તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિનર રેસિપી:કંઈક સ્પેશિયલ બનાવવું હોય તો ટ્રાય કરો સ્ટર ફ્રાઇડ કેપ્સિકમ એન્ડ પનીર

6 મહિનો પહેલા
 • કૉપી લિંક

પનીર કોલ્હાપુરી

સામગ્રી

 • 250 ગ્રામ ફ્રેશ પનીર
 • 2-3 ટેબલ સ્પૂન સરસિયાનું તેલ
 • 2 નાની ચમચી તલ
 • 1.5 નાની ચમચી જીરું
 • 1 નાની ચમચી વરિયાળી
 • 4 ટામેટાં
 • 2 લીલાં મરચાં
 • 1 ઈંચ ટુકડો આદુ
 • ¼ કપ કાજુ
 • ⅓ કપ સુકાયેલું નારિયેળ (છીણેલું)
 • આખા ગરમ મસાલા (1 મોટી એલચી, 2 નાની એલચી, 4 લવિંગ, 8-10 કાળા મરી, 1 ઈંચ તજ)
 • 2 આખાં લાલ મરચું
 • મીઠું - સ્વાદાનુસાર
 • ½ નાની ચમચી લાલ મરચું-પાઉડર
 • ¼ નાની ચમચી હળદર-પાઉડર
 • 1 નાની ચમચી ધાણા-પાઉડર
 • 1 ચપટી હિંગ
 • લીલી કોથમીર

બનાવવાની રીત

 • પનીરને 1-1 ઈંચના ચોરસ ટુકડામાં કટ કરી લો અને ટામેટાં, લીલાં મરચાં, આદુ, કાજુને મિક્સરમાં નાખીને પેસ્ટ બનાવી લો.
 • પેનને ગરમ કરો, એમાં તલ, 1 નાની ચમચી જીરું, વરિયાળી, તજ, લવિંગ, કાળા મરી, નાની એલચી અને મોટી એલચી નાખો અને સતત હલાવતા રહો અને થોડું ચઢી જાય ત્યારે એમાં નારિયેળનું છીણ મિક્સ કરીને શેકી લો.
 • મસાલાને એક થાળીમાં કાઢી લો અને પંખાની નીચે ઠંડું થવા માટે રાખી મૂકો. જ્યારે એ ઠંડું થઈ જાય તો એને મિક્સરમાં નાખીને ક્રશ કરી લો.
 • કઢાઈમાં સરસિયાનું તેલ ગરમ કરવું અને જીરાનો વઘાર કરો, એમાં હિંગ, હળદર, ધાણાને શેકો.
 • એમાં આખા લાલ મરચાં, ટામેટાં, લીલાં મરચાં, આદુ અને કાજુની પેસ્ટ નાખીને મિક્સ કરો.
 • આ મસાલાને ત્યાં સુધી શેકો જ્યાં સુધી મસાલા તેલ ન છોડે.
 • હવે એમાં લાલા મરચું-પાવડર અને ક્રશ કરલો મસાલો મિક્સ કરો.
 • અડધો કપ પાણી નાખીને થોડીવાર માટે ઢાંકી દો, જ્યારે ઊભરો આવે તો મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી લો.
 • તૈયાર ગ્રેવીમાં પનીરના ટુકડા નાખીને 3થી 4 મિનિટ સુધી ધીમા તાપે ઢાંકીને ચઢવા દો.
 • ગરમાગરમ પનીર કોલ્હાપુરીને કોથમીરથી ગાર્નિશ કરો અને રોટલી અથવા રાઈસની સાથે સર્વ કરો.

કેપ્સિકમ એન્ડ પનીર

સામગ્રી

 • 350 ગ્રામ પનીર ક્યુબ્સમાં કટ કરેલાં
 • 1/4 કપ તેલ
 • 1/2 ટી સ્પૂન લસણની પેસ્ટ
 • 1/2 ટી સ્પૂન આદુની પેસ્ટ
 • 1 કપ ડુંગળી ક્યુબ્સમાં કટ કરેલી
 • 1 કપ કેપ્સિકમ ક્યુબ્સમાં કટ કરેલા
 • 1 ટેબલ સ્પૂન સોયા સોસ
 • સ્વાદાનુસાર મીઠું
 • 2 ટેબલ સ્પૂન વિનેગાર
 • ગાર્નિશ કરવા માટે લીલાં મરચાં અને કોથમીર

બનાવવાની રીત

 • એક કઢાઈમાં તેલ ગરમ કરો અને એમાં ડુંગળી, લસણ, આદુ અને કેપ્સિકમ નાખીને ફાસ્ટ પર ડુંગળીને ચઢવા દો.
 • સોયા સોસ, મીઠું, વિનેગાર અને પનીર મિક્સ કરો.
 • 3-4 મિનિટ સુધી ચઢવા દો અને લીલાં મરચાં, લીલી કોથમીરની સાથે ગાર્નિશ કરીને સર્વ કરો.

સામગ્રી

 • 1 તમાલપત્ર
 • 1 ડુંગળી
 • 1 ટેબલ સ્પૂન લસણની પેસ્ટ
 • 1 કપ મશરૂમ
 • 1 કપ બેલ પેપર્સ
 • 1 કપ બ્લેક બીન્સ
 • 1 કપ કિડની બીન્સ
 • 1/2 ટેબલ સ્પૂન જીરું-પાઉડર
 • 1 ટેબલ સ્પૂન લાલ મરચું-પાઉડર
 • પાસર્લે
 • લીલી કોથમીર
 • 2 ટેબલ સ્પૂન જૈતૂનનું તેલ
 • 1 કપ ટામેટાંની પ્યુરી
 • થાઈમ
 • ઓરિગાનો
 • ટામેટાં
 • સ્વાદનુસાર મીઠું અને કાળા મરી
 • 1/2 કપ ટામેટાં જ્યૂસ
 • 2 લીલાં મરચાં

બનાવવાની રીત

 • કઢાઈમાં જૈતૂનનું તેલ ગરમ કરો. એમાં તમાલપત્ર અને ડુંગળી નાખવી.
 • હવે તેમાં લસણ અને મશરૂમ નાખો.
 • ઢાંકીને મશરૂમને થોડીવાર સુધી ચઢવા દો. એમાં કિડની બીન્સ, બ્લેક બીન્સ અને બેલ પેપર્સ નાખીને સારી રીતે મિક્સ કરી લો.
 • લાલ મરચું-પાઉડર, જીરું-પાઉડર, ઓરિગાનો, પાસર્લે અને થાઈમનાં પાંદડાં નાખવાં. તેમાં હવે ટામેટાંની પ્યુરી અને ટામેટાં નાખીને ઢાંકી દો.
 • લીલા મરચાં અને લીલી કોથમીર નાખીને ગાર્નિશ કરો અને સર્વ કરો.
અન્ય સમાચારો પણ છે...