તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળક માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગની તૈયારી:પ્રેગ્નન્સી પહેલાં અને પછી રાખો આ પાંચ વાતનું ધ્યાન, સુરક્ષિત રહેશે બેબી અને તેનું ભવિષ્ય

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

માતા બનવું કોઈપણ મહિલા માટે જીવનનો સૌથી ખૂબસૂરત અહેસાસ હોય છે. આ અહેસાસમાં પૈસા સાથે સંકળાયેલી પરેશાનીઓથી ખલેલ ન પડવી જોઈએ. થોડા સમય પહેલાં જોઈન્ટ ફેમિલીમાં મહિલાને વધુ ચિંતા કરવાની જરૂર પડતી નહોતી. માતા અને શિશુનું સંપૂર્ણ ધ્યાન પરિવારના કે અન્ય સભ્યો રાખતા હતા, પરંતુ ભારતમાં એકલ પરિવારનું ચલણ એકદમ વધી રહ્યું છે, જેમાં ગ્રાન્ડ પેરન્ટ્સ વધુ દખલ નથી કરી શકતા. પ્રેગ્નન્સી સાથે જ ડોક્ટરનો ખર્ચ, હોસ્પિટલનો ખર્ચ, શિશુની પરવરિશ સાથે જોડાયેલો ખર્ચ, શિક્ષણનો ખર્ચ વગેરે શરૂ થઈ જાય છે. આવામાં શિશુ પ્લાન કરતાં પહેલાં ફાઈનાન્શિયલ પ્લાનિંગ અત્યંત જરૂરી છે. અમે તમને પાંચ વાત જણાવીએ છીએ, જેની પર અમલ કરીને તમે તમારી પ્રેગ્નન્સી અને શિશુના ભવિષ્યને લઈને આર્થિક રૂપથી ચિંતા મુક્ત થઈ શકો છો.
પ્રેગ્નન્સી પહેલાં આ ત્રણ વાતનું ધ્યાન રાખો

1. પોતાની આવક અને ખર્ચનું બજેટ ફરીથી બનાવો
શું તમે જાણો છો કે તમારી કમાણી ક્યાં ક્યાં ખર્ચ થાય છે? તમારી પાસે વર્તમાન સમયમાં કેટલું સેવિંગ્સ છે? તમારા રિટાયરમેન્ટ ખાતામાં કેટલા પૈસા છે? જો આ દરેક સવાલોના જવાબ ‘ના’ છે તો હવે કહી શકાય કે તમે સાચા ટ્રેક પર નથી.
જલદીથી પોતાના પાર્ટનર સાથે બેસી જાઓ અને ઘરની આવક, ખર્ચ અને સેવિંગનું વિવરણ બનાવો.
તમારા ખર્ચમાં કાપ મૂકીને એક ઇમર્જન્સી ફંડ તૈયાર કરો. કોઈ ઇમર્જન્સીની સ્થિતિમાં તમારી પાસે 3-6 મહિનાના ખર્ચના પૈસા હોવા જોઈએ.

2. પોતાની કંપનીની મેટરનિટી પૉલિસીને સમજો
જો તમે કોઈ ઓફિસમાં કામ કરો છો તો ત્યાં એચઆર પાસેથી કંપનીની મેટરનિટી પૉલિસી વિશે જાણકારી મેળવો. દાખલા તરીકે પ્રેગ્નન્સીમાં કેટલા દિવસની રજા મળશે? ડિલિવરીનો કેટલો ખર્ચ કંપની ઉપાડશે? જો મેટરનિટી લીવ વધારવી પડે તો શું નિયમ છે? વગેરે.
આ ઉપરાંત જો તમે હેલ્થ ઇન્શ્યોરન્સ લીધો છે તો એની આવશ્યક વાતો સમજી લો. ઇન્શ્યોરન્સમાં કેટલો ખર્ચ કવર થાય છે? બાકીના પૈસાની વ્યવસ્થા કેવી રીતે થશે? પ્રેગ્નન્સી પહેલાં જ આ દરેક વાતને સમજી લેશો તો પ્રેગ્નન્સી પછી તમે શિશુની દેખભાળ પર પૂર્ણ ફોકસ કરી શકશો.

3. જરૂરિયાતની વસ્તુઓનું લિસ્ટ બનાવીને ખરીદી કરો
જરૂરિયાતના સામાનનું એક લિસ્ટ બનાવી લો અને ડિલિવરી પહેલાં ખરીદી કરી લો. એમાં ડાયપર, કપડાં, દૂધની બૉટલ, બેડિંગ, બેબી ફૂડ, રમકડાં વગેરે જેવી વસ્તુઓ સામેલ થઈ શકે છે. આ ઉપરાંત શિશુના સ્વાગતમાં જો શાવર પાર્ટી આપવા ઈચ્છતા હો તો એના માટે પણ પહેલેથી પ્લાનિંગ કરીને રાખો.

શિશુના જન્મ પછી આ બે વાતનું ધ્યાન રાખો

 • લાઇફ ઇન્શ્યોરન્સ છે જરૂરી
 • માતા બન્યા પછી તમારી પર એક નાના મહેમાનની પણ જવાબદારી આવી જાય છે. તેની જરૂરિયાતો પૂરી કરવી અને તેનું ભવિષ્ય સુરક્ષિત રાખવું એ તમારું કર્તવ્ય છે, એટલે જરૂરી છે કે તમે તમારો એક લાઇફ ઇન્શ્યોરન્સ કરાવી લો. જો ન થવાનું કંઈ થાય તો તમારા શિશુના ફાઇનાન્સ માટે પરેશાની ન થાય.
 • એજ્યુકેશન માટે બચત જરૂરી
 • ભારતમાં એજ્યુકેશનમાં મોંઘવારીનો દર 10-12 ટકા છે. દાખલા તરીકે એન્જિનિયરિંગ કોર્સનું શિક્ષણ જે અત્યારે લગભગ 6 લાખ રૂપિયા છે, જે 17 વર્ષ પછી 15 લાખ થઈ જશે. શિશુની ઉચ્ચ શિક્ષા માટે અત્યારથી પ્લાનિંગ અત્યંત જરૂરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો