Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લંચ:લંચ માટે 15 મિનિટમાં બનાવો બટેટાં-લીલાં લસણની સિંધી સબ્જી
સામગ્રી
- 250 ગ્રામ લીલાં લસણને ઝીણું સમારી લો.
- 2 બટેટાં મધ્યમ આકારમાં સમારેલાં
- 1/2 ટી સ્પૂન જીરું
- 2 લીલાં મરચાં ટુકડામાં સમારેલાં
- 1/2 ટી સ્પૂન હળદર-પાઉડર
- 1 ટી સ્પૂન ધાણા-પાઉડર
- 1/2 ટી સ્પૂન આમચૂર-પાઉડર
- સ્વાદાનુસાર મીઠું
- સ્વાદાનુસાર લાલ મરચું-પાઉડર
- લીલી કોથમીર ગાર્નિશ કરવા માટે
બનાવવાની રીત
- એક પેનમાં તેલ ગરમ કરવું. જીરું નાખો અને વઘાર આવે ત્યાં સુધી રાહ જુઓ.
- બટેટાં નાખીને 5થી 7 મિનિટ સુધી ફ્રાય કરો.
- તમામ મસાલા અને લસણનાં પાંદડાં નાખો. ઢાંકીને 5-10 મિનિટ સુધી ચઢવા દો. જરૂર હોય તો પાણી નાખો.
- લીલી કોથમીરથી ગાર્નિશ કરો અને સર્વ કરો.
--------------------------
સાઉથ-સ્ટાઇલ રાજમા રાઇસ રેસિપી
સામગ્રી
- 175 ગ્રામ ચઢેલા ભાત
- 4 ટેબલ સ્પૂલ તેલ
- 1 લીલાં કેપ્સિકમ સમારેલાં
- 1 લાલ કેપ્સિકમ સમારેલાં
- 2 ડુંગળી ઝીણી સમારેલી
- 2 લીલાં મરચાં બી કાઢીને ઝીણાં સમારેલાં
- 3 ટામેટાં મધ્યમ આકારમાં સમારેલાં
- 100 ગ્રામ રાજમા ચઢેલા
- 1 ટેબલ સ્પૂન તાજી તુલસીનાં પાંદડાં
- 1 ટી સ્પૂન ડ્રાઈ થાઈમ (અથવા તમે અજમાનો પણ ઉપયોગ કરી શકો છો)
- 1 ટી સ્પૂન પેપરિકા (લાલ મરચાં અથવા ચિલી ફલેક્સ)
- 1/2 ટી સ્પૂન લસણ-પાઉડર
- 1/2 ટી સ્પૂન કાળા મરી ક્રશ કરેલા
- 1/2 ટી સ્પૂન ડ્રાય ડુંગળી-પાઉડર
- મીઠું
બનાવવાની રીત
- એક પેનમાં તેલ ગરમ કરો.
- ડુંગળી, લાલ મરચું અને કેપ્સિકમ નરમ થાય ત્યાં સુધી ફ્રાય કરો.
- મરચાં અને ટામેટાં નાખો અને 2 મિનિટ સુધી ચઢવા દો.
- રાજમા અને ચોખાને મિક્સ કરો.
- હર્બ અને મસાલા નાખવા.
- સારી રીતે મિક્સ કરી લો.
- તુલસીનાં પાંદડાંથી ગાર્નિશ કરો.
ઢાબાસ્ટાઇલ દાલ તડકા
સામગ્રી
- બે કપ તુવેરદાળ
- 3 ઝીણાં સમારેલાં ટામેટાં
- 2 ડુંગળી સમારેલી
- 4 લીલાં મરચાં ઝીણાં સમારેલાં
- 2 નાની ચમચી ધાણા-પાઉડર
- 1 નાની ચમચી હળદર
- 1 નાની ચમચી લાલ મરચું-પાઉડર
- 1 નાની ચમચી જીરું
- 1 ચમચી આદુ અને લસણની પેસ્ટ
- 1 ચપટી હિંગ
- 1 આખું લાલ મરચું
- 1 મોટી ચમચી ઘી અથવા માખણ
- મીઠું સ્વાદાનુસાર
બનાવવાની રીત
- તુવેરની દાળને ધોઈને થોડીવાર માટે પલાળી દો.
- દાળ, હળદર, મીઠું અને પાણી કૂકરમાં નાખીને દાળ ચઢે ત્યાં સુધી સીટી વગાડો.
- એક કઢાઈમાં એક ચમચી ઘી નાખી એને ગરમ કરો અને ડુંગળી, આદુ-લસણની પેસ્ટ નાખીને એને શેકી લો.