તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોળી માટે જ્વેલરી કલેક્શન:હોળીમાં કલરફુલ અને સ્ટાઇલિશ લુક મેળવવા માટે પહેરો આ જ્વેલરી

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

હોળી જેવા રંગોના તહેવાર પર તમારી પાસે જ્વેલરી પણ એવી હોવી જોઈએ, જેનાથી તમે કલરફુલ અને સ્ટાઇલિશ દેખાઓ. કુંદનનાં લટકણિયાં, ફન્કી, ઑક્સિડાઇઝ્ડ, ગોલ્ડ જ્વેલરી પહેરીને સ્ટાઇલિશ લુક મેળવી શકો છો. પરંતુ ખૂબસૂરત લુક માટે ડ્રેસ પ્રમાણે જ્વેલરી પહેરવી જોઈએ. અહીં અમે તમને જણાવીએ છીએ કે હોળી પર કયા ડ્રેસ સાથે કઈ જ્વેલરી પહેરી શકાય.

કુર્તા સાથે ઑક્સિડાઇઝ્ડ ઇયરિંગ્સ – હોળીને કલરફુલ બનાવવા માટે સાદા કુરતા પર કલરફુલ ઑક્સિડાઇઝ્ડ જ્વેલરી પહેરો. એનાથી લાગશો એકદમ અલગ.
ઑક્સિડાઇઝ્ડ ઇયરિંગ્સની કિંમત – 149 રૂપિયાથી શરૂ

સિમ્પલ કુરતા સાથે કુંદનનાં લટકણિયાં – હોળીમાં સિમ્પલ કુરતા સાથે કુંદન લટકણિયાં પહેરી શકો છો. એનાથી તમારો લુક સંપૂર્ણ લાગશે.
કુંદન લટકણિયાંની કિંમત – 200 રૂપિયાથી શરૂ

સિલ્ક સાડી સાથે ગોલ્ડ જ્વેલરી – હોળી ઉત્સવમાં સિલ્ક સાડી સાથે ગોલ્ડ જ્વેલરી પહેરશો તો અત્યંત આકર્ષક લાગશો. જીન્સ-ટીશર્ટ સાથે ફંકી જ્વેલરી – હોળીમાં જીન્સ-ટીશર્ટ પહેરવાનું વિચારી રહ્યા છો તો તેની સાથે એક્સેસરીઝ તરીકે ફંકી જ્વેલરી પહેરવાથી તમારો અંદાજ અનોખો લાગશે.
ફંકી જ્વેલરીની કિંમત – 99 રૂપિયાથી શરૂ

પટિયાલા સાથે ફંકી અથવા ઑક્સિડાઇઝ્ડ જ્વેલરી – જો તમે હોળીના તહેવારમાં પટિયાલા ડ્રેસ પહેવાનું વિચારી રહ્યાં છો તે તેની સાથે કલરફુલ ફંકી જ્વેલરી અથવા તો ઑક્સિડાઇઝ્ડ જ્વેલરી પહેરશો. આ જ્વેલરી તમારા લુકને નિખારી દેશે.

અહીં મળશે – કુંદન લટકણિયાં, ફંકી, ઑક્સિડાઇઝ્ડ જ્વેલરી નજીકના બજારમાંથી કે ઑનલાઇન પણ ખરીદી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો