તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરળ લખીને કમાણી કરવી છે?:દરેક બિઝનેસ સંસ્થાનને જોઈએ છે કન્ટેન્ટ-રાઇટર, ઘરેથી કામ કરનારી મહિલાઓની પહેલી પસંદગી છે આ નોકરી

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લૉકડાઉનમાં આ જ એક એવું કરિયર સેક્ટર હતું, જે સતત ચમકતું રહ્યું.

લૉકડાઉનમાં લોકોની નોકરીઓ ગઈ. નોકરી ગુમાવનારા ઘણા લોકોએ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરી દીધું. કોઈપણ સ્ટાર્ટઅપ માટે જરૂરી છે કે લોકો એના વિશે જાણે અને કોઈપણ કંપની વિશે યોગ્ય રીતે જણાવવા માટે પ્રોફેશનલ કન્ટેન્ટ ક્રિએટર્સની જરૂર પડે છે. લૉકડાઉનમાં આ જ એક એવું કરિયર સેક્ટર હતું, જે સતત ચમકતું રહ્યું. આ વાતો લિંક્ડ-ઈનના એક રિપોર્ટમાં સામે આવી છે. નોકરીઓની વર્તમાન સ્થિતિ પર લિંક્ડ-ઈન ન્યૂઝના મેનેજિંગ એડિટર અંકિતે બ્રાન્ડ એન્ડ કમ્યુનિકેશનના કન્સલ્ટન્ટ વંશિકા મહેતા સાથે વાતચીત કરી.

વંશિકા મૂળ કન્ટેન્ટ-ક્રિએટર છે અને બે વર્ષની અંદર જ તેમણે બે લાખ રૂપિયા મહિના કમાવાની શરૂઆત કરી દીધી છે. લિંક્ડ-ઈનના કાર્યક્રમમાં તેમણે પોતાની જર્ની વિશે જણાવ્યું, તેમણે આખું કામ પોતાને ઘેર રહીને જ કર્યું છે.

વંશિકા ગુરુગ્રામમાં રહે છે. ફ્રીલાંસ કન્ટેન્ટ લખે છે તેમણે કહ્યું હતું, આવનારા દિવસોમાં એની માગ હજુ વધવાની છે,. કારણ કે તેમણે 2018માં કામ શરૂ કર્યું હતું. ત્યારે તેમણે કેટલીક બ્રાન્ડ માટે તેમની વેબસાઈટ્સ માટે કન્ટેન્ટ લખ્યું હતું. ત્યારે તેમને 15 હજાર રૂપિયા મળ્યા હતા. ત્યારે તેમણે માત્ર ત્રણ મહિના સુધી આ કાર્ય કરવાનું વિચાર્યું હતું, પરંતુ જ્યારે 21 મહિના થઈ ગયા છે અને તેઓ લગાતાર લખતાં જ રહ્યાં છે.

કન્ટેન્ટ-ક્રિએટર અથવા કન્ટેન્ટ-રાઈટરની નોકરીમાં શું કરવાનું હોય છે?
આમાં બે ખાસ પ્રકારનાં કામ હોય છે. એક એ કે તમે કોઈ કંપની સાથે જોડાઈને સતત એના માટે કૉપી રાઇટિંગ, સ્ક્રિપ્ટ રાઇટિંગ, ટ્રાન્સલેશનનું કામ કરવાનું હોય છે. એમાં મહિનાના અંતમાં પૈસા મળે છે.
બીજું, ફ્રીલાન્સ રાઇટિંગ. આમાં તમને ત્યારે જ કામ મળે છે જ્યારે તમારી રાઇટિંગમાં ક્રિએટિવિટી સાથે તમારી ભાષા વ્યવસ્થિત અને સરળ હોય. તમારા માટે કન્ટેન્ટથી બ્રાન્ડની વેલ્યૂ વધી જાય, એટલે કે તમે કોઈપણ બ્રાન્ડના ફીચર્સ વિશે એ રીતે લખો કે જો કોઈ વ્યક્તિ એ વાંચવાનું શરૂ કરે તો આખું વાંચી કાઢે.

વંશિકા કહે છે, લખવાની સાથે હવે કન્ટેન્ટ-ક્રિએટર વીડિયો પણ બનાવું છો. આમાં વીડિયોની સ્ક્રિપ્ટ એવી હોય કે જોનારા એને શેર કરવા મજબૂર થઈ જાય. આ જ એક કન્ટેન્ટ-રાઈટરની જીત છે.

આ નોકરી માટે કેવી સ્કિલ હોવી જોઈએ?
આ નોકરીની પહેલી જરૂરિયાત છે હિંદી અને અંગ્રેજી ભાષા પર પકડ. ભાષા પર પકડ હોવાનો અર્થ એવો નથી કે તમે કેટલું અઘરું લખો કે સમજવા માટે ડિક્શનરીનાં પાનાં પલટવા પડે. ભાષા એવી હોય કે તમારું લખેલું કોઈ એક તરફથી વાંચવાનું શરુ કરે તો લખેલું પૂરું કરીને જ અટકે. એના માટે તમારે ઝીણી ઝીણી વસ્તુઓ વિશે જણાવતા જવાનું હોય છે.

ભોપાલથી કન્ટેન્ટ ક્રિએશનનું કામ કરી રહેલી જ્યોત્સના જણાવે છે, હું લખતી વખતે પ્રયત્ન કરું છું કે વાંચનારાના મગજમાં ઈમેજ બનતી જાય, જેમ કે સામે વાળાના ઘરમાં એક ખુરશી છે, આ લખવાને બદલે હું લખીશ કે સામેવાળાના ઘરમાં સફેદ દોરાથી વણેલી ખુરશી રાખી છે, એના હેન્ડલમાં કાટ લાગ્યો છે, પાછળની તરફ એ વાંકી વળી ગઈ છે. આ વાંચવાવાળાના મગજમાં ખુરશી વિશે એક તસવીર બનાવી લે છે.

આ સ્કિલ શીખવા માટે બસ તમારે કોઈ માન્યતાપ્રાપ્ત બોર્ડથી 12મા સુધીનું શિક્ષણ લેવાનું હોય છે. ઘણીવાર આની પહેલાં જ બાળકો ખૂબ સરસ લખવા લાગતાં હોય છે, પરંતુ હવે બિઝનેસ, હેલ્થકેર, માર્કેટિંગ કે ફેશન રાઇટિંગનો જમાનો છે, એટલે સર્ટિફિકેટ ઈન ક્રિએટિવ રાઇટિંગ, ડિપ્લોમા ઇન ક્રિએટિવ રાઇટિંગ જેવા કોર્સ ઘણા ચલણમાં છે. આ ક્ષેત્રમાં આગળ સુધી જવું હોય તો દિલ્હીમાં ઈંદિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, દિલ્હી વિશ્વવિદ્યાલય, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, જામિયા મિલિયા ઇસ્લામિયા, કોલકાતા યુનિવર્સિટી, કર્ણાટક સ્ટેટ ઓપન યુનિવર્સિટી, ભીમરાવ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદમાં ડિસ્ટન્સ લર્નિંગના કોર્સીસ છે, જે ઘેર બેસીને કરી શકાય છે.

સ્કિલ શીખ્યા પછી ક્યાં નોકરી મળે?
2018માં અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીથી શિક્ષણ લઈને આવેલી વંશિકાને સમજ નહોતી પડી રહી કે તે શું કરે. થોડા સમય પછી તેમણે લિંક્ડ-ઇન દ્વારા કેટલાક લોકો સાથે સંપર્ક કરીને નાના નાના પ્રોજેક્ટ લીધા. ત્યાર પછી તેમણે પોતાની પ્રોફાઇલ અપડેટ કરી અને જણાવ્યું કે આ પ્રોડક્ટ માટે સારા કન્ટેન્ટ તેમણે જ લખ્યા છે તો તેમને દુબઈ અને બીજી અન્ય જગ્યાઓ દ્વારા પોતાની બ્રાન્ડ માટે લખવાનું અનેક કંપનીઓએ કહ્યું.

મુંબઈમાં કામ કરનારી નિધિ સાહુ કહે છે, તે પોતાની રેડ એફએમની સારીએવી જોબ છોડીને લખનઉથી મુંબઈ આવી ગઈ, પરંતુ તેમને પોતાના લખાણ પર વિશ્વાસ હતો. થોડા દિવસો પછી તેમને મુંબઈ RVCJ માટે લખવાની તક મળી. પછી તેઓ TVF માટે લખવા લાગ્યાં. હવે તો અનેક નાની નાની એડ ફિલ્મ પણ લખવા લાગ્યાં છે.

દિલ્હીમાં કામ કરી રહેલી રાગિણી સિન્હા કહે છે કે તેમની પાસે ઘણીવાર નેતાઓની સ્પીચ લખવાનું કામ આવે છે. દિલ્હીની કેટલીક કંપનીઓ છે જે નેતાઓને સેવાઓ આપે છે, એ કંપનીઓ મોટે ભાગે ફ્રીલાન્સ રાઇટર્સ પાસે લખાવવાનું કામ કરે છે. સાથે જ આજકાલ એવી અનેક એપ એજન્સીઓ ઑનલાઈન કામ કરી રહી છે, જેઓ ઘરેથી કામ કરનારા કન્ટેન્ટ-રાઈટર્સને પોતાને ત્યાં લિસ્ટ કરે છે અને સમય સમય પર તેમને કામ આપે છે.

આમાં વધુ માગ, સાયન્સ-રાઇટર, ટેક્નિકલ-રાઇટર, ગ્રાન્ટ-રાઇટર, સ્ક્રીન-રાઇટર, લિટરરી એજન્ટ, મેન્યુસ્ક્રિપ્ટ રીડર, ટ્રાવેલ બ્લૉગર, વેબ-રાઇટર અથવા ઑનલાઇન-રાઇટરની હોય છે.
કેટલા કલાક કામ કરવાનું હોય છે?
જો તમે કોઈ કંપની સાથે જોડાઈને પ્રોફેશનલ કન્ટેન્ટ રાઇટિંગ કરો છો તો આ નોકરી સાત કલાક રોજની હોય છે. આમાં કેટલીક કંપનીઓ પાંચ દિવસ તો કેટલીક કંપનીઓ છ દિવસ કામ કરાવે છે, જોકે ફ્રીલાન્સ રાઈટરના કલાકો ફિક્સ નથી હોતા, તેઓ પોતાની અનુકૂળતાએ સમય કાઢીને કામ કરે છે. વંશિકા કહે છે, દુનિયાના કોઈપણ ખૂણામાં બેસીને આ કામ કરી શકાય છે.

સેલરી કેટલી મળે છે?
આમ તો સેલરીની શરૂઆત 15 હજાર રૂપિયા મહિનાથી થાય છે, પરંતુ ફ્રીલાન્સ કામ કરનારી મહિલાઓએ સેલરીના આ બારને તોડી નાખ્યો છે. તેઓ પ્રોજેક્ટ અનુસાર પૈસા ડિમાન્ડ કરે છે. વંશિકા મહિનામાં બે લાખ સુધી કમાય છે.

અન્ય સમાચારો પણ છે...