તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Women
  • Rishtey
  • Don't Compare Relationships Established On Social Media With Any Other Relationship, Keep These Things In Mind

સોશિયલ મીડિયા સાથેના સંબંધોને સાચવીને રાખો:સોશિયલ મીડિયામાં સ્થપાતા સંબંધોને બીજા કોઈ સંબંધો સાથે તુલના ના કરો, આ વાતોનું રાખજો ધ્યાન

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાંચેક વર્ષ પહેલાં સુધી ફેસબુક, સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ જેવાં પ્લેટફોર્મ્સ બહુ ચલણમાં નહોતાં. સોશિયલ મીડિયાએ સંબંધોની નવી પરિભાષા આપી છે, જેને કારણે કેટલાક સંબંધોમાં તણાવ પણ ઊભો થયો છે. નીચેની બાબતોની કાળજી લઈને સોશિયલ મીડિયાને કારણે તમારા સંબંધોમાં આવતા તણાવને અટકાવજોઃ
1. સોશિયલ મીડિયામાં કોઈની સાથે જાતની સરખામણી ના કરો
તમારા સંબંધોની સરખામણી સોશિયલ મીડિયા પર બીજા કોઈ સંબંધો સાથે ના કરો. દરેક સંબંધ પોતાના સમય અનુસાર ચાલતો હોય છે. દૂરથી સંબંધો સારા અને સુખી લાગતા હોય, પણ સોશિયલ મીડિયામાં ક્યારેય પૂર્ણ સત્ય પ્રગટ થતું નથી.
2. પોતાના પાર્ટનરને સ્ટૉક ના કરો
સોશિયલ મીડિયામાં પોતાના પાર્ટનરને ફૉલો કરવામાં કશું ખોટું નથી, પરંતુ તેમની પર્સનલ સ્પેસને છીનવી લેવાની કોશિશ ના કરો. તેમની ટાઇમલાઇન પર વધુ પોસ્ટ ના કરો કે તેમને સ્ટૉક ના કરો, સાથે જ તેમના દ્વારા થતી પોસ્ટ પર વધુ ધ્યાન ના આપો.
3. સોશિયલ મીડિયામાંથી બ્રેક લેતા રહો
આપણને સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહેવાનું પસંદ પડતું હોય તેવું બને, પરંતુ સાથે એ જાણી લેવું જરૂરી છે કે તેમાં વચ્ચે બ્રેક પણ લેવો જોઈએ. સોશિયલ મીડિયા પર વધુ સમય પસાર કરશો તો તમારા પાર્ટનરને એવું લાગશે કે તેના પર તમે ધ્યાન આપી રહ્યા નથી. તમારો સમય પણ બરબાદ થતો બચી જશે અને પાર્ટનર સાથે ક્વૉલિટી સમય વિતાવી શકશો.
4. કમ્યુનિકેશન એક્સપેક્ટેશન નક્કી કરો
પાર્ટનર સાથે ખૂલીને વાત કરો કે સોશિયલ મીડિયા પર તમારા બંનેના સંબંધોને કેવી રીતે અને કેટલી હદે દર્શાવવાનું ઈચ્છો છો. તમારા પાર્ટનર તમારી રિલેશનશિપ વિશે વધારેપડતું ખૂલીને પોસ્ટ કરી રહ્યા હોય અને તમને નાપસંદ હોય તો એ વિશે સ્પષ્ટતાથી વાત કરી લો.
5. દરેક બાબતને સોશિયલ મીડિયામાં પોસ્ટ ના કરો
તમારી વચ્ચે ઝઘડો થાય તો એની વાત પણ પોસ્ટ કરીને લોકોની હાંસીનું પાત્ર ના બનશો. તમારી લડાઈને જગજાહેર કરવાના બદલે પાર્ટનર સાથે વાત કરીને વિખવાદનો અંત લાવો.
6. પોતાના એક્સને સોશિયલ મીડિયામાં ફૉલો ના કરો
તમારા પાર્ટનર તમારા એક્સ વિશે કમ્ફર્ટેબલ ના હોય તો સોશિયલ મીડિયામાં તમારા એક્સને ફૉલો ના કરો. તેમની સાથે ઑનલાઇન જોડાયેલા રહેવાથી તમારા વર્તમાન સાથીને લાગશે કે તમને હજીય તેમનામાં દિલચસ્પી છે.
7. લેટનો અર્થ લેટ જ કહેવાય
તમે રાત્રે બે વાગ્યે કંઈ કોઈને કૉલ કે મેસેજ નથી કરતા. એ જ રીતે તમારે પણ મોડી રાત સુધી સોશિયલ મીડિયામાં મચ્યા રહેવું જોઈએ નહિ. આ સમય તમારે તમારા પાર્ટનર સાથે કોઈ ડિસ્ટર્બન્સ વિના પસાર કરવો જોઈએ.
8. યાદ રાખો કે સૌની નજર છે
તમારું પેજ પ્રાઇવેટ છે, એનાથી કોઈ ફરક પડતો નથી. સોશિયલ મીડિયા એક પબ્લિક ફોરમ છે, જ્યાં એકવાર કંઈક મૂકો એ સૌને જોવા મળી જતું હોય છે. સ્ક્રીનશૉટ અને સ્ક્રીન રેકૉર્ડરથી ઘણીબધી બાબતો વાઇરલ થઈ જતી હોય છે. તમારા પાર્ટનરે લીધેલી તસવીરો વિશે કે બીજી બાબતો વિશે બીજાને જણાવવા ના માગતા હોય ત્યારે ક્યારેય તેને પોસ્ટ ના કરો.

અન્ય સમાચારો પણ છે...