• Gujarati News
  • Women
  • Decide To Become A Mother At Age 30, After Which Fertility Begins To Decline; A Woman Who Became A Mother At The Age Of 45 Shared The Experience

માતા ક્યારે બનવું જોઈએ?:30 વર્ષની ઉંમરે માતા બનવાનો નિર્ણય લઈ લો, બાદમાં ફર્ટિલિટી ઘટવા લાગે છે; 45ની ઉંમરે માતા બનેલી મહિલાએ અનુભવ શેર કર્યો

લંડન7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેમ્બ્રિજની કોલેજ પ્રેસિડેન્ટ વિદ્યાર્થિનીઓને યોગ્ય સમયે માતા બનવા પ્રોત્સાહિત કરે છે

યુવતીઓને શરૂઆતથી શીખવવામાં આવે છે કે, તેમણે સ્કૂલના અભ્યાસમાં સારો દેખાવ કરવાનો છે. મોટી ડિગ્રીઓ લેવાની છે, પરંતુ એવું કોઈ નથી કહેતું કે સમયસર બાળકોને જન્મ આપી દેવો પણ જરૂરી છે. આ વાત કરે છે કેમ્બ્રિજ યુનિવર્સિટીના મૂર એડવર્ડ્સ મહિલા કોલેજના મહિલા પ્રેસિડેન્ટ ડોરોથી બાયર્ન. ચેનલ4 ન્યૂઝમાં પ્રમુખ રહી ચૂકેલા ડોરોથીએ વિદ્યાર્થિનીઓ માટે ફર્ટિલિટી લેસન તૈયાર કર્યા છે.

30 વર્ષની ઉંમરે માતા બનવાનો નિર્ણય લઈ લો, બાદમાં ફર્ટિલિટી ઘટવા લાગે છે
મેં મારી પુત્રીને જન્મ આપ્યો, ત્યારે હું 45 વર્ષની થઈ ચૂકી હતી. સિંગલ વુમન તરીકે મેં આઈવીએફ થકી બાળકને જન્મ આપ્યો. જોકે, આવા નિર્ણય કેટલાક સંઘર્ષપૂર્ણ હોય છે, તે મારા જેવી મહિલાઓ જ સમજી શકે છે. આજ હું ઝડપથી ઘરડી થઈ રહી છું, પરંતુ મારી પુત્રી 24 વર્ષની છે. આ વાત હું એટલે કહું છું કે, મોડા માતા બનવાનો નિર્ણય લેવો મહિલાઓ માટે અને તેમના બાળકો માટે પણ મુશ્કેલીભર્યો હોઈ શકે છે. હકીકતમાં યુવતીઓને શરૂઆતથી એ વાત શીખવવામાં આવે છે કે, તેમણે સારા દેખાવાનું છે, સારી રીતે ભણવાનું છે. મારા પરિવારને પણ આવી અપેક્ષાઓ હતી. પછી ટીવી કારકિર્દી માટે મેં મારા પારિવારિક જીવન પર ધ્યાન ના આપ્યું.

ખબર જ ના પડી કે માતા બનવાની ઉંમર નીકળી જાય છે. એ વિચાર્યું જ નહીં કે, પરિવાર ક્યારે શરૂ કરવાનો છે. એક સફળ કારકિર્દી માટે ઓછી ઉંમરે માતા બનવાનું જોખમ હું લેવા જ નહોતી માંગતી. ઘણી બધી મહિલાઓ આવું વિચારે છે, પરંતુ ડૉક્ટરો અને સંશોધનો કહે છે કે, 35 વર્ષ પછી મહિલાઓની પ્રજનન ક્ષમતા ઘટવા લાગે છે. 40 વર્ષે એગ ઘણાં ઓછા થઈ જાય છે. દવાઓ થકી તેમાં સુધારો થઈ શકે, પરંતુ તેમાં ગુણવત્તાના પ્રશ્નો રહે છે. આ બાબતો ધ્યાનમાં રાખીને મેં વિદ્યાર્થિનીઓ માટે ખાસ લેસન તૈયાર કર્યા છે, જેથી તેઓ આ મુદ્દાનું મહત્ત્વ સમજી શકે. તેના થકી હું તેમને 35 વર્ષની ઉંમર પછી માતા બનવાના ખતરા અને મુશ્કેલીઓ વિશે જણાવું છું.

મેં અનેક નિષ્ણાતો પાસે આ મુશ્કેલીને ઊંડાણપૂર્વક સમજી છે. તેના આધારે હું કહી શકું છું કે, યુવતીઓએ 25 વર્ષની ઉંમરે જ આ દિશામાં વિચારવાનું શરૂ કરી દેવું જોઈએ. 35 વર્ષની ઉંમર સુધી માતા બનવાની શક્યતા 15% અને 40 સુધી તો ફક્ત 1-2% રહી જાય છે. મોડા માતા બનવામાં બાળકો સાથે તાલમેલમાં પણ મુશ્કેલી આવે છે. માતા બનવું કોઈ પણ મહિલાના જીવનની મહત્ત્વની ઘટના છે. હું ઈચ્છુ છુ કે, જવાબદારીઓ અને અપેક્ષાઓના કારણે તેને ટાળવાની મોટી ભૂલ ના કરો. - ડોરોથી બાયર્ન.

અન્ય સમાચારો પણ છે...