તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેઝર્ટ:મીઠાની ક્રેવિંગ હોય તો ખાઓ અશોકા હલવો

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

દૂધી અને કેળાંની હેલ્ધી સ્વાદિષ્ટ ખીર

સામગ્રી

 • 800 ગ્રામ ફુલ ફેટ દૂધ
 • 400 ગ્રામ દૂધી (છાલ કાઢેલી છીણેલી)
 • 2 કેળાં ( છાલ કાઢેલું અને છીણેલું)
 • 30 ગ્રામ ખોયા
 • 20 ગ્રામ બદામ, ટુકડામાં સમારેલી
 • 10 ગ્રામ ચારોળી
 • 10 ગ્રામ કાજુ (ક્રશ કરેલા)
 • 90 ગ્રામ બ્રાઉન શુગર
 • 1 ટી સ્પૂન એલચી-પાઉડર
 • 25 ગ્રામ ઘી
 • 8/10 કેસરના રેશા

બનાવવાની રીત

 • બદામની સ્લાઈસ કરો, કાજુને ક્રશ કરો અને એક પેનમાં ઘી નાખીને શેકી લો. એક પ્લેટમાં કાઢી લો.
 • પેનમાં છીણેલાં કેળા નાખો અને હળવા બ્રાઉન થાય ત્યારે છીણેલી દૂધી નાખવી અને ધીમા તાપે 8/10 મિનિટ સુધી ચઢવા દો.
 • એમાં દૂધ નાખો અને જ્યારે ઊભરો આવે તો ગેસ ધીમો કરી દો અને એને 25 મિનિટ સુધી ધીમા તાપે ચઢવા દો. વચ્ચે વચ્ચે
 • હલાવતા રહો.
 • હવે એમાં ખાંડ અને ખોયા મિક્સ કરો. એલચી-પાઉડર અને કેસર નાખીને 2/3 મિનિટ સુધી ચઢવા દો.

પોષક તત્ત્વોથી ભરપૂર બીટનો હલવો

સામગ્રી

 • 500 ગ્રામ બીટ
 • 180 ગ્રામ ખાંડ
 • 500 ગ્રામ દૂધ
 • 3 ગ્રામ એલચી-પાઉડર
 • 30 ગ્રામ બદામ
 • 50 ગ્રામ કાજુ
 • 60 ગ્રામ ઘી
 • 100 ગ્રામ ખોયા

બીટનો હલવો બનાવવાની રીત

 • બીટને ધોઈને છાલ કાઢી લો અને છીણી લો.
 • બદામને ઉકળતા પાણીમાં નાખો, છાલ કાઢીને લંબાઈમાં કટ કરી લો.
 • એક ચમચી ઘી ગરમ કરો અને તેમાં કાજૂને ફ્રાય કરીને એક બાજું મૂકી દો.
 • પેનમાં એક મોટી ચમચી ઘી ગરમ કરો, તેમાં છીણેલું બીટ નાખો અને ધીમા તાપ પર ત્યાં સુધી ચઢવા દો જ્યાં સુધી સુગંધ ન આવે.
 • ત્યારબાદ તેમાં દૂધ નાખો અને ધીમા તાપ પર ચઢવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો. તેને ત્યાં સુધી ચઢવા દો જ્યાં સુધી બીટ નરન ન થઈ જાય અને દૂધ સંપૂર્ણ રીતે સૂકાઈ ન જાય.
 • ત્યારબાદ તેમાં ખાંડ, ખોયા નાખો અને ખાંડને સંપૂર્ણ રીતે ઓગળવા દો.
 • તેમાં એલચી પાઉડર, વધેલું ઘી નાખીને ધીમા તાપે થોડી વાર સુધી ચઢવા દો.
 • હવે તેને કાજૂ, બદામથી ગાર્નિશ કરીને ગરમાગરમ સર્વ કરો

અશોકા હલવો

સામગ્રી

 • 2 કપ મગદાળ
 • 1 કપ ઘઉંનો લોટ
 • 1/4 કપ ઘી
 • 1/2 કપ ખાંડ
 • એક ચપટી કેસર
 • 1 ટી સ્પૂન એલચી-પાઉડર
 • 2 ટેબલ સ્પૂન કાજુ (વૈકલ્પિક)
 • 2 ટેબલ સ્પૂન કિસમિસ (વૈકલ્પિક)

બનાવવાની રીતઃ

 • પ્રેશરકૂકરમાં મગદાળ, એક ચમચી ઘી અને પાણી નાખીને 4 સીટી વગાડવી.
 • દાળ ઠંડી થાય ત્યારે એને ક્રશ કરીને પેસ્ટ તૈયાર કરો.
 • ઘીમાં ઘઉંનો લોટ નાખીને સારી રીતે શેકી લો અને ડ્રાયફ્રૂટ્સ અલગથી ફ્રાય કરીને રાખો.
 • હવે એને દાળની પેસ્ટમાં નાખીને ત્યાં સુધી ચઢવા દો જ્યાં સુધી ઘી છૂટું ના પડે.
 • એલચી-પાઉડર અને ફ્રાય ડ્રાયફ્રૂટ્સ નાખીને સર્વ કરો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો