તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાસુની પણ થોડી જવાબદારી હોય:લગ્ન પછી વહુ માટે નવા માહોલમાં ઢળવાની પ્રક્રિયા સરળ કરવી જોઈએ

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાસુ અને વહુ વચ્ચે મજબૂત સંબંધ ત્યારે જ થઈ શકે છે, જ્યારે બંને એકબીજાને સંપૂર્ણ રીતે મહત્ત્વ આપે
  • તમે તમારી વહુ માટે કોઈ ખાસ ડિશ બનાવીને તેને સ્પેશિયલ ફીલ પણ કરાવી શકો છો

લગ્ન પછી જ સંબંધ સૌથી વધારે નાજુક ગણાય છે; એ છે સાસુ-વહુનો, કારણ કે આ સંબંધ પ્રેમ અને સન્માનથી બને છે અને સાસુ તથા વહુ બન્ને એકબીજા પાસે આ વસ્તુની આશા રાખે છે. લગ્ન પછી નવવધૂ પહેલેથી જ નવા સંબંધોને લઈને નર્વસ હોય છે. આવામાં સાસુ હોવાના નાતે તમે આ વસ્તુનું ધ્યાન રાખો. એના માટે વસ્તુઓને સરળ બનાવી દેશે.

1. વહુ સાથે મિત્રતાથી કરો શરૂઆત
તમારા બંનેના સંબંધ પણ નવા હોય છે, જેણે લઈને નાની-મોટી વાતમાં ટકરાવ થવો એ સામાન્ય વાત છે, પરંતુ એ કેટલાક પ્રમાણ કરતાં વધુ વધી જાય તો એ સંબંધનો પાયો હચમચાવી નાખે છે. એવામાં જો સાસુ-વહુના સંબંધની શરૂઆત મિત્રતા સાથે કરવામાં આવે તો બંનેને એકબીજાને સમજવામાં સરળતા રહેશે, સાથે જ સંબંધ પણ વધુ મજબૂત રહેશે. આ સાથે જ દરેક સાસુએ પોતાની વહુ સાથે દીકરી જેવો વ્યવહાર કરવો જોઈએ. તેની સામે વહુએ પણ પોતાની સાસુને માતાનું સ્થાન આપવું જોઈએ.

2. ન થવા દઈએ ગેરસમજ
કોઈપણ નવો સંબંધ જોડાતાં એને ખૂબ જ સંભાળીને નિભાવવો પડે છે. પરિવારમાં નવા સંબંધમાં ઘણીવાર ગેરસમજ થવા લાગે છે, પરંતુ આ બાબતે વહુને ખોટી જવાબદાર ગણવાના બદલે એકસાથે બેસીને આ ગેરસમજને દૂર કરવાના પ્રયાસ કરવા જોઈએ. જો તમે બંને જણા એને દૂર કરવાને બદલે એકબીજાને ટોણા મારવા લાગશો તો એવામાં સંબંધ ખટાશભર્યા જ બનશે.

3. વહુ સાથે શેર કરો વાતો
સાસુ અને વહુ વચ્ચે મજબૂત સંબંધ ત્યારે જ થઈ શકે છે, જ્યારે બંને એકબીજાને સંપૂર્ણ રીતે મહત્ત્વ આપે. બંનેએ ઇચ્છવું જોઈએ કે એકબીજા સાથે ટાઈમ વિતાવીએ અને પોતાની વાતોને શેર કરીએ. બંનેએ એકબીજા સાથે સારી અને નબળી વાતો શેર કરવી જોઈએ. જો કોઈને પણ કોઈ વાતથી પરેશાની છે તો એને ખૂલીને વાત કરવી જોઈએ. સાસુ ઉંમર અને અનુભવમાં મોટાં હોવાથી તેઓ સાચા-ખોટાને સારી રીતે જાણે છે. આ સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તેમની વહુ નવા જમાનાની છે, માટે તેના વિચારોમાં ફરક તો હશે જ.

4. એકબીજાના મહત્ત્વને સમજવું
આજની ભાગદોડભરી જિંદગીમાં એકબીજા માટે સમય કાઢવો ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ એનો અર્થ એ નથી કે તમે એકબીજા પર ધ્યાન જ ન આપો. એવામાં જો તમે જોબ કરો છો અને પોતાની નવી વહુને સમય આપી શકતા નથી તો એવા પ્રયાસ કરવા કે રજાના દિવસે તેના માટે જરૂરથી સમય કાઢો. તમે તેની સાથે શોપિંગ કરવા અથવા બહાર જમવા પણ જઇ શકો છો. ઘરે એકસાથે રસોઈ બનાવીને પણ ટાઈમ વિતાવી શકાય છે. તમે તમારી વહુ માટે કોઈ ખાસ ડિશ બનાવીને તેને સ્પેશિયલ ફીલ પણ કરાવી શકો છો.

આ સાથે જ નવાં સાસુ બનવા પર આ વાતોનું ખાસ ધ્યાન રાખવું

  • વહુ પાસે એટલું જ કામ કરાવો જેટલું તે કરી શકે. એકદમથી કામનો વધુપડતો ભાર તેના પર ન નાખવો.
  • જો તમારા મનમાં કોઈ વાત હોય તો વહુ સાથે સીધી જ વાત કરો અને એ વાતને ત્યાં જ સમાપ્ત કરો.
  • વહુને સમજવાના પ્રયાસ કરવા કે તે હજી નવા ઘરમાં આવી છે, તેને ઘરના નવા માહોલને અપનાવવા માટે થોડો સમય આપો.
  • ક્યારેય પણ ગુસ્સામાં વહુ સામે તેના દ્વારા લાવવામાં આવેલી ચીજોની ગણતરી ન કરાવવી.
  • વહુ સંબંધિત વાતોની ફરિયાદ પુત્રના આવતાંની સાથે તેને ન કરવી. એનાથી ઘરમાં ઝગડો થવાની સંભાવના બની રહે છે.
અન્ય સમાચારો પણ છે...