તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિઝનેસ માટે નહીં રહે હવે પૈસાની અછત:આ પાંચ સરકારી સ્કીમની મદદથી મહિલાઓ શરૂ કરી શકશે પોતાનો બિઝનેસ

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોવિડ-19 પછી પીએમ મોદીએ ‘આપદામાં અવસર’ અને ‘આત્મનિર્ભર ભારત’નો મંત્ર આપ્યો છે.

ભારત દુનિયાનું બીજા નંબરનું સૌથી મોટું કન્ઝ્યુમર માર્કેટ છે. છેલ્લા દશકમાં અહીં ફૂડ, બ્યૂટી, ટ્રાવેલ, ઑટોમોબાઇલ, એન્ટરટેઇનમેન્ટ અને ઇનોવેશન જેવાં સેક્ટરમાં બિઝનેસની સફળતાની લાખો કહાણીઓ છે, પરંતુ NSSOના એક સર્વે અનુસાર, ભારતમાં મહિલાઓની બિઝનેસમાં ભાગીદારી માત્ર 8 ટકા છે. સામાન્ય રીતે દેશમાં પુરુષોને તો પરિવાર કારોબાર કરવામાં મદદ કરી દે છે, પરંતુ મહિલાઓની સાથે એવું ઓછું થાય છે.

કોવિડ-19 પછી પીએમ મોદીએ ‘આપદામાં અવસર’ અને ‘આત્મનિર્ભર ભારત’નો મંત્ર આપ્યો છે. એવામાં મહિલાઓને માટે પોતાનો બિઝનેસ શરૂ કરવાનો આ યોગ્ય અવસર છે. મહિલાઓને બિઝનેસ શરૂ કરવામાં પૈસાની અછત આડે ન આવે એ માટે સરકાર અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે. અમે અહીં આપને એવી 8 સ્કીમો વિશે બતાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી મહિલાઓ શરૂ કરી શકે છે પોતાનો બિઝનેસ.

1. અન્નપૂર્ણા યોજનાઃ ફૂડ કેટરિંગના બિઝનેસ માટે 50 હજારની લોન
આ સ્કીમ અંતર્ગત ભારત સરકાર મહિલા ઉદ્યમીઓને ફૂડ કેટરિંગ બિઝનેસ માટે 50 હજાર રૂપિયા સુધીની લોન આપે છે. આ રાશિનો ઉપયોગ વાસણ ખરીદવા, ગેસ-કનેક્શન લેવા, ફ્રિજ, મિક્સર, ટિફિન બૉક્સ અને ડાઇનિંગ ટેબલ જેવા સામાન ખરીદવા માટે કરવામાં આવે છે.

આ લોન માટે એક ગેરન્ટરની જરૂર પડશે. આ લોનને 36 મહિલામાં પાછી ચૂકવવાની રહેશે. અન્નપૂર્ણા સ્કીમ અંતર્ગત આપવામાં આવેલી લોન પર વ્યાજનો દર બજારના હિસાબે નિર્ધારિત થશે. હાલમાં ભારતીય સ્ટેટ બેંકથી આ સ્કીમનો લાભ લેવામાં આવી રહ્યો છે.

2. સ્ત્રીશક્તિ પેકેજઃ મહિલાઓને લોન પર મળે છે છૂટ
આ સ્કીમ એવી મહિલાઓ માટે છે, જે કોઈ બિઝનેસમાં 50 ટકાથી વધુ ભાગીદારી રાખે છે. આ ઉપરાંત એ મહિલાઓ માટે રાજ્યના ઉદ્યમ વિકાસ પ્રોગ્રામમાં રજિસ્ટર કરવું જરૂરી બનશે. નાના બિઝનેસ માટે આ પેકેજ મારફત 50 હજારથી 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે.
MSMEમાં રજિસ્ટર્ડ કંપનીઓને 50 હજારથી 25 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. 5 લાખ રૂપિયા સુધી માટે કોઈ સિક્યોરિટી નહીં આપવી પડે, સાથે જ લોનના વ્યાજદર પર છૂટ પણ આપવામાં આવશે. સ્ત્રીશક્તિ પેકેજનો લાભ લેવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો સંપર્ક કરવાનો રહેશે.

