તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટેટમેન્ટ જ્વેલરીથી મળશે સ્ટાઇલિશ લુક:યુનિક લુક માટે વેસ્ટર્ન કે ઇન્ડિયન આઉટફિટ સાથે સ્ટેટમેન્ટ જ્વેલરી પહેરો

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

આજકાલ યુવતીઓ સ્ટેટમેન્ટ જ્વેલરી પહેરવાનું પણ પસંદ કરી રહી છે. સ્ટેટમેન્ટ જ્વેલરી ભારતીય કે વેસ્ટર્ન ડ્રેસ સાથે પહેરવામાં આવે તો ખૂબ સુંદર લાગે છે. ચાલો, આજે તમને જણાવીએ છીએ, મિરર નૅકલેસ, એન્કલેટ, ડેલિકેટ નૅકલેસ, ઝિગઝેગ શેપ જેવી સ્ટેટમેન્ટ જ્વેલરીને કયા ડ્રેસ સાથે પહેરી શકાય.

સાડી કે કુરતા સાથે મિરર નૅકલેસ – આમ તો મિરર નૅકલેસને કોઈપણ વેસ્ટર્ન કે ભારતીય પોષાક સાથે પહેરી શકાય છે, પરંતુ કોઈ પાર્ટીમાં સાડી કે કુરતા સાથે મિરર નૅકલેસ પહેરશો તો તમારી સ્ટાઇલમાં ચાર ચાંદ લાગી જશે.
આ જ્વેલરીની કિંમત – મિરર નૅકલેસની કિંમત 500 રૂપિયાથી શરૂ થાય છે.

વેસ્ટર્ન કે ઇંડિયન આઉટફિટ સાથે એન્કલેટ નૅકલેસ – સૂટ, સાડી કે સ્કર્ટ સાથે એન્કલેટ નૅકલેસ પહેરી જુઓ. આ નૅકલેસ તમને ટ્રેન્ડી લુક આપશે.
કિંમત – એન્કલેટ નૅકલેસની કિંમત 500 રૂપિયાથી શરૂ થાય છે.

વેસ્ટર્ન અને ઇંડિયન ડ્રેસ સાથે ડેલિકેટ નૅકલેસ – કૉકટેલ પાર્ટીમાં કે પછી બીજા કોઈ ફંક્શનમાં ટૉપ, શર્ટ, વેસ્ટર્ન અને ઇંડિયન ડ્રેસ સાથે ડેલિકેટ નૅકલેસ પહેરો. તમારો લુક ખૂબ સોહામણો લાગશે.
કિંમત – 299 રૂપિયાથી શરૂ

વેસ્ટર્ન અને ઇંડિયન ડ્રેસ સાથે થ્રી ફિંગર રિંગ્સ – તમારી ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવવા માટે કોઈપણ ઇંડિયન કે વેસ્ટર્ન ડ્રેસ સાથે ફિંગરને બોલ્ડ લુક આપનારી થ્રી ફિંગર રિંગ્સ જરૂર પહેરો. એનાથી તમે વધુ સ્ટાઇલિશ લાગશો.
કિંમત – 150 રૂપિયાથી શરૂ

મેટાલિક આઉટફિટ સાથે ઝિગઝેગ શેપ જુલરી – કોઈ પાર્ટી કે પ્રસંગે મેટાલિક આઉટફિટ સાથે ઝિગઝેગ સ્ટાઇલ શેપમાં નૅકલેસ, રિંગ, બ્રેસ્લેટ અને એન્કલેટ પહેરી શકો છો, જેનાથી તમારો લુક યુનિક લાગશે.
કિંમત – 299 રૂપિયાથી શરૂ

અહીંથી ખરીદો – આ બધી જ્વેલરી તમારી આસપાસના બજારમાંથી મળી જશે અથવા તો ઑનલાઇન પણ ખરીદી શકો છો. દિલ્હીની મુખ્ય બજાર, સદર બજાર, સરોજિની અને ચાંદની ચોકમાંથી પણ આ ડિઝાઇનર જ્વેલરી ખરીદી શકો છો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો