તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બી અ ગુડ બોય:યુવતીઓને માન આપો, જેન્ટલમેન બનો, દીકરાઓને શીખવો અને પોતે પણ અમલ કરો

6 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બાળકો માતા-પિતાને જોઈને સૌથી વધુ શીખે છે
 • આથી પોતાના ઘરમાંથી જ સન્માનની શરૂઆત કરો

વર્તમાન સમયમાં દરેક માતા-પિતા પોતાની દીકરીની સુરક્ષા અંગે ચિંતિંત રહેતાં હોય છે. ભલે આ ચિંતા અલગ અલગ પ્રકારની હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક તેની પાછળનું કારણ છોકરાઓ હોય છે. તો કેમ પોતાનાં નાનાં બાળકોને ખાસ કરીને દીકરાઓના ઉછેરમાં આ વાતનું વિશેષ ધ્યાન રાખવામાં આવે કે તેઓ યુવતીઓને માન આપતા શીખે. આની શરૂઆત તમારે તમારા ઘરમાંથી જ કરવી પડશે.

દીકરાઓ માટે આ 4 વાત

 • દીકરાઓને શીખવો કે પોતાની બહેન સાથે રિસ્પેક્ટથી વાત કરે.
 • બહેન બહુ જ ખાસ હોય છે, તેને ક્યારેય ઈજા પહોંચાડવાનો પ્રયાસ ના કરે.
 • નાનપણમાં ઘરનું જેટલું પણ કામ તમે દીકરીઓને શીખવો છો એટલું જ દીકરાઓ પાસે કરવો. આમ કરવાથી તેમનામાં સમાનતાનો ભાવ આવશે, યુવતીઓને ઊતરતી સમજશે નહીં
 • દીકરાઓને વીર સ્ત્રીઓની વાર્તા સંભળાવો. આનાથી બાળકોમાં મહિલાઓ પ્રત્યે સન્માનની ભાવના આવશે.

તમે પણ આ ચાર કામ કરો

 • શીખતાં પહેલાં તમારે સ્વયં પોતાની પત્ની કે દીકરાને માન આપવું જોઈએ, કારણ કે દરેક બાળક જોઈને શીખે છે.
 • તમારા બાળકની સામે ક્યારેય પત્ની સાથે દુર્વ્યવહાર ના કરો. તેમને નીચા પાડવાનો પ્રયાસ ના કરો.
 • જ્યારે તમે ઘરનાં નાનાં-નાનાં કામોમાં મદદ કરશો તો દીકરો પણ એ શીખશે.
 • માત્ર ઘરમાં જ નહીં, પરંતુ બહાર પણ મહિલાઓ પ્રત્યે સન્માન આપવાનું ધ્યાનમાં રાખો. યાદ રહે કે તમે જેવો વ્યવહાર કરશો, બાળક એ જોઈને જ શીખશે, આથી તમારા પર બહુ જ મોટી જવાબદારી છે.
અન્ય સમાચારો પણ છે...