3. મુદ્રા યોજનાઃ આ પ્રકારના બિઝનેસ માટે લોન
પ્રધાનમંત્રી મુદ્રા યોજના નાના ઉદ્યમીઓને પ્રોત્સાહન આપવા માટે સરકારે શરૂ કરી છે. આ યોજના દ્વારા 50 હજારથી 50 લાખ રૂપિયા સુધીની લોન કોઈપણ રાષ્ટ્રીય બેંકથી લઈ શકાય છે. આ રૂપિયાની મદદથી મહિલાઓ બ્યૂટીપાર્લર, ટ્યૂશન સેન્ટર, ટેલરિંગ વગેરે જેવા બિઝનેસ શરૂ કરી શકે છે. 10 લાખ રૂપિયા સુધીની લોન માટે કોઈ ગેરન્ટર કે સિક્યોરિટીની પણ જરૂરિયાત નથી પડતી.

મુદ્રા યોજનામાં ત્રણ પ્રકારના પ્લાન્સ છે

 • શિશુઃ નવા બિઝનેસ માટે 50 હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આમાં 12 ટકા વાર્ષિક વ્યાજ લાગે છે. તેને પાંચ વર્ષમાં અદા કરી શકાય છે.
 • કિશોરઃ આમાં પહેલાંથી ચાલી રહેલા બિઝનેસને આગળ વધારવા માટે 50 હજારથી પાંચ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. લોન જમા કરવી અને વ્યાજના દરો આપની ક્રેડિટ હિસ્ટ્રીના હિસાબથી બેંક નિર્ધારિત કરે છે.
 • તરુણઃ આમાં બિઝનેસ વધારવા માટે પાંચ લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. લોન જમા કરવા અને વ્યાજના દરો આપની ક્રેડિટ હિસ્ટ્રીના હિસાબથી બેંક નિર્ધારિત કરે છે.

4. મહિલા ઉદ્યમ નિધિઃ 10 વર્ષ માટે 10 લાખ સુધીની લોન
મહિલા ઉદ્યમીઓની આર્થિક મદદ માટે પંજાબ નેશનલ બેંક (PNB) અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) 10 લાખ રૂપિયા સુધીની લોન આપે છે. આને 10 વર્ષના સમયગાળામાં ચૂકવી શકાય છે. આ માટે વ્યાજના દરો બજારના આધાર પર નિર્ધારિત થાય છે.
આ યોજના અંતર્ગત SIDBI બ્યૂટીપાર્લર ખોલવા, ડે કેર સેન્ટર ચલાવવા, ઑટોરિક્ષા ખરીદવા, બાઇક અને કાર ખરીદવા માટે જુદા જુદા પ્લાન ચાલે છે. આ સ્કીમની મદદથી પહેલાંથી ચાલી રહેલા પ્રોજેક્ટને પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે.

5. મહિલા સમૃદ્ધિ યોજનાઃ પછાત મહિલાઓના ઉત્થાન માટે પ્રયાસ
આર્થિક અને સામાજિક રીતે પછાત મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે આ સ્કીમની શરૂઆત કરી છે. પોતાનો બિઝનેસ શરૂ કરવામાં થનારા ખર્ચ માટે બેંક 60 હજાર રૂપિયા સુધીની લોન આપે છે. એને 3 વર્ષ 6 મહિનામાં ચૂકવવાની હોય છે. આ માટે વાર્ષિક માત્ર 4 ટકા વ્યાજ ચૂકવવાનું હોય છે.
ગરીબી રેખાની નીચે (BPL) જીવન વ્યતીત કરનારી મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. આ માટે કોઈ ગેરન્ટર અથવા સિક્યોરિટી જમા કરવાની જરૂરિયાત નથી. આ યોજનાનો લાભ લેવા માટે આપે નજીકની બેંકનો સંપર્ક કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો