તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલેસ્ટેરોલ કન્ટ્રોલ કરો:ડાયટમાં આ વસ્તુઓ સામેલ કરો, એનાથી કોલેસ્ટેરોલ કન્ટ્રોલ કરવામાં મદદ મળશે

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

આજકાલ ભાગદોડ ભરેલી જિંદગીમાં લોકો પોતાના શરીરનું ધ્યાન રાખતા નથી. જે પોષક તત્ત્વની જરૂર છે એ મળતાં નથી. ખાસ કરીને આજકાલ ફાસ્ટ ફૂડનો કોન્સેપ્ટ જ્યારથી ચાલુ થયો છે ત્યારથી લોકો તેમના ડાયટને લઈને વધારે બેદરકાર થઇ ગયા છે. ફાસ્ટ ફૂડ વધારે ખાવાથી શરીરમાં કોલેસ્ટેરોલ વધી જાય છે અને એ દિલ સાથે જોડાયેલી બીમારીઓને જન્મ આપે છે. દરેક વ્યક્તિના દિલમાં હાજર ડેન્સિટી લિપોપ્રોટીન એક એવો ચીકણો પદાર્થ છે, જે વધારે હોય તો દિલ સાથે જોડાયેલી બીમારીઓનું જોખમ રહે છે, પરંતુ જો આપણે રોજની રુટિનમાં ફેર કરીએ છીએ અને યોગ્ય ડાયટ લઈએ તો આ બીમારીમાંથી છુટકારો મેળવવો મુશ્કેલ નથી. આજે અમે તમને કોલેસ્ટેરોલ કન્ટ્રોલ કરવા ડાયટમાં શું ફેરફાર કરવા જોઈએ એ વિશે જણાવી રહ્યા છીએ:

ઓટ્સ

શરૂઆત સવારના નાસ્તાથી થાય છે. નાસ્તામાં આપણે ઓટ્સ ખાવા જોઈએ. છ અઠવાડિયાં સુધી સવારે નાસ્તામાં ઓટ્સ લેવાથી LDL 5.3% સુધી ઘટી શકે છે.

ફણગાવેલા કઠોળ

દિવસના લંચમાં ઓછામાં ઓછો અડધો કપ બીન્સ, જેમ કે રાજમા, ચણા, મગ, સોયાબીન અને અડદ, સૂપ, સલાડ કે શાકભાજી તરીકે લઈ શકો છો. રોજ ફણગાવેલા કઠોળ ખાવાથી ખરાબ કોલેસ્ટેરોલ ઘટે છે.

લીલી શાકભાજી
લીલી શાકભાજી આમ તો સ્વાસ્થ્ય માટે લાભકારી છે. પાંદડાંવાળી શાકભાજીમાં વિટામિન એ, બી, સી અને આયર્ન સાથે કેલ્શિયમ પણ મળે છે. આ ખાવાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે અને હાર્ટ પણ સારી રીતે કામ કરે છે.

ઓલિવ ઓઇલ
ઓલિવ ઓઈલમાં બનાવેલું ભોજન કોલેસ્ટેરોલના દર્દીઓ માટે વધારે ફાયદાકારક છે, કારણ કે એમાં બનેલું ભોજન હળવું અને પાચનલાયક હોય છે. આ ઓઇલમાં મોનો સેચ્યુરેટેડ ફેટી એસિડ પર્યાપ્ત માત્રામાં હોય છે. તે કોલેસ્ટેરોલ ઓછું કરવામાં મદદ કરે છે.

લસણ
રોજ લસણ ખાવાથી બ્લડ સર્ક્યુલેશન અને બ્લડશુગરનો સ્તર નોર્મલ રહે છે. આ ઉપરાંત બેડ કોલેસ્ટેરોલ ઘટાડવામાં પણ ઉપયોગી છે.

રેડ વાઈન
જે લોકો વાઈન પીવે છે તેમણે અઠવાડિયામાં બે વાર રેડ ગ્રેપ વાઈન પીવો જોઈએ. એનાથી કોલેસ્ટેરોલ ઓછું કરવામાં મદદ મળે છે.

સેલ્મન ફિશ

જો તમે નોન-વેજ ખાતા હોવ તો કોલેસ્ટેરોલ કન્ટ્રોલ કરવા માટે સેલ્મન ફિશ ખાઈ શકો છો. એ શરીરને એનર્જી અને વિટામિન-ડી આપે છે. આ ઉપરાંત ફિશમાં સ્વસ્થ ફેટી એસિડ અને એમિનો એસિડ ભરપૂર માત્રામાં હોય છે, એ કોલેસ્ટેરોલ ઓછું કરવામાં ઉપયોગી છે.

ડ્રાય ફ્રૂટ્સ
ડ્રાય ફ્રૂટ્સ શરીર માટે સારા હોય છે. જો તમે રોજ એક મુઠ્ઠી ડ્રાય ફ્રૂટ્સ ખાઓ છો તો એનાથી કોલેસ્ટેરોલ કન્ટ્રોલમાં રહેશે. સૂકા મેવામાં પ્રોટીન ફાઈબર અને વિટામિન-ઈ ભરપૂર પ્રમાણમાં હોય છે, સાથે જ એમાં ગુડ ફેટી એસિડ હોય છે. આ કેમિકલ્સમાં પ્રોસેસ નથી થતો અને કોલેસ્ટેરોલ ઓછું કરવામાં અસરકારક છે.

ગ્રીન ટી

ગ્રીન ટી કોલેસ્ટેરોલ ઓછું કરવામાં મદદગાર છે. એમાં કોફીની સરખામણીએ કેફીનનું પ્રમાણ ઓછું હોય છે. રોજ ગ્રીન ટી પીવાથી રોગ પ્રતિકારકશક્તિ વધે છે. એનાથી બેડ કોલેસ્ટેરોલ ઓછું કરવામાં પણ સરળતા રહે છે

ડાર્ક ચોકલેટ

​​​​​​​ડાર્ક ચોકલેટમાં મળતા એન્ટિઓક્સિડન્ટ્સ રક્તનળીઓ મજબૂત બનાવે છે. એનાથી હાર્ટ-અટેકની શક્યતા ઓછી થઇ જાય છે, આથી કોલેસ્ટેરોલ ઓછું કરવામાં મદદરૂપ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો