તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુકન્યા સમૃદ્ધિ યોજના:આ સરકારી સ્કીમમાં દર મહિને 10 હજાર જમા કરવાથી મળશે 50 લાખનું રિટર્ન, જાણો આપની બેટીના સુરક્ષિત ભવિષ્યની સંપૂર્ણ પ્રોસેસ

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) પર વાર્ષિક 7.6 ટકાના હિસાબથી વ્યાજ મળી રહ્યું છે

વર્ષ 2015માં મોદી સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનનો એક ભાગ હતી. દીકરીઓના સુરક્ષિત ભવિષ્ય માટે આ યોજના આજે સૌથી લોકપ્રિય માનવામાં આવે છે. આ સ્કીમ અંતર્ગત કોઈપણ માતા-પિતા પોતાની 10 વર્ષથી નાની ઉંમરની દીકરીનું ખાતું ખોલાવી શકે છે. 21 વર્ષમાં મેચ્યોર થયા પછી એક મોટી રકમ મળે છે જેના દ્વારા દીકરીનું શિક્ષણ અને લગ્નની ચિંતાથી તમે મુક્ત થઈ શકો છો.

સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) પર વાર્ષિક 7.6 ટકાના હિસાબથી વ્યાજ મળી રહ્યું છે, જે ફિક્સ્ડ ડિપોઝિટ, રાષ્ટ્રીય બચત પત્ર, મંથલી ઇન્કમ સ્કીમ, કિસાન વિકાસપત્ર અને રિકરિંગ ડિપોઝિટ જેવી યોજનાઓથી વધુ છે. આ ઉપરાંત SSY પર તમને ઇન્કમ ટેક્સમાં છૂટ પણ મળે છે. સુકન્યા સમૃદ્ધિ ખાતું કોઈપણ પોસ્ટ ઑફિસ અથવા બેંકની શાખામાં ખોલાવી શકાય છે. અમે અહીં સુકન્યા સમૃદ્ધિ યોજના સાથે સંકળાયેલી તમામ જરૂરી વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

બેંક અથવા પોસ્ટ ઑફિસમાં આ રીતે ખોલો SSY અકાઉન્ટ

 • સુકન્યા સમૃદ્ધિ યોજના અકાઉન્ટ ખોલાવવા માટે સૌપ્રથમ પોસ્ટ ઓફિસ અથવા બેંક જઈને ફૉર્મ લેવાનું રહેશે.
 • આ માટે દીકરીનું બર્થ સર્ટિફિકેટ, પેરન્ટ્સનો ફોટો, ઓળખપત્ર અને એડ્રેસ પ્રૂફ પણ આપવાનાં રહેશે.
 • બેંક અથવા પોસ્ટ ઑફિસ દ્વારા તમારા ડૉક્યુમેન્ટ્સનું વેરિફિકેશન થયા પછી તમારું અકાઉન્ટ ખૂલી જશે.
 • અકાઉન્ટ ખૂલ્યા પછી અકાઉન્ટહોલ્ડરને પાસબુક પણ આપવામાં આવે છે.
 • આ યોજનામાં તમે બે જ દીકરીનાં ખાતાં ખોલાવી શકો છો. જો જોડકી દીકરીઓનો જન્મ થાય અને ત્રીજું સંતાન દીકરી હોય તો ત્રણ ખાતાં ખોલાવી શકો છો.
 • SSY અકાઉન્ટ ઓછામાં ઓછા 250 રૂપિયા ભરીને શરૂ કરી શકો છો. આમાં એક નાણાકીય વર્ષમાં 250થી 1.50 લાખ રૂપિયા સુધી જમા કરી શકાય છે.
 • આ અકાઉન્ટમાં તમારે 15 વર્ષ સુધી પૈસા જમા કરાવવાના હોય છે. ત્યાં જ 21 વર્ષમાં અકાઉન્ટ મેચ્યોર થઈ જાય છે.
 • જો દીકરીનું મૃત્યુ થઈ જાય તો અકાઉન્ટના બધા પૈસા પરિવારને વ્યાજ સાથે પરત આપવામાં આવે છે.

દર મહિને 10 હજાર જમા કરવા પર 50 લાખનું એકસાથે રિટર્ન

માની લો કે તમારી દીકરી એક વર્ષની છે. તમે આજે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં તેનું ખાતું ખોલાવ્યું. આ સ્કીમમાં તમે દર મહિને 10 હજાર રૂપિયા જમા કરો છો. તમારે કુલ 15 વર્ષ સુધી આ પૈસા જમા કરવાના છે, એટલે કે કુલ 18 લાખ રૂરિયા. વર્ષ 2041માં આ સ્કીમ મેચ્યોર થઈ જશે. એ સમયે તમને જે રિટર્ન મળશે એ 50 લાખ 92 હજાર રૂપિયા હશે, એટલે કે તમને લગભગ 32 લાખ રૂપિયાનું વ્યાજ મળશે. છે ને ફાયદાનો સોદો!?

એટલું જ નહીં, ઇન્કમ ટેક્સ કાનૂનના સેક્શન 80 સી અંતર્ગત સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવા પર ટેક્સમાં છૂટ પણ મળે છે, એટલે કે વાર્ષિક 1.5 લાખ રૂપિયાના રોકાણ પર તમે ટેક્સ છૂટનો ફાયદો ઉપાડી શકો છો. સુકન્યા સમૃદ્ધિ સ્કીમથી મળનારું રિટર્ન પણ ટેક્સ ફ્રી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો