તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વન પૉટ રેસિપી:રાઈસનું લાજવાબ વર્ઝન ફુદીના રાઇસ

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

સ્પ્રાઉટ સ્પિનેચથી પુવાલને હેલ્ધી ટ્વિસ્ટ આપો
​​​​​​

સામગ્રી

 • 100 ગ્રામ બીન્સ ફણગાવેલા
 • 100 ગ્રામ ચણા ફણગાવેલા
 • 500 ગ્રામ બ્રાઉન રાઈસ
 • 250 ગ્રામ પાલક
 • 5 ગ્રામ જીરું
 • 2 ગ્રામ તમાલપત્ર
 • 2 ગ્રામ લવિંગ
 • 100 ગ્રામ ડુંગળી
 • 20 ગ્રામ લીલી કોથમીર સમારેલી
 • 20 ગ્રામ ફુદીનો સમારેલો
 • 50 ગ્રામ કેપ્સિકમ સમારેલાં
 • સ્વાદાનુસાર મીઠું
 • જરૂરિયાત પ્રમાણે તેલ
 • 1 ટેબલ સ્પૂન આદુ-લસણની પેસ્ટ

બનાવવાની રીત

 • બ્રાઉન રાઈસને સારી રીતે ધોઈને 30 મિનિટ માટે પલાળીને રાખો.
 • એક પેનમાં તેલ ગરમ કરો અને એમાં લવિંગ, તમાલપત્ર અને જીરું નાખીને ફ્રાય કરો. એમાં સમારેલી ડુંગળી નાખવી અને એ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો.
 • એમાં આદુ-લસણની પેસ્ટ નાખીને થોડીવાર સુધી શકો.
 • ત્યાર બાદ એમાં ચણા સ્પ્રાઉટ, બીન્સ સ્પ્રાઉટ, કેપ્સિકમ અને પાલક નાખીને એને સારી રીતે મિક્સ કરો અને ત્રણ મિનિટ સુધી ચઢવા દો.
 • લીલી કોથમીર, ફુદીનાનાં પાંદડાં, બ્રાઉન રાઈસ, મીઠું અને પાણી નાખીને મિક્સ કરો અને પાણી સૂકાઈ જાય ત્યાં સુધી ઢાંકીને ચઢવા દો.
 • હવે ગેસ બંધ કરો, પુલાવને 6 મિનિટ માટે બંધ રહેવા દો.
 • લીલી કોથમીર નાખીને ગાર્નિશ કરો.

સુગંધિત મસાલાની સાથે હેલ્ધી કેરેટ પુલાવ

સામગ્રી

 • 1 કપ ચોખા
 • 1.5 કપ પાણી
 • 1.5 કપ ગાજર
 • 3 ટેબલ સ્પૂન ઘી
 • 2-3 લવિંગ
 • 1 ઈંચ તજ
 • 1 ટી સ્પૂન કાળી એલચીના દાણા
 • સ્વાદાનુસાર મીઠું

બનાવવાની રીત

 • લવિંગ, તજ, એલચીને બંનેને ગરમ ઘીમાં નાખો.
 • એમાં ગાજર નાખો અને થોડીવાર સુધી શેકો.
 • એમાં ચોખા, પાણી અને મીઠું નાખીને પ્રેશરકૂકરમાં એક સીટી વાગે ત્યાં સુધી ચઢવા દો. માઈક્રોવેવમાં 12-15 મિનિટ સુધી ચઢવા દો.
 • તૈયાર પુલાવને રાઈતાની સાથે સર્વ કરો.

સ્પ્રાઉટ સ્પિનેચથી પુવાલને હેલ્ધી ટ્વિસ્ટ આપો

સામગ્રી

 • 2 કપ (એક કલાક પહેલાં પલાળેલા) ચોખા
 • 1/2 કપ ડુંગળી, સમારેલી
 • 2 ટી સ્પૂન જીરું
 • 2 ટેબલ સ્પૂન મીઠું
 • 1 ઈંચ તજ
 • 2 ટેબલ સ્પૂન ફુદીનાનાં પાંદડાંની પેસ્ટ
 • 1 લીંબુનો રસ
 • 2 ટેબલ સ્પૂન તેલ

બનાવવાની રીત

 • એક પેનમાં તેલ ગરમ કરો અને એમાં જીરું નાખો
 • એમાં ડુંગળી અને તજ નાખીને ગુલાબી થાય ત્યાં સુધી શેકો.
 • એમાં ચોખા અને ફુદીનાની પેસ્ટ નાખીને મિક્સ કરો અને 3 કપ પાણી નાખો.
 • થોડીવાર સુધી ઊકળવા દો, એમાં લીંબુનો રસ નાખો, પેનને ઢાંકીને ધીમા તાપે ચઢવા દો.
 • 10 મિનિટમાં ચોખા ચઢીને તૈયાર થઈ જશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો