તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખોટા ખર્ચાઓથી છુટકારો:જો તમારા પાર્ટનરને સમજ્યા-વિચાર્યા વિના રૂપિયા ખર્ચ કરવાની આદત હોય તો શું કરશો?

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાર્ટનરની ખોટા ખર્ચ કરવાની ટેવને કેવી રીતે સુધારશો?

ડોરબેલનો અવાજ આવ્યો ત્યારે કૃતિકાએ દરવાજો ખોલ્યો. સામે એક ડિલિવરી બોય પાર્સલ લઈને ઊભો રહ્યો. કૃતિકા સમજી ગઈ કે આલોકે ફરી કોઈ ઓનલાઇન ઓર્ડર કર્યો છે. આ અઠવાડિયાનું ત્રીજું પાર્સલ હતું. કૃતિકા પોતાના પતિના ખોટા ખર્ચની આદતથી પરેશાન છે. આવું કરવાથી એની બચત પર ખરાબ અસર પડી રહી છે.

આવી સ્થિતિનો સામનો કરનારી કૃતિકા એકમાત્ર મહિલા નથી. ક્યારેક-ક્યારેક આવા કિસ્સાઓ એટલા વધી જાય છે કે સંબંધો તૂટવાની અણીએ આવી જાય છે. હવે આવી સ્થિતિથી છુટકારો મેળવવા માટે કૃતિકા અને તેની જેવી અનેક મહિલાઓએ શું કરવું જોઈએ?

સ્ટેપ#1: કારણ જાણવાની કોશિશ કરો
સૌથી પહેલા ખોટા ખર્ચનું કારણ સમજવાની કોશિશ કરો. આ માત્ર બેદરકારી છે કે એની પાછળ કોઈ ગંભીર કારણ છે. ઉદાહરણ તરીકે ભય, અસુરક્ષા, આત્મગ્લાનિ. કારણ જાણીને જ એનો ઉકેલ શોધી શકાય છે.

સ્ટેપ#2: દોષ આપવો નહીં, વાત કરવી
પતિ પર સીધો દોષ લગાવવો નહીં. આવું કરવાથી સંબંધોમાં કડવાશ આવી શકે છે. સાથે બેસીને વાત કરો અને નક્કી કરો કે આ મહિને ક્યાં રોકાણ કરવાનું છે. બંને રૂપિયાની બચત માટે કોશિશ કરતાં રહો.એના માટે મૌખિકની જગ્યાએ બધા ખર્ચને લખીને રાખો. એનાથી વધારે જો કોઈ ખર્ચ કરે તો તેને યાદ કરાવતા રહેવું.

સ્ટેપ#3: બે પ્રકારનાં ખાતાંનો ઉપયોગ કરો
પતિ-પત્ની મળીને બે પ્રકારનાં બેંક ખાતાં રાખે. એક પર્સનલ અને બીજું જોઇન્ટ અકાઉન્ટ. પર્સનલમાં માત્ર એ રૂપિયા રાખવા જે તમારી ઉપર તમે ખર્ચ કરવાના છો. અન્ય ઘરના ખર્ચ અને બચતના રૂપિયા જોઇન્ટ અકાઉન્ટમાં રાખવા. કોઈપણ પરિસ્થિતિમાં શોપિંગ માટે જોઇન્ટ અકાઉન્ટનો ઉપયોગ ન કરો.

સ્ટેપ#4: લિસ્ટ બનાવીને શોપિંગ કરો
શોપિંગ કરવા જાઓ તો તમારી જરૂરિયાતની વસ્તુઓનું લિસ્ટ બનાવી લો, નહીંતર અનેક એવી વસ્તુઓ પણ ખરીદીને લાવશો અથવા ઓનલાઇન ઓર્ડર કરી દેશો, જેની તમને જરૂરિયાત નથી. ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરશો નહીં.

સ્ટેપ#5: પ્રોફેશનલ સલાહ લો
જો ઉપર જણાવેલી કોઈપણ રીત કામ ન આવી રહી હોય તો પ્રોફેશનલ સલાહ લેવી જોઇએ. દાખલા તરીકે નાણાકીય સલાહકારથી તમે બજેટ બનાવી લો અથવા શોપિંગ હેબિટ બદલવા માટે કોઈ સાઈકોલોજિસ્ટની સલાહ પણ મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો