તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેક કેર:બાળકોને શીખવો, ડરો નહીં, નીડરતાથી દરેક વાત જણાવો

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બહારની દુનિયામાં સતર્ક રહેવું કેટલું જરૂરી છે, બાળકો સાથે ખુલ્લા મનથી વાત કરો અને સમજાવો

જ્યારે બાળકોના સંપૂર્ણ વિકાસની વાત આવે છે તો માતા-પિતા માટે પાલનપોષણ સૌથી અઘરું કામ બની જાય છે. બાળકોને બહારની દુનિયામાં સલામત રહેવા અંગે માર્ગદર્શન આપવા માટે માતા-પિતા જ બાળકો માટે એકમાત્ર માર્ગદર્શક છે. બહારની દુનિયામાં તેની સાથે શું-શું થઈ શકે છે અને તે કેવી રીતે એનો સામનો કરી શકે છે. આ માટે બાળકોને અલર્ટ કરવા આજના પેરન્ટ્સની સૌથી મોટી જવાબદારી છે. આ માટે સૌથી જરૂરી છે કે બાળકો સાથે ફ્રેન્ડલી સંબંધો બનાવીને રાખો, જેથી બાળકો તમારી સાથે વાત શૅર કરવામાં અચકાય નહીં.

બાળકોનાં મનના દરવાજા ખખડાવતા રહો, 8 ટિપ્સ

  • બાળકો મનમાં ડર રાખ્યા વગર તમારી સાથે તમામ રહસ્યો શૅર કરે એ માટે પ્રેરિત કરો
  • રમત રમતમાં રુટિન અંગે તેમની સાથે વાત કરો. તે કોને મળ્યા અને તેમણે શું કર્યું
  • બાળકોની સાથે વધુમાં વધુ સમય પસાર કરો અને તેમને કહો કે કોઈપણ વાત શૅર કરવા માટે તમારી સાથે વાત કરી શકે છે
  • બાળકોને એ જરૂરથી બતાવો કે ગુનેગાર કોઈપણ હોઈ શકે છે અને એ અંગે વાત કરવામાં શરમાવું નહીં
  • જો તેમને કોઈ ઓળખીતાઓ નુકસાન પહોંચાડી રહ્યા હોય ત્યારે પણ તે ડર રાખ્યા વગર તમને જરૂરથી જણાવે
  • તમારાં નાનાં બાળકોને ગુડ ટચ તથા બેડ ટચ અંગે જરૂરથી કહો
  • બાળકોને સમય સમય પર પૂછતા રહો કે સ્કૂલ-બસ, ઓટો કે વેનના ડ્રાઈવર તેમની સાથે અયોગ્ય વ્યવહાર તો કરતા નથી ને?.
  • સ્કૂલમાં કોઈ ટીચર તો તેમની સાથે ખોટો કે અલગ વ્યવહાર કરતા નથી ને?
અન્ય સમાચારો પણ છે...