તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Women
  • Jewellery
  • Earrings Designs According To Face Shape | Everything You Need To Know About Earrings For Round Faces To Long Face Shape

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બૉડી જ્વેલરી:ફિલ્મોથી આવ્યો છે બૉડી જ્વેલરીનો કન્સેપ્ટ, લોકોની વચ્ચે થઈ રહ્યો છે હિટ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સમયની સાથે ફેશનમાં પણ બદલાવ આવતા રહે છે. પ્રત્યેક થોડા સમયમાં ફેશન પોતાનું એક નવું રૂપ લઈને લોકોની વચ્ચે પહોંચે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ વાત પણ સાચી છે કે પ્રાચીન સમયની ફેશન હવે નવા રૂપમાં પાછી આવી રહી છે, જેને લોકો પસંદ પણ કરી રહ્યા છે. આ નવા ફેશન ટ્રેન્ડમાં નવો કન્સેપ્ટ આવ્યો છે બૉડી જ્વેલરીનો. બૉડી જ્વેલરીનો આ કન્સેપ્ટ ફિલ્મોથી લોકોની વચ્ચે પૉપ્યુલર થયો છે. એને હવે યુવા વર્ગ પસંદ કરી રહ્યો છે. હવે માત્ર કંગન અને નેકલેસ જ નહીં, પરંતુ શરીરના દરેક અંગ માટે જ્વેલરી આવી ગઈ છે. આવો, જણાવીએ બૉડી જ્વેલરી વિશે...

શોલ્ડર જ્વેલરી
આને ખભા પર પહેરવામાં આવે છે. પહેલાંના જમાનામાં આ શોલ્ડર જ્વેલરીને રાણીઓ, મહારાણીઓ પહેરતી હતી, પરંતુ હવે એકવાર ફરીથી તે ટ્રેન્ડમાં આવી ગઈ છે. શોલ્ડર જ્વેલરીને તમે ઑફ શોલ્ડર ટૉપ કે ડ્રેસ સાથે પહેરી શકો છો, આથી માત્ર શરીર જ ઢંકાતું નથી, પરંતુ એનો લુક ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે.

એંકલેટ
ઝાંઝરની જગ્યા આ ફેશન ટ્રેન્ડમાં હવે એંકલેટે પણ લઈ લીધી છે. ભારે-ભરખમ ઝાંઝરની જગ્યાએ નાની અને પાતળી એંકલેટ પહેરવાનું ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે. આ એંકલેટ કાળા દોરા સાથે બનાવવામાં આવે છે. આ ઉપરાંત કસ્ટમાઇઝ થયેલા એંકલેટ પણ બજારમાં ઉપલબ્ધ છે.

ટ્રાઇબલ જ્વેલરી
વર્તમાનમાં સિલ્વર અને ટ્રાઇબલ જ્વેલરીની બોલબાલા છે. આ જ્વેલરીનો ઉપયોગ કપડાંને ડિઝાઇન કરતી વખતે પણ કરવામાં આવે છે. આની પૉપ્યુલારિટી યંગસ્ટર્સ વચ્ચે વધુ છે. બજારમાં જાડાં કડાં, ખભા સુધી લટકતાં ઈયરરિંગ્સ, બેલ્ટ, પામ જ્વેલરી, બેક જ્વેલરી અને શોલ્ડર જ્વેલરી ઉપલબ્ધ છે.

દરેક આઉટફિટ સાથે જામશે
હેવી બૉડી જ્વેલરી દરેક ડ્રેસની સાથે એકદમ ખૂબસૂરત લાગે છે. આ જ્વેલરીથી તમારો લુક સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે. દરેક પ્રકારના આઉટફિટ સાથે આ જ્વેલરી પસંદ થઈ રહી છે; પછી એ ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો