તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કઈ રીતે સોનામાં રોકાણ કરવું જોઈએ:ઘરેણાં ખરીદવાની રીત સારી નથી, સોનામાં રોકાણ માટેના ચાર વિકલ્પો જાણો

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સોનામાં રોકાણ માટેના બીજા વિકલ્પો છે, જેમાંથી વધુ નફો થઈ શકે છે.

નિકિતાએ પોતાની બચતમાંથી 20 ગ્રામનો સોનાનો હાર બનાવ્યો. તેણે વિચાર્યું હતું કે સોનામાં આ એક જાતનું રોકાણ છે. ભાવ વધે અને જરૂર પડે ત્યારે વેચી પણ શકાશે, પરંતુ નિકિતાને ખ્યાલ નહોતો કે હાર કરાવો ત્યારે એના પર મેકિંગ ચાર્જ લાગે અને જીએસટી પણ લાગે. બીજું કે વેચવા જશે ત્યારે તેની શુદ્ધતા સામે સવાલ રહેશે, તેથી ઉતાવળે ઓછી કિંમતે પણ વેચી દેવો પડે.

નિકિતા જેવી ઘણી નારીઓ હોય છે, જે સોનામાં રોકાણ સમજીને ઘરેણાં કરાવી લે છે, પરંતુ રોકાણ માટેનો આ ફાયદાનો સોદો નથી. સોનામાં રોકાણ માટેના બીજા વિકલ્પો છે, જેમાંથી વધુ નફો થઈ શકે છે. અમે તમને જણાવીએ છીએ સોનુ ખરીદવાના ચાર બહેતર વિકલ્પો:

1. ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (Gold ETF)
શેર ખરીદીએ એ રીતે સોનું ખરીદી શકીએ એને ગોલ્ડ ઈટીએફ કહેવામાં આવે છે. આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે. તેને એક્સચેન્જ પર ટ્રેડે કરી શકાય છે એટલે કે તેની લે વેચ થઈ શકે છે. ગોલ્ડ ઈટીએફ માટે બેન્ચ માર્ક પ્રાઇસ સ્પૉટ ગોલ્ડ પ્રાઇસ હોય છે, એટલે કે સોનાનો જે ભાવ ચાલતો હોય તે જ ભાવે તેની લે વેચ થાય. ગોલ્ડ ઈટીએફ માટે તમારી પાસે ટ્રેડિંગ ડિમેટ અકાઉન્ટ હોવું જોઈએ. તેમાં યુનિટ પ્રમાણે સોનાની ખરીદી કરવાની હોય છે. તમે તે યુનિટ વેચો ત્યારે સોનું નહિ, પણ સોનાની કિંમત ચાલતી હોય તેટલા મૂલ્યની રકમ મળી જાય.
સોનામાં રોકાણ માટેનો આ સૌથી સસ્તો વિકલ્પ છે. શેરની જેમ એની લેવેચ નેશનલ સ્ટૉક એક્સચેન્જમાં કેશ માર્કેટમાં પણ કરી શકાય છે. ગોલ્ડ ઈટીએફના એક યુનિટની કિંમત એક ગ્રામના સોના જેટલી હોય છે. તેમાં રોકાણની કોઈ અપર લિમિટ નથી અને તેમાં કોઈ લૉક ઇન પિરિયડ પણ નથી.

2. સૉવરિન ગોલ્ડ બૉન્ડ
સોનામાં રોકાણનો બીજો સારો વિકલ્પ સૉવરિન ગોલ્ડ બૉન્ડ છે. આ સરકારી સ્કીમ છે અને તેમાં રોકાણને કારણે રિસ્ક બહુ જ ઓછું થઈ જાય છે. કોઈ ચિંતા વિના રિટર્ન માટેની આશા રાખી શકાય છે. ભારતીય રિઝર્વ બૅન્ક સૉવરિન ગોલ્ડ બૉન્ડ બહાર પાડે છે. તેથી સોનાની શુદ્ધતા માટેની કોઈ ઝંઝટ તેમાં રહેતી નથી.
ગોલ્ડ બૉન્ડ પર વર્ષે 2.50% વ્યાજ મળે છે. આ જામીનગીરી પાકે ત્યારે બજારમાં સોનાનો જે ભાવ ચાલતો હોય તેટલા ભાવે તેને વેચી શકાય છે. બૉન્ડમાં રોકાણ કર્યું હોય એટલે સોનાને સાચવવાની જે ચિંતા હોય છે એ કરવાની રહેતી નથી તે પણ તેની ખાસિયત છે.

3. ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ
ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ ગોલ્ડ ઈટીએફનો જ એક પ્રકાર છે. આ એવી ફંડ સ્કીમ હોય છે, જેમાં મુખ્યત્વે ગોલ્ડ ઈટીએફમાં રોકાણ કરવામાં આવ્યું હોય છે. ભૌતિક રીતે સોનામાં રોકાણ કરવાના બદલે તેમાં ગોલ્ડ ઈટીએફમાં રોકાણ કરવામાં આવે છે. આ ઓપન એન્ડેડ રોકાણ માટેની સ્કીમ છે અને ગોલ્ડ ઈટીએફમાં કરેલા રોકાણ અને લેવેચને કારણે થયેલા ફાયદા પ્રમાણે તેની નેટ એસેટ વેલ્યુ નક્કી થતી હોય છે.
તમે મહિને 1000 રૂપિયાના SIPથી પણ ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. તેમાં રોકાણ માટે ડિમેટ અકાઉન્ટની પણ જરૂર નથી. તમે કોઈપણ મ્યુચ્યુઅલ ફંડ હાઉસના માધ્યમથી રોકાણ કરી શકો છો.

4. પેમેન્ટ ઍપથી પણ ગોલ્ડ ખરીદી શકાય છે
તમે હવે સ્માર્ટફોનના માધ્યમથી ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરી શકો છો. તે માટે વધુ ખર્ચ કરવાની જરૂર નથી. તમારી અનુકૂળતા અનુસાર જોઈએ તેટલું જ સોનું ખરીદી શકો છો. માત્ર એક રૂપિયાનું પણ રોકાણ કરી શકાય. એમેઝોન, ગૂગલ પૅ, પેટીએમ, ફોનપૅ અને મોબિક્વિક જેવા પ્લેટફોર્મ આવી સુવિધા આપે છે.
ડિજિટલ ગોલ્ડનો ફાયદો એ છે કે માત્ર એક રૂપિયાથી પણ શરૂઆત કરી શકો છો. સીધું સોનામાં જ રોકાણ થાય છે. જ્વેલરી મેકિંગનો ખર્ચ ભોગવવો પડતો નથી. બચત પણ થતી જાય અને સોનાના ભાવ વધે તો લાભ પણ મળે અને સોનાને સાચવવાની ચિંતા પણ નહિ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો