તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Women
  • Home tips
  • Smell Comes From Clothes Even After Washing In Washing Machine? The Machine Also Needs To Be Washed With Clothes

વૉશિંગ મશીન ટિપ્સ:વૉશિંગ મશીનમાં ધોયા પછી પણ કપડાંમાંથી સ્મેલ આવે છે? કપડાં સાથે મશીનને પણ ધોવાની જરૂર છે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઈપણ વૉશ પછી મશીન તરત બંધ ના કરો, ઢાંકણાને થોડા સમય માટે ખુલ્લું રાખો
  • તમારા કપડાંને સ્લોટમાં વહેંચી લો, જેથી વૉશર પર વધારે લોડ ના પડે

વૉશિંગ મશીનનું કામ કપડાં સાફ કરવાનું હોય છે, પરંતુ સમયાંતરે વૉશિંગ મશીનને પણ સાફ કરવું જરૂરી છે. વૉશિંગ મશીનને લાંબા સમય સુધી કોઈપણ ફરિયાદ વગર ચલાવવા તેમની દેખભાળ કરવી જરૂરી છે. આ માટે તમારે આ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

વૉશિંગ મશીનનું કામ કપડાં સાફ કરવાનું હોય છે, પરંતુ સમયાંતરે વૉશિંગ મશીનને પણ સાફ કરવું જરૂરી છે. વૉશિંગ મશીનને લાંબા સમય સુધી કોઈપણ ફરિયાદ વગર ચલાવવા એની દેખભાળ કરવી જરૂરી છે. આ માટે તમારે આ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છેઃ

​​​​​​1. પાણીની નળીનું ધ્યાન રાખો

વૉશિંગ મશીનમાં પાણી ભરવા અને કાઢવા માટેની નળીને દર મહિને ચેક કરતા રહો. એમાં કોઈપણ ક્રેક કે લીકેજ ના હોવું જોઈએ અને દરેક ફિટિંગ પર્ફેક્ટ હોવું જોઈએ.

2. મશીનને કપડાંથી ઓવરલોડ ના કરો
તમારા કપડાંને સ્લોટમાં વહેંચી લો, જેથી વૉશર પર વધારે લોડ ના પડે અને મશીન પણ ખરાબ ના થાય

3. યોગ્ય ડિટર્જન્ટનો ઉપયોગ કરો
ઘણાં એનર્જી-એફિશિયન્ટ મશીનોમાં ઓછી ફીણ કરતા ડિટર્જન્ટ વાપરવાના હોય છે. તમારા મશીનના મેન્યુઅલ પ્રમાણે જ ડિટર્જન્ટનો ઉપયોગ કરો.

4. યોગ્ય માત્રામાં ડિટર્જન્ટનો ઉપયોગ કરો
વધારે ડિટર્જન્ટના ઉપયોગથી વૉશરમાં ફીણ રહી જાય છે. એનાથી મશીનમાં પણ તકલીફ થાય છે. કપડાં પ્રમાણે ડિટર્જન્ટ ઉમેરો.

5. મશીનનો અંદરનો ભાગ અને ડિસ્પેન્સર સાફ કરો
દરેક વૉશ પછી ડિસ્પેન્સર અને મશીનની અંદરના ભાગને પાણીથી સાફ કરો, એનાથી મશીનમાં કોઈપણ સ્મેલ નહિ આવે.

ટિપ: મહિનામાં એકવાર મશીનમાં ગરમ પાણી અને સાથે બે કપ વ્હાઇટ વિનેગર નાખી ચાલુ કરો. વૉશ સાઇકલની વચ્ચે અડધો કપ ડિટર્જન્ટ નાખો. સાઇકલ પૂરી થઈ ગયા પછી પાણી કાઢો લો. ચોખ્ખા પાણીથી ધોઈને મશીન ખાલી કરો.

6. ડ્રમ, ડોર અને ગેસકેટને મહિનામાં એકવાર સાફ કરો
સતત વપરાશ પછી મશીનમાં ખરાબ વાસ આવે છે. એ ધોયેલા કપડાંમાં પણ બેસી જાય છે. એનાથી બચવા મશીનનાં ડ્રમ, ડોર અને ગેસકેટ સાફ કરતા રહો.

ટિપ: આ ત્રણેય સાફ કરવા માટે એક કપ પાણીમાં એક કપ વિનેગર મિક્સ કરી કપડાંથી ડ્રમ, ડોર અને ગેસકેટ લૂંછી દો.

7. મશીનનો ઉપયોગ કર્યા પછી ઢાંકણું ખુલ્લું રાખો
કોઈપણ વૉશ પછી મશીન તરત બંધ ના કરો. ઢાંકણાને થોડા સમય માટે ખુલ્લું રાખો. એનાથી દરેક પ્રકારની સ્મેલ મશીનમાંથી નીકળી જશે.

8. ધોયેલાં કપડાં તરત જ ડ્રાયરમાં સૂકવો
કપડાં ધોઈ લીધા પછી એને વૉશરમાં રાખવાથી ફૂગ લાગવાની શક્યતા રહે છે, આથી તરત જ કાઢીને સૂકવો, જેથી મશીનમાં સડવાની ગંધ ના આવે.

અન્ય સમાચારો પણ છે...