તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગર્ભાવસ્થા દરમિયાન યોગ:આ 5 યોગાસન ગર્ભાવસ્થામાં તમને રાખશે ફિટ અને સ્વસ્થ

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહેવાનો એક અસરકારક ઉપાય છે યોગ. ગર્ભવતી મહિલાઓ માટે તો આ જાણે વરદાન જ છે. પરંતુ પ્રસૂતિ પહેલાં કંઈ પણ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. અમે તમને જણાવીએ છીએ એવાં યોગાસન જેનાથી તમારાં તનમન સ્વસ્થ રહેશે.

પતંગિયા આસનઃ મેટ પર ટટ્ટાર બેસીને પગનાં તળિયાંને એકબીજા સાથે જોડો. પછી ઘૂંટણને જમીન સાથે અડકાવવાની કોશિશ કરો. ૫-૧૦ વખત આવું કરો. આ આસન તમારા પેલ્વિસને મજબૂત બનાવે છે.

વૃક્ષાસનઃ આનાથી તમારા શરીરનું સંતુલન સારું બને છે. સીધા ઊભા રહીને બંને હાથને બહારની તરફ ફેરવીને માથાની ઉપર લાવો. પછી છાતી સામે બંને હાથ લાવીને નમસ્કારની મુદ્રા બનાવો. જમણા પગને ઉઠાવીને તળિયાને ડાબી જાંઘ પર રાખીને પોતાને બૅલેન્સ કરવાની કોશિશ કરો. સંતુલન રાખવા માટે કોઈની મદદ પણ લઈ શકાય છે. સાથળ, ખભા, પેટ માટે આ બહુ જ સારું આસન છે.

મલાસનઃ સ્ક્વૉટ પોઝિશનમાં મેટ પર બેસો અને આ આસનમાં થોડી સેકન્ડ માટે બેસી રહો. એ તમારા શરીરના નીચેના ભાગને પ્રસૂતિ માટે તૈયાર કરે છે.

વજ્રાસનઃ આ આસન ગર્ભવતી મહિલાઓને પગના સોજામાં રાહત આપે છે. ગૅસમાં પણ રાહત આપે છે, પાચનશક્તિ વધારે છે, બ્લડ પ્રેશરને પણ કાબૂમાં રાખવામાં મદદરૂપ થાય છે. ઘૂંટણ વાળીને બેસો. બંને ઘૂંટણ એકબીજાં સાથે જોડાયેલાં રહે એ રીતે. બંને હાથને ઉપર ઉઠાવતાં ખેંચો. હાથને ડાબે-જમણે સ્ટ્રેચ કરો.

તાડાસનઃ ગર્ભવતી મહિલાઓ માટે આ ખૂબ ઉપયોગી આસન છે. આ આસન દ્વારા પ્રસૂતિના કારણે શરીરમાં ઉત્પન્ન થતા દુખાવામાં આરામ મળે છે. યોગા મેટ પર ઊભા થઈને બંને હાથને બહારની તરફથી ફેરવીને ઉપર લઈ જાઓ અને નમસ્કારની મુદ્રામાં જોડો. હાથને વાળો નહીં. ઉપરની તરફ ખેંચતા જાઓ અને પગના પંજા પર ઊભા રહો. સંતુલન રાખીને થોડી સેકન્ડ માટે આ મુદ્રામાં ઊભા રહો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો