તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સી-સેક્શન પ્રિકૉશન:સિઝેરિયન પછી સામાન્ય પ્રસૂતિ થાય એમ ઇચ્છતા હો તો બીજી ગર્ભાવસ્થામાં 18 મહિનાનો ગાળો રાખવો. બીજી કઈ વાતોનું ધ્યાન રાખવું એ જાણીએ નિષ્ણાત પાસેથી

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

ગર્ભાવસ્થા દરેક મહિલા માટે બહુ જ વિશિષ્ટ સમય હોય છે. આ દરમિયાન કેટલાય શારીરિક, માનસિક અને ભાવનાત્મક ફેરફારો થાય છે. આ દરમિયાન મહિલાઓમાં પોતાની તંદુરસ્તી માટેની જવાબદારી વધી જાય છે. શરીરમાં વધારાનાં પોષક તત્ત્વો, વિટામિન્સ અને મિનરલ્સની જરૂર પણ હોય છે. સામાન્ય રીતે દરેક મહિલા સાધારણ રીતે પ્રસૂતિ થાય એવું જ ઇચ્છે છે, પરંતુ ઘણી વખત કેટલીક જટિલતાઓના કારણે મહિલાઓને સિઝેરિયન ડિલિવરી કરવાની જરૂર પડે છે. સી-સેક્શન પછી કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ વિશે જણાવે છે એપોલો હૉસ્પિટલનાં આઇવીએફ સ્પેશિયાલિસ્ટ ડૉ. રૂપાલી ગોયલ.

સી-સેક્શન એટલે શું?
સી-સેક્શન કે સિઝેરિયનમાં પ્રસૂતિ દરમિયાન ઑપરેશન કરવામાં આવે છે. તે પછી ગર્ભમાંથી બાળકને બહાર કાઢવામાં આવે છે. ઑપરેશન પછી પેટ અને ગર્ભાશયને બંધ કરી દેવામાં આવે છે અને ડૉક્ટર ઓગળી જાય તેવા ટાંકા લઈ લે છે.

બીજી ગર્ભાવસ્થામાં વિરામ લો
તમારી પહેલી પ્રસૂતિ સિઝેરિયન થઈ હોય તો બીજી વખત ગર્ભાવસ્થાનું આયોજન કરતાં પહેલાં ઓછામાં ઓછા 18 મહિનાનો ગાળો રાખો. આ સિવાય જો તમારી બીજી પ્રસૂતિ સામાન્ય થાય એવું ઇચ્છતા હો તો પહેલી ગર્ભાવસ્થાથી બીજી ગર્ભાવસ્થા વચ્ચે લગભગ 18 મહિનાનો ગાળો રાખવો સારો રહેશે.

આ બાબતોનું ધ્યાન રાખોઃ

 • સિઝેરિયન પ્રસૂતિ પછી 3થી 6 મહિના સુધી ભારે વજન ન ઊંચકવું
 • પ્રસૂતિ પછી ગર્ભનિરોધકનું ધ્યાન જરૂર રાખવું
 • બીજી ગર્ભાવસ્થામાં સામાન્ય પ્રસૂતિ થાય એવું ઇચ્છતા હો તો 18 મહિનાનો ગાળો રાખવો
 • પ્રસૂતિ પછી 6 મહિના સુધી આયર્ન અને કેલ્શિયમ અવશ્ય લેવાં
 • ભોજનમાં પ્રોટીનની માત્રા વધુ હોય તેવો આહાર લેવો
 • પેટની કસરતો કરવી
 • વ્યક્તિગત સ્વચ્છતાની કાળજી લેવી

સિઝેરિયન ડિલિવરી શા માટે કરવામાં આવે છે?
મોટા ભાગે એવું જોવા મળે છે કે ગર્ભમાં બાળક સંપૂર્ણ રીતે વિકસી જાય એટલે કે ગર્ભાવસ્થાના લગભગ 39મા મહિનામાં સિઝેરિયન ડિલિવરી કરવાની સલાહ ડૉક્ટર્સ આપે છે. પ્રસૂતિપીડા દરમિયાન મા અને બાળકનો જાન જોખમમાં હોય અથવા તો બાળકને બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી હોય ત્યારે પણ આ નિર્ણય લેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો