તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Women
 • Pregnancy
 • Nutrient Deficiencies In Pregnancy Increase The Risk Of Obesity In The Baby, Follow A Diet Rich In Folic Acid And Protein

સ્લગ ડાયટ ઇન પ્રેગ્નન્સી:પ્રેગ્નન્સીમાં પોષક તત્ત્વોની ઊણપથી બાળકમાં મેદસ્વિતાનું જોખમ, ફોલિક એસિડ તથા પ્રોટીનયુક્ત ડાયટ લો

7 મહિનો પહેલા
 • કૉપી લિંક

એક હેલ્થી પ્રેગ્નન્સી માટે માતાના ડાયટને બેલેન્સ તથા પૌષ્ટિક બનાવવાની જરૂર હોય છે, જેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ તથા ફેટ યોગ્ય માત્રામાં હોય છે. આ દરમિયાન શાકભાજી તથા ફળોની માત્રા વધારી શકાય છે, જેથી બાળકનો યોગ્ય વિકાસ થાય. પ્રેગ્નન્ટ મહિલાને આ અંગેની માહિતી હોવી જોઈએ. આ દરમિયાન શું કરવું જોઈએ અને શું નહીં.

પ્રેગ્નન્ટ મહિલાઓ પર થયેલા હાલના રિસર્ચમાં ચોંકાવનારી વાત સામે આવી છે. અમેરિકન વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે પ્રેગ્નન્સી દરમિયાન જો માતા યોગ્ય રીતે ભોજન ના લે તો ભવિષ્યમાં બાળક પર તેની અસર જોવા મળે છે. બાળકમાં ફેટની માત્રા વધુ જોવા મળે છે અને મેદસ્વિતાનું જોખમ રહે છે. આ દાવો આયર્લેન્ડ યુનિવર્સિટી કોલેજ ડબલિને કર્યો છે. જાણીએ ગર્ભવતી મહિલાઓએ ડાયટમાં શું લેવું જોઈએ.

ફોલિક એસિડ
પ્રેગ્નન્સીમાં મહિલાએ ફોલિક એસિડ ભરપૂર લેવું જોઈએ. આ માટે પાલક, લીલી શાકભાજી ખાઈ શકાય. ફોલિક એસિડ રેડ સેલ્સને બનાવે છે અને બાળકોને જન્મજાત બીમારીનું જોખમ ઘટાડે છે.

આયર્ન
પ્રેગ્નન્ટ મહિલાઓ પોતાના ભોજનમાં આયર્ન સામેલ કરે એ જરૂરી છે. પાલક, ગોળ, સિંગ, મેથી, બથુઆની ભાજી, બ્રૉકલી, તરબૂચ, સોયાબીન, વટાણા વગેરે લેવાં જોઈએ. આયર્ન ઊણપ હોય તો મહિલા એનિમિક થઈ શકે છે.

કેલ્શિયમ
બાળકોનાં હાડકાં તથા દાંતના વિકાસ માટે કેલ્શિયમ જરૂરી છે. પ્રેગ્નન્સીમાં મહિલાએ પોતાના ભોજનમાં દૂધ, પનીરનો ઉપયોગ કરવો જોઈએ.

પ્રોટીન
ડૉક્ટર પણ પ્રેગ્નન્ટ મહિલાને પ્રોટીનબેઝ્ડ ડાયટ લેવાની સલાહ આપે છે. હાઈ રિસ્ક પ્રેગ્નન્સીમાં મહિલાની શારીરિક નબળાઈને દૂર કરે છે. દાળ, દૂધ, દહીં, એગ, સિંગ તથા પનીર ડાયટમાં સામેલ કરી શકો છો.

વિટામિન
વિટામિન માતા તથા બાળક બંનેને અનેક સમસ્યાથી દૂર રાખવામાં મદદરૂપ થાય છે. સીઝનલ શાકભાજી, ફળ તથા દૂધ વિટામિન A, E, B6નું સેવન કરવું જોઈએ.

પ્રેગનન્સીમાં દરમિયાન આ વસ્તુઓ લેવી નહીં

 • આ દરમિયાન શાર્ક, સ્વોર્ડફિશ તથા માર્લિન જેવી માછલીઓ ખાવી નહીં, કારણ કે એમાં પારાનું પ્રમાણ જોવા મળે છે.
 • પ્રેગ્નન્ટ મહિલાઓએ કાચું માંસ ખાવાનું ટાળવું જોઈએ.
 • કાચા એગ ખાવાં જોઈએ નહીં.
 • પ્રેગ્નન્સી દરમિયાન નરમ મોલ્ડ પની, બ્રી એટલે કે કેમેમ્બર્ટ વગેરે ખાવું જોઈએ નહીં. આનાથી લિસ્ટેરિયાનો ચેપ થવાનું જોખમ રહે છે.
 • માત્ર કેલરીયુક્ત ફૂડ, જેમ કે કેક, બિસ્કિટ, કૂકીઝ, ચિપ્સ તથા કેન્ડી પ્રમાણ ઘટાડવું, આમાં શુગર અને ફેટ વધુ હોય છે. વજન વધી શકે છે.

આ પાંચ વાતનું ધ્યાન રાખો

 • પ્રેગ્નન્સીમાં મોર્નિંગ વૉક અને યોગ જેવી હળવી કસરતો કરો. જો તમે અસ્થમા, હાર્ટ ડિઝીઝ, ડાયાબિટીસ, બ્લીડિંગ કે અન્ય સમસ્યા છે તો કસરત કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લો.
 • પહેલી ડિલિવરી દરમિયાન હીમોગ્લોબિનની ઊણપ, બ્લડપ્રેશરમાં વધ-ઘટ, કિડની સંબંધિત બીમારીનો સામનો કરવો પડી શકે છે, આથી પ્રેગ્નન્સી પ્લાન કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી.
 • બ્લડમાં હીમોગ્લોબિનનો સ્તર સામાન્ય (10-12) કરતાં ઓછો હોય તો એનિમિયા હોઈ શકે છે. આયર્નયુક્ત ભોજન લેવું જોઈએ.
 • સ્વસ્થ વ્યક્તિનું બ્લડપ્રેશર 140/90 હોવું જોઈએ. સામાન્ય વધઘટ હોય તો તણાવથી દૂર રહો અને ખાનપાનની ટેવ સુધારવી. તોપણ કંટ્રોલમાં ના આવે તો ડૉક્ટરની સલાહ લો.
 • પ્રેગ્નન્સી પહેલાં બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ તથા અન્ય સામાન્ય તપાસ કરાવવી જોઈએ. જો કોઈ મુશ્કેલી હોય તો ડૉક્ટરે કહેલી તમામ વાતોનું પાલન કરવું.

નોંધઃ પ્રેગ્નન્સી દરમિયાન કોઈપણ બાબતનો અમલ કરતાં પહેલાં પોતાના ડૉક્ટરની સલાહ અચૂકથી લેવી.

અન્ય સમાચારો પણ છે...