તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૉર્નિંગ સિકનેસ:શરૂઆતના ત્રણ મહિનામાં મૉર્નિંગ સિકનેસથી પરેશાન છો? તો આ ઉપાયોથી થશે આરામ

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

મહિલાઓ માટે પહેલા ટ્રાઇમાસ્ટર એટલે કે શરૂઆતના ત્રણ મહિના બહુ મુશ્કેલ હોઈ શકે છે. શરીરમાં એટલા હોર્મોનલ ફેરફાર થાય છે કે ઊબકા આવવા, ઊલટી થવી સામાન્ય બની જાય છે. આ માટે ડૉક્ટર મૉર્નિંગ સિકનેસથી રાહત મળે એ માટે દવા આપે છે, પરંતુ તોય તેમના માટે એક-એક દિવસ કાઢવો ઘણી વખત મુશ્કેલ બની જાય છે. આવામાં અમે તમને જણાવીએ છીએ એવા સહેલા ઉપાય, જેનાથી તમને મળશે આરામ.

૧. સવારનો નાસ્તો – પેટ ખાલી હશે તો ઍસિડિટી થશે, આથી સવારે ઊઠીને અડધા કલાકની અંદર કંઈક નાસ્તો અવશ્ય કરો. નાસ્તો પૌષ્ટિક અને સુપાચ્ય હોવો જોઈએ. હોર્મોનલ ફેરફારને લીધે પાચનશક્તિ પણ થોડી નબળી પડી જાય છે, આથી હલકો ખોરાક લેવો પણ પેટ ખાલી ન રહેવું જોઈએ.

૨. પાણી ઓછું ન થાય – ઊલટી થવાને કારણે શરીરમાંથી પાણી ખૂબ ઝડપથી બહાર નીકળી જાય છે, આથી દિવસ આખો થોડું થોડું પાણી પીતા રહેવું. પાણી ઓછું થઈ જાય તો બ્લડપ્રેશર પણ ઓછું થઈ શકે છે, જે તમારી તબિયત માટે બિલકુલ યોગ્ય નથી.

૩. થોડું થોડું ખાતાં રહો – એકસાથે પેટ ભરીને જમી નથી શકાતું તો થોડી થોડી વારે થોડું થોડું ખાતાં રહો. નાસ્તો, લંચ, ડિનર બધું થોડા થોડા પ્રમાણમાં બે-બે વખતમાં ખાઈ શકાય છે. આનાથી ખાવાનું પચી પણ જશે અને ઊલટી પણ નહીં થાય.
૪. મસાલાથી દૂર રહો – વધુપડતું તળેલું કે મસાલેદાર ખાવાનું ખાશો તો મૉર્નિંગ સિકનેસની તકલીફ ઑર વધી જશે, આથી હળવો ખોરાક લો.

૫. બહારનું ખાવાનું ટાળો – બહારનો ખોરાક એટલે તેલ, મસાલા, સોડા વગેરેથી ભરપૂર. તેની અસર પાચનક્રિયા પર પડે છે, આથી આવું ખાવાનું ટાળવું એમાં જ સમજદારી છે.

૬. સૂકો મેવો–ફળો સાથે રાખો – ઑફિસે જતી વખતે પર્સમાં હંમેશાં સૂકો મેવો અને બિસ્કિટનો ડબ્બો તથા ફળ રાખો. જ્યારે પણ ભૂખ લાગે કે ઍસિડિટીની તકલીફ લાગે તો તરત કશુંક ખાઈ લો. કારમાં પણ હંમેશાં સૂકો મેવો અને કૂકીઝ રાખવાં જોઈએ.

૭. ઓઆરએસ પણ સાથે રાખો – ઘરે અને ઑફિસમાં ઓઆરએસ જરૂર રાખો. વધુ ઊલટી થાય તો ઓઆરએસના પાણીથી શરીરમાં થોડી શક્તિ આવશે. બ્લડપ્રેશર પણ બરાબર રહેશે.

૮. આદુ, આંબળાં કે આમલીની ગોળી – આદુ, આંબળાં કે આમલીની ગોળી ચૂસવાથી થોડું સારું લાગશે. તમારી પાસે એનો સ્ટૉક જરૂર રાખો. ફક્ત એટલું ધ્યાન રાખો કે તેમાં વધુપડતું મીઠું કે ખાંડ ન હોય.

૯. સિકનેસ બેગ – મૉર્નિંગ સિકનેસ સવારે જ થાય એવું જરૂરી નથી. ઊલટી, માથાનો દુખાવો ક્યારેય પણ થઈ શકે છે. તમારા પર્સમાં ઝિપ પાઉચ, સિકનેસ બેક, ટિસ્યૂપેપર હંમેશાં સાથે રાખો. પાણીની બૉટલ પણ અવશ્ય રાખો.

૧૦. ડૉક્ટરનો સંપર્ક કરો- મૉર્નિંગ સિકનેસ ભલે ગર્ભાવસ્થાનો એક ભાગ છે પણ તેનાથી તબિયત વધુ ખરાબ થઈ રહી હોય કે વધુ ઊલટી થઈ રહી હોય તો ડૉક્ટરની સલાહ જરૂરથી લો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો