તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરેથી કામમાં ટેલિકોલિંગ સૌથી આગળ:ફોન પર વાત કરવાથી કમાણી, પરંતુ કમ્યુનિકેશન સ્કિલ હોવી જોઈએ જોરદાર

ઘરેથી કામમાં ટેલિકોલિંગ સૌથી આગળએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તમને ઘણીવાર ફોન આવતા હશે, ફોન રિસીવ કરતા સામેથી કોઈ યુવતી ક્રેડિટ કાર્ડ્સ લેવા માટે કહેવાથી લઈને પ્રોપર્ટી ખરીદવા, કોઈ પ્રાઈવેટ પ્રોડક્ટ ખરીદવા, કોઈ પ્રોડક્ટ ખરાબ થાય તો એ બદલવાની રીતની જાણકારી પણ આપતી સાંભળવા મળશે. આજકાલ આ કામ ઘરેથી જ મહિલાઓ અને યુવતીઓ કરી રહી છે.

આ નોકરી માટે શું કરવાનું હોય છે
આની મુખ્ય આવશ્યકતા છે કે તમે અજનબી માણસ સાથે વાત કરવાની રીત જાણતા હો. તમને લોકોને તમારી વાત મનાવવાનો હુન્નર આવડતો હોય. આ સાથે જ જે પણ કંપની કે પ્રોડક્ટ માટે તમે કામ કરી રહ્યા છો એની પૂરેપૂરી જાણકારી તમારી પાસે હોય તો તમારા માટે આ નોકરી યોગ્ય રહેશે.

આ નોકરી માટે શું સ્કિલ હોવી જોઈએ
તમે ટેલિકોલિંગની ટ્રેનિંગ લીધી હોય કે માસ કમ્યુનિકેશન સાથે સંકળાયેલ કોઈ કોર્સ કર્યો હોય. એમાં વાત કરવાની સ્કિલ જ સૌથી મહત્ત્વપૂર્ણ છે.

સ્કિલ શીખ્યા પછી ક્યાં નોકરી મળે છે
ટેલિકોલિંગ એજન્સીમાં, કસ્ટમર કેર સેન્ટર, કોલસેન્ટર, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ એટલે કે બીપીઓ વગેરેમાં.

કેટલા કલાક કામ કરવાનું હોય છે
આ એક ફુલટાઈમ કામ છે. તેમાં સાતથી આઠ કલાક કામ કરવાનું હોય છે.

સેલરી કેટલી મળે છે
તેમાં આઠ હજાર રૂપિયા પ્રતિ માસથી લઈને 40 હજાર રૂપિયા પ્રતિ મહિના સુધી મળે છે.

ક્યાં શોધશો નોકરીઃ ગૂગલ, નોકરી ડોટ કોમ, શાઈન ડોટ કોમ, લિન્ક્ડ ઈન, ફેસબુક જોબ્સ દ્વારા નોકરી શોધી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો