તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂબોર્ન કેર:માતા સંક્રમિત છે તોપણ બાળકને બ્રેસ્ટફીડ કરાવી શકે છે, નિષ્ણાતો પાસેથી જાણો કોરોનાકાળમાં કેવી રીતે નવજાતની સંભાળ રાખવી

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના અનુસાર, દુનિયાભરમાં દરરોજ 7 હજાર નવજાત બાળકો જીવ ગુમાવે છે. 2018માં 25 લાખ બાળકો જન્મના પહેલા જ મહિનામાં મૃત્યુ પામ્યાં હતાં. આ સમયે નવજાતની સંભાળ રાખવી વધારે જરૂરી થઈ ગઈ છે, કેમ કે કોરોના હજી ગયો નથી.

તાજેતરમાં માતા બનનારી મહિલાઓના મનમાં ઘણા સવાલ છે, જેમ કે સંક્રમિત છે તો સ્તનપાન કરાવવું કે નહીં, નવજાતને કોરોનાનું જોખમ કેટલું છે, કોરોનાકાળમાં બાળકોની સંભાળ કેવી રીતે રાખવી વગેરે સવાલોના જવાબ આપી રહ્યા છે જયપુરના જેકે લોન હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડૉ. પ્રિયાંશુ માથુર...

બાળકોમાં કોરોનાને કેસ કેમ ઓછા?
બાળકોમાં કોરોના થવાનું જોખમ એટલા માટે ઓછું છે, કેમ કે કોરોના જે ACE2 રિસેપ્ટરની મદદથી શરીરમાં પ્રવેશ કરે છે, બાળકોમાં એ રિસેપ્ટર ઘણા ઓછા હોય છે, તેથી તેમનામાં કોરોનાના ગંભીર કેસ એટલા સામે નથી આવી રહ્યા જેટલા મોટા લોકોના આવી રહ્યા છે. જોકે એનો અર્થ એ નથી બેદરકારી દાખવવી. બાળકોની આસપાસ માત્ર માતા અને ફેમિલી મેમ્બર્સને જ જવા દેવા એ પણ માસ્ક અને હાથને સેનિટાઈઝ કર્યા બાદ.

કોરોના સંક્રમિતમાં સ્તનપાન કરાવવું કે નહીં?
જો માતા સંક્રમિત છે તોપણ નવજાતને સ્તનપાન કરાવી શકે છે, પરંતુ શરત એટલી કે તેને માસ્ક પહેરવું જરૂરી છે. તમારી મરજીથી સ્તનપાન કરાવવાનું બંધ ન કરો. માતાના દૂધથી જ બાળકોનો ઈમ્યુનિટી પાવર વધે છે, તેથી 6 મહિનાનાં બાળકોને પોતાનું જ દૂધ પિવડાવવું. એ ઉપરાંત ઉધરસ અથવા છીંક દરમિયાન નીકળતાં ટીપાંથી બાળકને બચાવવું અને બહાર લઈને ન જવું.

ક્યારે કઈ રસી લગાવવી?
તાજેતરમાં જાહેર કરવામાં આવેલા યુનિસેફના રિપોર્ટ અનુસાર, કોરોનાને કારણે સમગ્ર દક્ષિણ એશિયામાં લગભગ 40.5 લાખ બાળકોને રેગ્યુલર રસી નથી લગાવવામાં આવી. કોરોના નહોતો એ પહેલાં પણ આવી સ્થિતિ હતી, પરંતુ હવે સ્થિતિ વધુ ચિંતાજનક થઈ ગઈ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જો બાળકોને સમયસર રસી અથવા વેક્સિન લગાવવામાં નહીં આવે તો દક્ષિણ એશિયામાં હેલ્થ ઈમર્જન્સીનો સામનો કરવો પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો