તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્નેક્સ:પાર્ટીનું પર્ફેક્ટ સ્કેન પનીર લોલીપોપ

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

પનીર લોલીપોપ

સામગ્રી

 • 1 કપ પનીર
 • 2 બટેટાં (બાફેલાં)
 • 2 લીલાં મરચાં
 • 1/2 કેપ્સિકમ, ઝીણા સમારેલા
 • 1 ટી સ્પૂન આદુ
 • 1 ટી સ્પૂન લસણ
 • 1/2 ટી સ્પૂન જીરું-પાઉડર
 • 1/2 ટી સ્પૂન ગરમ મસાલો પાઉડર
 • 1/2 ટી સ્પૂન ચાટ મસાલો
 • 1/4 કપ કોથમીર
 • સ્વાદાનુસાર મીઠું
 • સ્વાદાનુસાર લાલ મરચું-પાઉડર
 • 1 કપ બ્રેડ ક્રમ્બ્સ
 • 1/2 કપ મેંદો

બનાવવાની રીત

 • પનીર અને બાફેલાં બટેટાંને એક વાસણમાં છીણી લો.
 • હવે કેપ્સિકમ અને તમામ મસાલા નાખીને સારી રીતે મિક્સ કરો અને 10-15 મિનિટ માટે ઢાંકીને રાખો.
 • મિશ્રણના નાના ગોળ બોલ બનાવીને રાખવા.
 • મેંદામાં પાણી નાખીને બેટર તૈયાર કરવું.
 • પનીર બોલ્સને મેંદાના બેટરમાં ડુબાડીને બ્રેડ ક્રમ્બ્સમાં રોલ કરો.
 • તે ક્રિસ્પી બ્રાઉન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો અને દરેક બોલના અંદર ટૂથપીક લગાવવો.
 • ચટણી અથવા સોસની સાથે સર્વ કરો.

સ્ટફિંગ માટે

 • બાફેલા બટેટાંને છોલીને નાના ટૂકડામાં કટ કરી લો.
 • કચોરીને વચ્ચે ગોલગપ્પાની જેમ કાણું પાડીને એક પ્લેટમાં રાખો.
 • તેની અંદર દહીં વડાના નાનાં ટૂકડા, પાપડી, બટેટા, કાબુલી ચણા, મીઠું, બુંદી, લાલ મરચું પાઉડર, ચાટ મસાલો, દહીં, લીલી
 • ચટણી, મીઠી ચટણી, સેવ, દાડમના દાણા, કોથમીર નાખીને સર્વે કરો.

મહેમાનોને ખવડાવો ફણસના પકોડા

સામગ્રી

 • 500 ગ્રામ કાચું ફણસ
 • 1.5 નાની ચમચી મીઠું
 • ½ ચપટી હિંગ
 • 1 કપ બેસન
 • ½ કપ ચોખાનો લોટ
 • 2 ઝીણાં સમારેલાં લીલાં મરચાં
 • સ્વાદ પ્રમાણે લાલ મરચું-પાઉડર
 • 1.5 નાની ચમચી ધાણા-પાઉડર
 • ½ નાની ચમચી આમચૂર-પાઉડર
 • ½ નાની ચમચી અજમો
 • તળવા માટે તેલ

બનાવવાની રીત

 • ફણસને નાના નાના પીસમાં કટ કરી લો અને બી કાઢી લેવા.
 • કૂકરમાં અડધો કપ પાણી, મીઠું અને 1 ચપટી હિંગ નાખીને સમારેલું ફણસ નાખીને એક સીટી વગાડો.
 • ચઢેલા ફણસને કૂકરમાંથી કાઢી લો.
 • એક વાસણમાં બેસન, ચોખાનો લોટ, સ્વાદાનુસાર મીઠું અને જરૂર પ્રમાણે થોડું પાણી નાખીને બેટર તૈયાર કરો.
 • બેટરમાં લાલ મરચું-પાઉડર, લીલાં મરચાં, હળદર ધાણા-પાઉડર, આમચૂર, ગરમ મસાલો, અજમો અને એક ચમચી ગરમ તેલ નાખીને મિક્સ કરો.
 • બેટરમાં ફણસને ડીપ કરો અને મધ્યમ તાપે પર ડીપ ફ્રાય કરો.
 • ગરમ પકોડાને ટામેટાં કેચપ અથવા ટામેટાંની ખાટી ચટણીની સાથે સર્વ કરો.

રાજ કચોરીથી ખાવાનો સ્વાદ વધારો

સામગ્રી

 • 1 કપ મેંદો
 • 1/4 કપ રવો
 • 2 પિંચ બેકિંગ સોડા
 • જરૂર પ્રમાણે તેલ
 • સ્વાદાનુસાર મીઠું

કચોરીના સ્ટફિંગ માટે

 • 1 કપ કાબુલી ચણા ( બાફેલા)
 • 2 બટેટાં (બાફેલાં)
 • 1 કપ બુંદી
 • 10 પાપડી
 • જરૂર પ્રમાણે દાડમના દાણા
 • 1 કપ દહીં
 • જરૂરિયાત પ્રમાણે લીલી ચટણી
 • જરૂરિયાત પ્રમાણે ચાટ મસાલો
 • જરૂરિયાત પ્રમાણે લીલી કોથમીર
 • જરૂરિયાત પ્રમાણે ગળી ચટણી
 • જરૂરિયાત પ્રમાણે સેવ
 • જરૂરિયાત પ્રમાણે દહીં વડાં
 • જરૂરિયાત પ્રમાણે લાલ મરચું-પાઉડર
 • સ્વાદાનુસાર મીઠું

બનાવવાની રીત

 • સૌથી પહેલા એક કપ મેંદામાં રવો, મીઠું, બેકિંગ સોડા અને એક ચમચી તેલ નાખી મિક્સ કરીને લોટ બાંધી લેવો.
 • હવે લોટના લુઆ બનાવીને સૂકા લોટની મદદથી એને પાતળા વણી લો.
 • ગરમ તેલમાં નાખીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો