માનસિક સંતુષ્ટિનો અહેસાસ થાય છે.

3. જાપ
જાપ ધ્વનિની ઊર્જાથી આપણને સીધા બ્રહ્માંડની અનંત શક્તિ સાથે જોડાવાની તક મળે છે. કોઈપણ એક મંત્રનો જાપ ઓછામાં ઓછી 5 મિનિટ સુધી કરો. મંત્ર જાપ ન કરવા ઈચ્છો તો માત્ર ઓમનું ઉચ્ચારણ કરો.

4. આભાર
આભાર આપણને આપણા વ્યાપમાંથી નીકળીને આસપાસની સારપને જોવામાં મદદ કરે છે. ખરાબ પરિસ્થિતિઓમાં પણ જે કંઈ થોડું સારું થયું એનો આભાર વ્યક્ત કરવો સકારાત્મક જીવનની નિશાની હોય છે.

5. નિઃસ્વાર્થ સેવા
સેવા કાર્ય કરવું એક આસાન ક્રિયા છે, પણ એની પહેલાં આપણને જીવનનાં અનેક પાસાંમાંથી પસાર થવું પડે છે. આનું મહત્ત્વ અનેક લોકોના પોતાના તો અનેક અન્ય લોકોના અનુભવથી જાણે છે. નિઃસ્વાર્થ સેવા કાર્ય જેવા વૃદ્ધોની સેવા, ભૂખ્યાને ભોજન આપવું, ગરીબ બાળકોને ભણાવવા વગેરે કામ આપણને આંતરિક સંતુષ્ટિ, સકારાત્મક જીવન, આત્મવિશ્વાસ, પોતિકાપણાની લાગણી આપે છે.
કઈ રીતે કરીશું આ ક્રિયાઓનો અભ્યાસ

1. પોતાની ઈચ્છા અનુસાર એક ક્રિયાને પસંદ કરો. 2. પ્રાર્થના, જાપ, ધ્યાનને શરૂઆત 5 મિનિટથી કરો. જો તમને સારું અનુભવાય તો ધીમે ધીમે સમય વધારો. 3. આભાર શીખવા માટે દરેક એ વ્યક્તિનો આભાર માનો કે જેનાં કર્મોથી તમારા ચહેરા પર સ્મિત આવે. 4. જો શક્ય હોય તો પ્રકૃતિની નજીક જઈને અભ્યાસ કરો. 5. આધ્યાત્મિક પુસ્તકો વાંચો. આનાથી તમારા મનમાં રહેલી શંકાઓને દૂર કરવામાં મદદ મળશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો