તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલાઓ માટે ઇન્વેસ્ટમેન્ટ ટિપ્સ:પોતાના બચતના પૈસાનું મહિલાઓ ક્યાં રોકાણ કરે, જેથી મળે સારું રિટર્ન અને સુરક્ષિત ભવિષ્ય

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આ સમયે શરૂ કરેલું રોકાણ આપનું અને આપના પાર્ટનરનું ભવિષ્ય સુરક્ષિત બનાવી શકે છે.

પૈસા કમાવા માટે અનેક રસ્તા હોઈ શકે છે પરંતુ એક વાત હંમેશાં યાદ રાખવી જોઈએ કે તેનો કોઈ શૉર્ટકટ નથી હોતો. એટલે પોતાની પહેલી નોકરી શરૂ કરવાની સાથે જ રોકાણ વિશે વિચારવું જોઈએ. જો આપ હોમ મેકર હો તો લગ્ન પછી આપે બચત અને રોકાણ શરૂ કરી દેવું જોઈએ. કારણકે, આ જ એ સમય હોય છે જ્યારે ખર્ચ પછી આપના હાથમાં થોડા પૈસા બચે છે. આ સમયે શરૂ કરેલું રોકાણ આપનું અને આપના પાર્ટનરનું ભવિષ્ય સુરક્ષિત બનાવી શકે છે. એટલે અમે અહીં ઇન્વેસ્ટમેન્ટની કેટલાક એવી રીતો જણાવવા જઈ રહ્યાં છે જે 20-35 વર્ષની મહિલાઓ અપનાવી શકે છે.

1. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)
આપ કામકાજી મહિલા હો કે હોમ મેકર, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ આપના માટે રોકાણનો સારો વિકલ્પ બની શકે છે. આમાં 15 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે જેની ઉપર સરકાર 7.1 ટકાનું વ્યાજ આપે છે. વાર્ષિક રોકાણની રકમ 500થી 1.5 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. આને કોઈ પણ પોસ્ટ ઑફિસ કે બેંક દ્વારા ખોલી શકાય છે. આટલું જ નહીં, આમાં રોકાણની રકમ પર ટેક્સમાં પણ છૂટ લઈ શકાય છે. આ ઉપરાંત આમાં મળનારા વ્યાજ પર આવનારા ટેક્સમાં પણ છૂટ મળે છે.
એક ઉદાહરણ દ્વારા આના ફાયદા સમજવાનો પ્રયત્ન કરીએ. જો આપ PPF ખાતામાં દર મહિને 5 હજાર રૂપિયા 15 વર્ષ સુધી જમા કરાવો છો. કુલ જમા રકમ થશે 9 લાખ રૂપિયા. આની ઉપર 7.1 ટકાના દરથી 7.27 લાખ રૂપિયા વ્યાજ મળશે. આ રીતે મેચ્યોરિટી પછી આપને કુલ 16.27 લાખ રૂપિયા મળશે.

2. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સૌથી સુરક્ષિત રોકાણની સ્કીમોમાંની એક છે. આમાં આપ એક નિશ્ચિત રકમનું એક નિશ્ચિત સમય માટે રોકાણ કરો છો. જેની ઉપર 8 ટકાના દરથી વ્યાજ મળે છે. સ્કીમ મેચ્યોર થયા પછી આપને પૂરા પૈસા મળી જાય છે. આ સ્કીમ મહિલાઓ માટે એટલે સારી છે કારણ કે, એક નિશ્ચિત સમયમાં આપની બચત વ્યાજ સહિત પાછી મળી જાય છે.

એક ઉદાહરણથી સમજીએ. જો આપે 1 લાખ રૂપિયાના નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પાંચ વર્ષ માટે લીધાં. મેચ્યોરિટી પછી આપને 1.46 લાખ રૂપિયા મળશે. સાથે આપ ઇનકમ ટેક્સમાં સેવિંગ પણ કરી શકશો.

3. બેંક ફિક્સ્ડ ડિપૉઝિટ સ્કીમ (FD)
ફિક્સ્ડ ડિપૉઝિટ સ્કીમ રોકાણની સાથે સાથે સેવિંગ પણ એક સારો વિકલ્પ છે. આમાં આપના ખર્ચ પછી જે પણ રકમ બચે છે તેની આપ FD કરાવી શકો છો. જુદી જુદી બેંકોમાં અલગ અલગ દરના વ્યાજ મળે છે. જરૂરિયાત આવે ત્યારે મેચ્યોરિટી પહેલાં પણ એફડી તોડી શકાય છે. આને કોઈપણ બેંકમાં ખોલી શકાય છે.

ઉદાહરણથી સમજીએ. જો આપે 5 વર્ષ સુધી 1 લાખ રૂપિયાની એફડી કરાવી છે. તો 6.5 ટકાના વાર્ષિક દરથી આપને પાંચ વર્ષ પછી 1.38 લાખ રૂપિયા મળશે. આ રોકાણનો એક સુરક્ષિત વિકલ્પ છે.

4. મ્યુચ્યુઅલ ફંડ્સ
હવે વાત કરીએ રોકાણ એક એવા વિકલ્પની જેમાં થોડું રિસ્ક છે પરંતુ રિટર્ન પણ વધુ છે. મ્યુચ્યુઅલ ફંડ શેયર બજારમાં સીધું રોકાણ નથી હોતું. આમાં આપ ફંડ મેનેજર દ્વારા રોકાણ કરો છો. આપ સિસ્ટેમેટિક ઇનવેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા થોડા-થોડા પૈસા પણ મ્યુચ્યુઅલ ફંડમાં નાખી શકો છો. આપ પોતાના મોબાઇલ પર એપ્લિકેશન ડાઉનલોડ કરીને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શરૂ કરી શકો છો.
આ રોકાણ પર થનારા પ્રૉફિટમાંથી મ્યુચ્યુઅલ ફંડ કંપની પોતાની ફી કાપીને બાકીની રકમ આપને આપે છે. મ્યુચ્યુઅલ ફંડ્સની અનેક જુદી જુદી સ્કીમ્સ માર્કેટમાં ઉપલબ્ધ છે, જેવી કે, ડેબ્ટ ફંડ્સ, ઇક્વિટી ફંડ્સ, બેલેન્સ્ડ ફંડ વગેરે. મ્યુચ્યુઅલ ફંડમાં થનારા લૉંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ ફ્રી હોય છે. આથી આપ ઇનકમ ટેક્સમાં પણ છૂટ પ્રાપ્ત કરી શકો છો.

5. સૉવરેન ગોલ્ડ બૉન્ડ
સોનામાં રોકાણના અનેક વિકલ્પો હોઈ શકે છે. જેવાં કે – ઘરેણા, સોનાનાં સિક્કા, ગોલ્ડ બુલિયન્સ વગેરે. પરંતુ આ બધામાં સૌથી સારો વિકલ્પ માનવામાં આવે છે સૉવરેન ગોલ્ડ બૉન્ડ. આ સરકારી સ્કીમમાં રોકાણથી રિસ્ક અત્યંત ઓછું થઈ જાય છે અને નિશ્ચિંત થઈને રિટર્ન હાંસિલ કરી શકાય છે. સૉવરેન ગોલ્ડ બૉન્ડને રિઝર્વ બેંક જારી કરે છે એટલે તેની શુદ્ધતાને લઇને કોઈ ઝંઝટ નથી હોતી.
ગોલ્ડ બૉન્ડ પર આપને વાર્ષિક 2.50 ટકા વ્યાજ મળે છે. ગોલ્ડ બૉન્ડ મેચ્યોર થતાં તે સમયે બજારમાં સોનાની જે કિંમત હોય છે તેની ઉપર આપ વેચી શકો છો. આની ખાસિયત એ છે કે ફિઝિકલ સોનાની જેમ આના સ્ટોરેજની ચિંતા નથી કરવી પડતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો