તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુડ હેબિટ્સ એન્ડ મેનર્સ:નાનપણમાં સીંચેલા સંસ્કારનાં બીજ, તો મોટામાં સારાં ફળ મેળવશો

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકોના ઉછેરમાં તેમને સંસ્કાર-શિષ્ટાચાર શીખવવો જરૂરી છે

સંસ્કાર, વડીલોનું સન્માન, સારી આદતો. આ કેટલીક એવી બાબતો છે, જે દરેક બાળક પોતાના ઘરમાં જ શીખે છે. તે પોતાના પહેલાં ગુરુ માતા-પિતા પાસેથી આ બધું જ શીખે છે. ધ્યાનમાં રાખો કે તમારી વાત તથા વર્તનમાં કોઈ અંતર હોવું જોઈએ નહીં. જો તમે બાળકોને સાચું બોલતા શીખવી રહ્યા છો તો પહેલા તમે પણ સાચું બોલો. તેને પોતાનું કામ જાતે કરવાની સલાહ આપો છો તો પહેલા સ્વયં કરો. આવી ઘણી નાની-નાની વાતોનું ધ્યાન પેરન્ટ્સે આપવું પડશે, ત્યારે જ તેઓ યોગ્ય રીતે બાળકોનો સારો ઉછેર કરી શકશે. આવો જાણીએ, બાળકોને શું અને કેવા સંસ્કાર આપવા જોઈએ.

આપણે જે વડીલો પાસેથી શીખ્યા એને જ આગળ વધારવાનું છે, 8 ટિપ્સ

  • તમારે ક્યારેય ખોટું બોલવું નહીં: પહેલો પાઠ આ જ છે, આથી તમે સ્વયં પણ બાળકોની સામે ક્યારેય ખોટું ના બોલો
  • નોકર હોય કે વૃદ્ધ, સન્માન આપોઃ બાળકોની સામે પોતાનાં માતા-પિતા સાથે રિસ્પેક્ટથી વાત કરો. ઘરમાં તથા બહાર પણ વૃદ્ધો અને વડીલોને સન્માન આપવું જરૂરી છે એ વાત સમજાવો. તમારા ઘરના નોકર કે પછી કામ કરનારા સાથે માન આપીને વાત કરો, જેથી બાળકો પણ આવું જ કરે.
  • પોતાનું કામ જાત કરોઃ આ બહુ જ જરૂરી વાત છે. આ વાત ભવિષ્યમાં કામ આવશે. ઘરનાં નાના-મોટાં કામ બાળકો પાસે જ કરાવો. તેમનામાં આત્મવિશ્વાસ આવશે.
  • નિયમ ના તોડો, ફરજ પણ કહોઃ ઘર, સમાજ, દેશ પ્રત્યે આપણો આ અધિકાર છે, આ વાત બધા જ કહે છે. એક સારા નાગરિક બનવા માટે આપણી શું ફરજ છે એ પણ શીખવો. શીખવતા સમયે તમે પણ પોતાનાં કર્તવ્યોનું પાલન કરો. ડ્રાઈવિંગ સમયે નિયમો ના તોડો.
  • શૅરિંગ કરો તથા શીખવોઃ આ જરૂરી ગુણ છે, એનાથી બાળકો બીજાની ભાવના તથા જરૂરિયાતનું ધ્યાન રાખતા શીખશે. તમે પણ પોતાનાં બાળકોની સાથે ભોજન અથવા અન્ય વસ્તુ શૅર કરો.
  • ટાઈમટેબલથી સમયની કદર કરતા શીખવોઃ સમયસર સૂવું, સમય પર ઊઠવું. સમય પર ભોજન, હોમવર્ક, રમવું. આ બધું જરૂરી છે. સમય કેટલો કીમતી છે એ રમત તથા વાર્તાના માધ્યમથી શીખો.
  • રમતમાં ચીટિંગ ના કરોઃ રમતા સમયે પણ ચીટિંગ ના કરો અને બાળકોને પણ આ જ શીખવો. ઈમાનદાર બનવાના કેટલા ફાયદા છે એ પણ જણાવો. અપ્રામાણિકતા કે પછી બેઈમાની રમતમાં હોય કે સંબંધમાં, એ નુકસાનકારક જ છે એ શીખવો.
  • વાર્તા સંભળાવોઃ મદદગાર બનવું એક સારો ગુણ છે. બાળકોને નાની-નાની પ્રેરણાદાયી વાર્તા સંભળાવીને બીજાની મદદ કરવા માટે પ્રેરિત કરો.
અન્ય સમાચારો પણ છે...