તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Women
 • Jewellery
 • Earrings Designs According To Face Shape | Everything You Need To Know About Earrings For Round Faces To Long Face Shape

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચહેરાના પ્રમાણમાં ઈયરરિંગ્સ:ઈયરરિંગ્સ લેતી વખતે કરી રહ્યા છો ભૂલ, હવે ચહેરાના પ્રમાણમાં પસંદ કરો ઝૂમખાં

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જો તમારા ચહેરાનો આકાર ગોળ છે તો તમે ત્રિકોણાકાર, લંબચોરસ આકારની કાનની બુટ્ટીઓ પહેરો
 • તમારો ચહેરો ઓવલ શેપ હોય તો તમે ઈયરરિંગ્સ લેતી વખતે વિચારવાની જરૂરિયાત નથી

આજકાલ ગર્લ્સની વચ્ચે કાનની બુટ્ટી, ઝૂમખાં અથવા ઈયરરિંગ્સ પહેરવાનો ખૂબ ક્રેઝ છે. છોકરીઓ દરેક ડ્રેસ સાથે મોટી મોટી કાનની વાળીઓ પહેરી રહી છે, પરંતુ ક્યારેય ઈયરિંગ્સની શૉપિંગ કરતી વખતે તમે આ વાત પર ધ્યાન આપ્યું છે કે તમે તમારા ચહેરાના આકારના પ્રમાણમાં ઈયરરિંગ્સ ખરીદી રહ્યા છો કે કેમ? જો એવું નથી કર્યું તો હવે કરો...

ગોળ ચહેરો
જો તમારા ચહેરાનો આકાર ગોળ છે તો તમે ત્રિકોણાકાર, લંબચોરસ આકારની જિયોમેટ્રિકલ આકૃતિઓવાળી કાનની બુટ્ટીઓ પહેરો, આથી તમારો ચહેરો ઓછો પહોળો દેખાશે. યાદ રાખો કે ગોળ ચહેરા પર ગોળ આકૃતિનાં ઈયરરિંગ્સ ન પહેરો.

લાંબો ચહેરો
જો તમારો ચહેરો લાંબો હોય તો તમે પોતાને માટે નાના અને સિમ્પલ લુક આપે તેવાં ઈયરરિંગ્સની પસંદગી કરો. આવા ચહેરા પર નાના ચોરસ, ટૉપ્સ, બટનવાળી કાનની બુટ્ટી પહેરવી જોઈએ. ધ્યાન રાખો કે તમે લાંબાં ઈયરરિંગ્સ અને ડેંગલર ન પહેરશો, આથી તમારો ચહેરો વધુ લાંબો દેખાશે અને લુક ખરાબ લાગશે.

ચોરસ ચહેરો
જો તમારો ચહેરો ચોરસ આકારનો હોય તો એ માટે તમે હંમેશાં લાંબાં ઈયરરિંગ્સ પસંદ કરો. આવા ચહેરા પર નાના, ગોળ ઈંડાકાર ડેંગલર સૂટ થાય છે. વળી, ટૉપ્સ પહેરવાનું ટાળો, કારણ કે એ તમારા ચહેરા પર નજર જ નહીં આવે.

ઓવલ શેપ
જો તમારો ચહેરો ઓવલ શેપ (ઈંડાકાર) હોય તો તમે ઈયરરિંગ્સ લેતી વખતે એટલું વિચારવાની જરૂરિયાત નથી. તમારા ચહેરા પર દરેક પ્રકારના ઈયરરિંગ્સ ખૂબ જામશે. ખાસ કરીને લાંબાં ઈયરરિંગ્સ આવા ચહેરા પર વધુ જામે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો