તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Women
  • Home tips
  • Kitchen Organization Ideas & Maintenance Latest Tips | Ultimate Kitchen Organization Maintenance Checklist In Gujarati

કિચન ઓર્ગેનાઇઝેશન ટિપ્સ:કિચનની વસ્તુઓ ક્લિયર બિન્સમાં રાખો, પેન્ટ્રીમાં કરિયાણાની કેટેગરી બનાવી લો

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોજ ઉપયોગમાં લેવાતાં મસાલાઓ, તેલ જેવી વસ્તુઓ તમારી નજર સામે જ રાખો
  • તમારી ડસ્ટબિનની સાઈઝ પ્રમાણે, સ્મોલ, મીડિયમ અને લાર્જ સાઈઝ ડસ્ટબિન બેગ્સનો રોલ તમારા રસોડામાં રાખો

તમે ભલે વર્કિંગ વુમન હોવ કે એક હોમમેકર, કિચન વ્યવસ્થિત રાખવું એક કલા હોય છે. જે તમને સારી રીતે આવડવી જોઈએ. જો કિચનમાં વસ્તુઓ વ્યવસ્થિત ના હોય તો રોજનાં કામ પણ અઘરાં થઈ જાય. કિચન વ્યવસ્થિત રાખવા આ રીત ટ્રાય કરી શકો છો:

1. દરેક પ્લાસ્ટિક કન્ટેનર્સ એક તરફ રાખો
રાતે વધેલું ભોજન હોય, સવારનું ટિફિન કે કોઈને આપવાનું પાર્સલ હોય. આપણા ઘરમાં આ બધી વસ્તુઓ મૂકવા માટે અલગ-અલગ કન્ટેનર્સ હોય છે. જોકે જગ્યાએ ઢાંકણા કે ડબ્બા મૂકેલા હશે તો જરૂર પડે ઝડપથી મળી જશે.

2. ડેઈલી યુઝની વસ્તુઓ સામે રાખો
​​​​​​​રોજ ઉપયોગમાં લેવાતા મસાલાઓ, તેલ જેવી વસ્તુઓ તમારી નજર સામે જ રાખો, જેથી એ શોધવામાં તમારો સમય ના વેડફાય.

3. ડસ્ટબિન બેગ્સનો ઉપયોગ કરો
ડસ્ટબિન બેગ્સ એવી વસ્તુ છે, જે તમારા કચરાની તકલીફને 90% સુધી સોલ્વ કરી શકે છે. તમારી ડસ્ટબિનની સાઈઝ પ્રમાણે, સ્મોલ, મીડિયમ અને લાર્જ સાઈઝ ડસ્ટબિન બેગ્સનો રોલ તમારા રસોડામાં રાખો. એનાથી ભીનો અને સૂકો કચરો અલગ રાખવામાં સરળતા રહેશે.

4. ફ્રિજમાં ક્લિયર બિન્સ રાખો
​​​​​​​ફ્રિજ વધારે સમય સુધી ખુલ્લું રાખવાથી કોમ્પ્રેસર પર લોડ પડે છે. એરટાઈટ ક્લિયર બિન્સમાં કોઈપણ વસ્તુ રાખવાથી એ શોધવામાં સરળતા રહેશે અને તમારે વધારે સમય સુધી દરવાજો ખુલ્લો નહિ રાખવો પડે. એરટાઈટ ડબ્બામાં વસ્તુ પણ સારી રહેશે.

5. રસોડામાં એક રોલિંગ કાર્ટ રાખો
​​​​​​​​​​​​​​ત્રણ-ચાર ખાનાંવાળા રોલિંગ કાર્ટમાં શાકભાજી રાખો. એને અલગ-અલગ શેલ્ફમાં બટાટાં, ડુંગળી, લસણ અને આદુ રાખી શકો છો. એનાથી આ શાકભાજી કિચનમાં જગ્યા નહિ રોકે.

6. કિચનમાં કેબિનેટ રેક્સનો ઉપયોગ કરો
તમારા ડેઇલી યુઝના સામાનને રાખવા માટે કેબિનેટ રેક્સનો ઉપયોગ કરો. હૂક્સની મદદથી ચા-કોફીના કપ અને સ્પૂન લટકાવી દો.

7. મોડ્યુલર કિચનમાં અલગ-અલગ કેટેગરી બનાવી લો
જો તમે એક જ ખાનામાં ચમચી, ચાકુ કે ચમચો રાખો છો તો જરૂર પડ્યે શોધવું પડશે, આથી શેલ્ફ વહેંચી લો અને એ પ્રમાણે વસ્તુઓ ગોઠવો.

8. એક કિડ-ફ્રેન્ડલી કેબિનેટ તૈયાર કરો
જો તમારા ઘરે બાળકો છે તો આ કામ ચોક્કસ કરવું જોઈએ. કિચનમાં એક કે બે ફૂટની ઊંચાઈ પર બનેલા કેબિનેટને બાળક માટે કસ્ટમાઇઝ બનાવી દો. એમાં સ્નેક્સ, ઇન્સ્ટન્ટ ફૂડ પેકેટ્સ, ટિફિન અને બોટલ મૂકો. આમ કરવાથી બાળકો કિચનમાં અન્ય જગ્યાઓ વિખશે નહિ.

9. પોતાની પેન્ટ્રીમાં પણ કેટેગરી બનાવો
​​​​​​​પેન્ટ્રીના સ્ટોરમાં અલગ-અલગ કેટેગરી બનાવી લો. એમાં અનાજ, ફાસ્ટ ફૂડની વસ્તુઓ, સૉસ સ્નેક્સ કે અન્ય કોઈ કેટેગરી અલગ કરી લો. એનાથી વસ્તુ સરળતાથી મળી જશે. આમ કરવાથી ક્યારે કઈ વસ્તુઓ પૂરી થઇ ગઈ છે એ પણ ખબર રહેશે. આ રીતથી પેન્ટ્રી ક્યારેય ખાલી નહિ થાય.

10. પેકેટની વસ્તુઓ નેટવાળા બાસ્કેટમાં રાખો
​​​​​​​ઘરમાંનું કરિયાણું અલગ-અલગ નેટવાળા બાસ્કેટમાં રાખો. એકસાથે રાખવાથી કેબિનેટ ખોલતાં વસ્તુઓ પડે છે. બાસ્કેટમાં રાખવાથી એક જગ્યાએ બધો સામાન વ્યવસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...