તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલા હોવાનો લાભ:પ્રોપર્ટી રજિસ્ટ્રેશનથી બેંક લોન સુધી, મહિલાઓને કઈ સ્કીમમાં મળે છે વધારે છૂટ

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સરકાર એવી યોજનાઓ એટલા માટે ચલાવે છે જેથી મહિલાઓની આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે

પ્રોપર્ટી રજિસ્ટ્રેશનથી બેંક લોન સુધી ઇન્કમ ટેક્સથી ઇન્શ્યોરન્સ પ્રીમિયમ સુધી; એવાં અનેક સેક્ટર છે જ્યાં મહિલાઓને પુરુષોની અપેક્ષાથી વધુ છૂટ મળે છે. સરકાર એવી યોજનાઓ એટલા માટે ચલાવે છે જેથી મહિલાઓની આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે અને દેશની પ્રગતિમાં તેમની ભાગીદારી વધે. અમે અહીં એવી અનેક સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છે, જેનો લાભ લઈને મહિલાઓ પૈસાની બચત કરી શકે છે.

1. એજ્યુકેશન અને હોમ લોનનો વ્યાજદર ઓછો
એજ્યુકેશન લોન અને હોમ લોનનો વ્યાજનો દર સામાન્ય રીતે મહિલાઓ માટે 0.5થી 1.0 ટકા સુધી ઓછો હોય છે. જેમ ભારતીય સ્ટેટ બેંક મહિલાઓને હોમ લોન લેવા પર 0.05 ટકા એટલે કે 5 બેસિસ પોઈન્ટની છૂટ આપે છે. PNB પણ મહિલા બૉરોઅર્સને હોમ લોનના વ્યાજદરો પર 0.05 ટકા સુધીની છૂટ ઉપલબ્ધ કરાવી રહી છે. HDFC બેંકમાં મહિલા ગ્રાહકોને હોમ લોનના વ્યાજદરો પર 0.10 ટકા સુધીની છૂટ મળી રહી છે.

આ જ રીતે મહિલાઓના શિક્ષણ માટે અનેક પ્રકારની લોન સ્કીમ ચલાવાઈ રહી છે જેના વ્યાજદરો સામાન્યથી ઓછા છે, જેમ કે કોર્પોરેશન બેંક ઓફ ઇન્ડિયાની વિદ્યા સ્કીમ. આમાં 25 બેસિસ પોઈન્ટ સુધી ઓછા વ્યાજદરોથી લોન મળે છે. ઇન્ડિયન ઓવરસીઝ બેંકની વિદ્યા જ્યોતિ સ્કીમથી 30 લાખ સુધીની એજ્યુકેશન લોન સામાન્યથી 0.5 ટકા ઓછા વ્યાજદરો પર મળી શકે છે.

2. પ્રોપર્ટી રજિસ્ટ્રેશનમાં સ્ટેમ્પ ડ્યૂટી પર છૂટ
મહિલાઓના નામ પર પ્રૉપર્ટી રજિસ્ટ્રેશન કરવા પર અનેક રાજ્ય સ્ટેમ્પ ડ્યૂટીમાં છૂટ આપે છે, જેમ કે દિલ્હીમાં પુરુષોને સ્ટેમ્પ ડ્યૂટી પર 6 ટકા ચૂકવવાના હોય છે, જ્યારે મહિલાઓને માટે આ દર ફક્ત 4 ટકા જ છે.

જો સંપત્તિના માલિકના હક્ક પૂર્ણ રીતે કોઈ મહિલાના નામ પર ન હોય અને તેને પ્રોપર્ટીમાં જૉઈન્ટ ઓનર બનાવી હોય તો એવી સ્થિતિમાં પણ રજિસ્ટ્રેશન પર એક ટકાની છૂટનો લાભ મળી શકે છે.

આ ઉપરાંત મહાનગરોમાં લાગનારા પ્રૉપર્ટી ટેક્સ પર પણ મહિલાઓને વધુ છૂટ મળે છે. એટલા માટે સમજદારી એમાં જ છે કે મહિલાઓને ઘરની અસલી માલિક બનાવવામાં આવે.

3. મહિલાઓ પાસે વધુ ઇન્કમ ટેક્સ બચાવવાનો વિકલ્પ
વર્ષ 2011-12 સુધી મહિલાઓને પુરુષોથી વધુ ટેક્સની છૂટ મળતી હતી, પરંતુ 2012-13થી બન્નેના ટેક્સ સ્લેબ બરાબર કરવામાં આવ્યા હતા. હાલમાં મહિલા અને પુરુષ બંનેને 2.5 લાખની આવક ટેક્સના વર્તુળમાંથી બહાર છે. આ ઉપરાંત જો આવક 5 લાખથી ઓછી હોય તો બાકી રકમ પર પણ ટેક્સમાં
છૂટ મળી જાય છે, એટલે કે સંપૂર્ણ પાંચ લાખ ટેક્સ ફ્રી થઈ જાય છે.

મહિલાઓને ઇન્કમ ટેક્સમાં કેટલાક ખાસ લાભ આપવામાં આવે છે. એની મદદથી જો તેઓ સ્માર્ટ રીતે રોકાણ કરે તો વધુ ટેક્સ બચાવી શકે છે. એમાં પાંચ વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ, નેશનલ પેન્શન સ્કીમ, સુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે સામેલ છે.

4. મહિલાઓ માટે કેટલીક સ્પેશિયલ ઇન્શ્યોરન્સ પૉલિસી
ભારતમાં મહિલાઓ માટે ઈન્શ્યોરન્સ પ્રાથમિકતામાં નથી. ઇન્શ્યોરન્સ સેક્ટરમાં મહિલાઓની ભાગીદારી વધુ થાય એ માટે પ્રીમિયમમાં તેમને પુરુષ કરતાં વધુ છૂટ પણ આપવામાં આવે છે. ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સનું ઉદાહરણ લઈએઃ-

ધુમ્રપાન ન કરનારો 36 વર્ષનો એક પુરુષ જો આવનારાં 40 વર્ષ માટે એક કરોડ રૂપિયાનો ઇન્શ્યોરન્સ કવર લે તો તેને વર્ષના 15,983 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. આ જ સ્કીમ માટે સમાન શરતો સાથે મહિલાને લગભગ બે હજાર રૂપિયા ઓછા એટલે કે 13,943 રૂપિયા વર્ષનું પ્રીમિયમ ચૂકવવું પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો