તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્રત સ્પેશિયલ રેસિપી:કંઈક ચટપટું ખાવાની ઈચ્છા હોય તો ફળાહારી આલુટિક્કી

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

કંઈક ચટપટું ખાવાની ઈચ્છા હોય તો ફળાહારી આલુટિક્કી

ફળાહારી આલુટિક્કી બનાવવા માટે સામગ્રીઃ

 • 4 મોટાં બાફેલાં બટેટાં
 • 1-2 લીલાં મરચાં (ઝીણાં સમારેલાં)
 • 8-10 કાળા મરી( વાટેલા)
 • 2-3 ટેબલ સ્પૂન લીલી કોથમીર (ઝીણી સમારેલી)
 • સ્વાદાનુસાર સિંધવ મીઠું
 • ½ નાની ચમચી આદુ (ઝીણું સમારેલું)
 • જરૂરિયાત પ્રમાણે ઘી અથવા તેલ
 • 1 નાની ચમચી જીરું-પાઉડર
 • 1 વાટકી દહીં
 • 1 વાટકી દાડમના દાણા
 • અડધી વાટકી ચટણી

બનાવવાની રીત

 • વ્રત માટે ફળાહારી આલુટિક્કી બનાવવા માટે સૌથી પહેલા બટેટાંને બાફીને છોલી લેવાં. બટેટાંને મેશ કરી લો.
 • તેમાં મીઠું, ધાણા, આદુ, લીલા મરચાં, જીરું-પાઉડર નાખીને સારી રીતે મિક્સ કરી લો.
 • હવે હથેળીની વચ્ચે તેને રાખીને ગોળ ટિક્કી બનાવી લેવી, તવા પર ઘી લગાડીને મધ્યમ તાપ પર ટિક્કીને બંને તરફ શેકી લો.
 • પ્લેટમાં ટિક્કીને કાઢીને તેના પર દહીં નાખીને દાડમના દાણા અને ચટણી નાખીને ખાઓ અને ખવડાવો.

વ્રત માટે બેસ્ટ ઓપ્શન છે ફળાહારી પુલ્લા

ફળાહારી પુલ્લા બનાવવા માટે સામગ્રી

 • 3 મિડિયમ આકારનાં કાચાં બટેટાં
 • 2 મોટી ચમચી ભાત ક્રશ કરેલા
 • 1 મોટી ચમચી સાબુદાણા ક્રશ કરેલા
 • 2 લીલાં મરચાં સમારેલાં
 • 2 લીલી કોથમીર સમારેલી
 • સ્વાદાનુસાર સિંધવ મીઠું
 • ¼ નાની ચમચી કાળા મરીનો પાઉડર
 • 1 મોટી ચમચી દેશી ઘી
 • 1 ઈંચ આદુ

ફળાહારી પુલ્લા રેસિપીઃ

 • બટેટાંને સારી રીતે છોલી લો, ત્યાર બાદ એને છીણી લેવાં.
 • છીણેલાં બટેટાંમાં ભાત (ક્રશ કરેલા), ક્રશ કરેલા સાબુદાણા, સિંધવ મીઠું, કાળા મરી, લીલાં મરચાં, આદુ અને લીલી કોથમીર અને થોડું
 • દહીં અને પાણી નાખીને સારી રીતે મિક્સ કરો.
 • નૉનસ્ટિક તવા પર થોડું ઘી લગાડીને ચીકણો કરી લો.
 • થોડું મિશ્રણ લઈને તવા પર પુલ્લા બનાવો, ચારેય તરફથી શેકો, થોડું ઘી પુલ્લા પર પણ નાખવું.
 • હળવા બ્રાઉન થાય ત્યારે ચમચાથી ઊથલાવીને શેકો. ગરમાગરમ પુલ્લાને ટામેટાં અથવા લીલી કોથમીરની ચટણીની સાથે સર્વ કરો.

વ્રતમાં કંઈક હેલ્થી ખાવું હોય તો જરૂર ટ્રાય કરો- કાચા કેળાંની ટિક્કી

કાચાં કેળાંની ટિક્કી બનાવવાની સામગ્રી

 • 4 કાચાં કેળાં
 • 2 લીલાં મરચાં
 • 1 ઈંચ આદુનો ટુકડો
 • 1/4 કપ લીલા વટાણા બાફેલા
 • 1 ચપટી હિંગ
 • 1/4 ચમચી લાલ મરચું-પાઉડર
 • 1/2 ચમચી ગરમ મસાલો પાઉડર
 • 1/4 ચમચી આમચૂર-પાઉડર
 • સ્વાદાનુસાર મીઠું
 • તળવા માટે તેલ

કાચાં કેળાંની ટિક્કી બનાવવાની વિધિ

 • સૌથી પહેલા કાચાં કેળાંને બાફીને છાલ કાઢી લેવી.
 • એક વાસણમાં બાફેલાં કેળાંને સારી રીતે મેશ કરી લો.
 • હવે મિક્સરમાં લીલાં મરચાં, આદુ અને વટાણા નાખીને પીસી લો અને તેને પણ કેળાંની સાથે મિક્સ કરી લો.
 • હવે તેમાં હિંગ, લાલ મરચું-પાઉડર, ગરમ મસાલો પાઉડર, આમચૂર-પાઉડર અને મીઠું નાખીને સારી રીતે મિક્સ કરો.
 • હવે તૈયાર મિશ્રણથી ગોળ ટિક્કી બનાવીને રાખતા જવું
 • આ ટિક્કીને સૈવયામાં રોલ કરો અને તેલમાં ડીપ ફ્રાય કરો.
 • તૈયાર છે કેળાંની ક્રિસ્પી ટિક્કી, તેને ગરમાગરમ સર્વ કરો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો