તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માઇગ્રેનથી રાહત:માઇગ્રેનની તકલીફ હોય તો આ ઘરેલું નુસખા ટ્રાય કરો, દુખાવો ગાયબ થઈ જશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

માઈગ્રેન અમુક સમયથી એક એવી બીમારી બનીને સામે આવી છે કે એ દર બીજી વ્યક્તિમાં જોવા મળે છે. માઈગ્રેનથી માથામાં તીવ્ર દુખાવો થાય છે. ક્યારેક આ દુખાવો વધારેપડતી લાઈટને લીધે પણ હોય છે, ક્યારેક ઘોંઘાટને લીધે તો ક્યારેક કોઈ સ્મેલથી થાય છે. એક્સપર્ટને પણ હજુ આ બીમારીનું સાચું કારણ ખબર પડ્યું નથી. ઘણા લોકોને આ બીમારીની સારવાર અશક્ય લાગે છે, પરંતુ અમુક ઘરેલું ઉપાયથી બીમારીથી રાહત મળી શકે છે.

ગોળ અને દૂધનું સેવન

માઇગ્રેન માટે ગોળની સાથે દૂધ એક સટીક ઉપાય છે. રોજ સવારે ખાલી પેટે ગોળનો નાનકડો ટુકડો મોઢામાં રાખો અને પછી એની પર ઠંડું દૂધ પી લો. રોજ સવારે આ ખાવાથી માઈગ્રેનના દુખાવામાં ઘણી રાહત થશે.

આદુનું સેવન

આદુ ઘણીબધી વસ્તુઓ માટે ફાયદાકારક છે. એમાં હવે માઈગ્રેનનું નામ પણ જોડાઈ ગયું છે. જ્યારે પણ માઈગ્રેનને લીધે માથામાં દુખાવો થાય તો આદુનો એક નાનો ટુકડો દાંત વચ્ચે દબાવી રાખો અને પછી એને ચૂસતા રહો. એક રિસર્ચમાં ખબર પડી છે કે આદુ માઈગ્રેનનો દુખાવો વધતો અટકાવવાની સાથે ઓછું કરવામાં પણ મદદ કરે છે.

તજ

તજથી પણ માઈગ્રેનના દુખાવામાં રાહત મળે છે. તજને પીસી એક પેસ્ટ બનાવી લો અને આ પેસ્ટને માથા પર આશરે અડધો કલાક સુધી લગાવી રાખો. આમ કરવાથી માઈગ્રેનના દુખાવામાં રાહત મળશે.

લવિંગનું સેવન

લવિંગ પણ માઈગ્રેન માટે ફાયદાકારક હોય છે. જ્યારે પણ માઈગ્રેન થાય ત્યારે લવિંગના પાઉડરમાં મીઠું ભેળવીને દૂધમાં નાખી પી લો. આમ કરવાથી માઈગ્રેનના દુખાવાથી રાહત મળશે.

બરફ

બરફ ઘણાબધા દુખાવાની દવા છે. એ માઈગ્રેનમાં પણ અસરકારક છે. જ્યારે પણ માઈગ્રેનનો દુખાવો વધે ત્યારે બરફના ચાર ક્યુબ્સ રૂમાલમાં લપેટીને માથા પર રાખો. આશરે 15 મિનિટ સુધી રહેવા દો. એનાથી તમને દુખાવામાં ઘણી રાહત મળશે.

હીટિંગ પેડ
આમ તો હજુ સીધી માઈગ્રેનના સાચા કારણ વિશે ખબર પડી નથી, પરંતુ ઘણીવાર ટેંશનને લીધે માઈગ્રેનનો દુખાવો થાય છે. એવામાં હીટિંગ પેડનો ઉપયોગ રાહત આપશે.

માથાની માલિશ

એવું કહેવામાં આવે છે કે માઈગ્રેનનો દુખાવો થાય તો હાથથી માથું, ડોક અને ખભાની માલિશ કરવાથી રાહત મળે છે. માલિશ માટે તમે તેલનો ઉપયોગ કરી શકો છો.

વધારે પ્રકાશથી બચવું

વધારે પ્રકાશથી માઈગ્રેનનો દુખાવો થાય છે. એવામાં જો તમને માઈગ્રેનની તકલીફ છે તો વધારે પ્રકાશમાં ના જવું જોઈએ.

પૂરી ઊંઘ લો

ઘણીવાર ઊંઘ પૂરી ના થવાને લીધે પણ માઈગ્રેનનો દુખાવો થાય છે, આથી માઈગ્રેનના દર્દીઓએ પૂરતી ઊંઘ લેવી જોઈએ; શક્ય હોય તો ઘોંઘાટથી દૂર શાંત રૂમમાં સૂવો.

અન્ય સમાચારો પણ છે...